Book Title: Dharmdrushtinu Urdhvikarana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ધર્મદષ્ટિનું કર્ધીકરણ [ ૧૧ ] ઊર્ધ્વીકરણનો અર્થ છે શુદ્ધીકરણ તેમ જ વિસ્તારીકરણ. ધર્મદષ્ટિ જેમજેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેને વિસ્તાર થાય અર્થાત માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમજેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય તેમ તેમ તેનું ઊર્ધ્વીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે. જિજીવિષા થા જીવનવૃત્તિ અને ધર્મદષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભૂ. અને સહચારી છે. ધર્મ દષ્ટિ વિના જીવનવૃત્તિ સંતોષાતી નથી અને જીવનવૃત્તિ હોય તે જ ધર્મદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઇતર જીવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ-પક્ષી અને કીડી-મર જેવી અનેક પ્રાણી જાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણું માત્ર પિતાના દિહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પિતાપિતાના નાના-મોટા જૂથ, દળ કે વર્ગ માટે કાંઈને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધર્મવૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચા આવતા એક રૂઢ સંસ્કાર હોય છે. એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હતું, એની શક્યતા પણ નથી હોતી; તેથી એ ધર્મવૃત્તિને ધર્મદષ્ટિની કટિમાં મૂકી ન શકાય. મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્મદષ્ટિનાં બીજે સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં બીજેમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાનો વિવેક કરવાની શકિત, તેમ જ ધ્યેયને સિદ્ધ કરવાને પુરુષાર્થ–આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કોઈ પ્રાણીમાં નથી. એના જેટલે ભૂતકાળને વારસો સાચવવાની અને આગલી પેઢીઓને એ વારસો વધારા સાથે આપવાની કળા પણ કઈમાં નથી. તે એક વાર કાંઈપણ કરવાને કલ્પ કરે છે તે તેને સાથે જ છે, અને પિતાના નિર્ણને પણ ભૂલ જણાતાં બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તે કઈ સીમા જ નથી. તે અનેક નવાં નવાં ક્ષેત્રોને ખોળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તે જ તેની ધર્મદષ્ટિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5