Book Title: Dharmdrushtinu Urdhvikarana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ધર્મદષ્ટિનું ઊર્ધ્વીકરણ [ ૭૩ પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્મદષ્ટિના વિકાસની જે ભૂમિકા જણ્ય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આને સાક્ષી ઈતિહાસ છે. એડવર્ડ કે નામના વિદ્વાને ધર્મવિકાસની ભૂમિકાઓને નિર્દેશ ટૂંકમાં આ રીતે કર્યો છે– We look out before we look in, and we look in before we look up. ડે. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યું છેઃ “પ્રથમ બહિર્દષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધ્વ દષ્ટિ; પ્રથમ ઈશ્વરનું ‘દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અન્તરઆત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને બહિરામા, અન્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય. મનુષ્ય કેય શકિતશાળી કેમ ન હોય, પણ તે સ્કૂલમાંથી અર્થાત્ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાત ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાઓને એક કાળે અદ્ભુત વિકાસ થયેલે. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધર્મદષ્ટિ, માણસ જાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સેક્રેટિસે કળાઓ અને વિઘાઓનું મૂલ્ય જ ધર્મદષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધર્મદષ્ટિ આજે તે ચોમેર સકારાય છે. યહોવાહે મૂસાને આદેશ આપ્યો ત્યારે એ માત્ર યહૂદી લેકાના પૂલ ઉદ્ધાર પૂરતું હતું અને બીજી સમકાલીન જાતિઓને એમાં વિનાશ પણ સચવાતો હતો. પરંતુ એ જ જતિમાં ઈસુ ખ્રિસ્ત પાક્યો અને ધર્મદષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓને અંદર અને બહારથી શોધી તેમ જ દેશ-કાળના ભેદ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથુસ્સે નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરોઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભેગા થયેલા આરબ કબીલાઓને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્મદષ્ટિ મહંમદ પૈગંબરમાં પણ વિકસી. પરંતુ ધર્મદષ્ટિના વિકાસ અને ઊર્વીકરણની મુખ્ય કથા તે મારે ભારતીય પરંપરાઓને અવલંબી દર્શાવવાની છે. વેદના ઉષસ, વરુણ અને ઈન્દ્ર આદિ સૂકોમાં કવિઓની સૌંદર્યદૃષ્ટિ, પરાક્રમ પ્રત્યેનો અહોભાવ અને કોઈ દિવ્યશકિત પ્રત્યેની ભક્તિ જેવાં મંગળ તો વાંચીએ છીએ, પણ એ કવિઓની ધર્મદષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તેઓ દિવ્યશક્તિ પાસેથી પિતાની, પિતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તે લાંબું જીવન પ્રાર્થે છે. સકામતાની આ ભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5