Book Title: Dharmdiwakar Chothmalji Maharaj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 4
________________ ધર્મદિવાર શ્રી ચોથમલજી મહારાજ ૧૩૩ માતા કેસરકુંવરજી તથા માનકુંવરજી સ્વર્ગવાસ:રતલામમાં વિ. સં. ૧૯૬૨માં ચાતુર્માસ ચાલતા હતાં. ત્યાં માતા કેસર કુંવરજી મહારાજનું સ્વાશ્ય બગડયું હોવાથી તેમણે સંથારો ગ્રહણ કર્યો અને બીજે દિવસે તેમનો સ્વર્ગવાસ થયો. અનેક શહેરો અને ગામડાંમાં વિહાર કરતાં કરતાં તેમને ગુરુજીની આજ્ઞા થઈ કે પ્રતાપગઢમાં જાઓ અને સાંસારિક સંબંધે પોતાની પત્નીને સદ્બોધ આપો. તેમનામાં મોહનું બંધન હતું જ નહીં પરંતુ મનમાં એવી વિચારણા ચાલતી હતી કે સસરા અને માનકુંવર આવેશમાં આવીને તેમને ગૃહસ્થનાં કપડાં પહેરાવી ન લે. આ બધી પરિસ્થિતિ હોવા છતાં તેઓ ગુરુની આજ્ઞા માનીને પ્રતાપગઢ ગયા. તેમનું પ્રવચન બજારમાં રાખવામાં આવ્યું હતું. તેમના આગમનની ખબર માનકુંવર અને સસરાને પડી. સસરાજી પોતે ન આવ્યા પણ માનકુંવર પ્રવચન સાંભળવા આવી હતી. ચોથમલજીને કોઈ પણ પ્રકારે સંઘમાંથી પાછા લાવવા માટે તે મન્દસૌર, જાવરા ગઈ. તેણે કહ્યું કે એક વાર મને તેમને મળવા દો, પછી તેઓ જેમ કહેશે તેમ હું કરીશ. તેની ઇચ્છાનો સ્વીકાર થયો અને ચોથમલજી મહારાજે ચાર-છ શ્રાવક-શ્રાવિકાઓ તથા કેટલાક સાધુઓની હાજરીમાં તેને બોલાવી. તેણે આવીને કહ્યું, “તમે મને છોડી સંયમ ગ્રહણ કર્યો, હવે હું શું કરું? કોના સહારે જિંદગી વિતાવું?” મહારાજશ્રીએ ગંભીર અવાજે કહ્યું, “તારો અને મારો અનેક જન્મોમાં સાંસારિક સંબંધ થયો. પરંતુ ધર્મસંબંધ થયો નથી. ધર્મ એકમાત્ર સાચા આધારરૂપ છે. મારું કહ્યું માનો તો ધર્મનો આકાય ગ્રહણ કરીને સાધ્વી બનો. તે જ તમારા માટે કોયકર છે.” સંતના પ્રવચનથી કોઈ પણ વ્યક્તિનું હૃદય પીગળી જાય છે. માનકુંવરમાં પણ વૈરાગ્યની ભાવના જાગૃત થઈ. તેણે દીક્ષા આપવા માટે વિનંતી કરી. વિ. સં. ૧૯૬૭ વિજયાદશમીના દિવસે માનકુંવર, સાધ્વી માનકુંવર બની ગઈ. મહાસની માનકુંવરજીએ છ વર્ષ સુધી વિવિધ પ્રારની તપ-આરાધના કરી. પોતાનો અંતિમ સમય નજીક જોઈ સંથારો કર્યો અને શ્રાવણ સુદ ૧૦ વિ. સં. ૧૯૭૩ના દિવસે તેમનો સ્વર્ગવાસ થયો. સંપ્રદાયાતીત પ્રભાવશાળી વ્યકિતત્વ: શ્રી જેન દિવાકર મહારાજ એક સંપ્રદાયના વિશેષ સંત હોવા છતાં બીજા સંપ્રદાયોની મહાનતાનો આદર કરતા. તેઓ સ્નેહ અને સદભાવ દ્વારા પરસ્પર મૈત્રીભાવ સ્થાપવા માંગતા હતા. પોતે કષ્ટ સહીને પણ બીજાને આનંદ આપવા માંગતા હતા. તેમનામાં ધર્મ અને જીવનનો મર્મ સમજવાની અદ્ભુત ક્ષમતા હતી. જાતિવાદ, પંથવાદ, પ્રાંતવાદથી ઉપર આવીને તેમણે માનવને મહામાનવ બનવાની પ્રેરણા આપી. તેમનામાં અપાર સાહસ, ચિંતનશીલતા અને બીજાઓ પ્રત્યે સ્વાભાવિક સ્નેહભાવ હતો. તેમનું મનોબળ મેરુ પર્વતની જેમ અચળ અને અટળ હતું. તેઓએ વ્યવહારકુશળતાથી બધા લોકોનાં મન જીતી લીધાં હતાં અને સંયમ-સાધના દ્વારા અત્તરંગને વિકસાવ્યું હતું. જેઓ તેમના સંપર્કમાં આવતા તે તેમના સ્વચ્છ હૃદય અને સરળતાપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થયા વગર રહેતા નહિ. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ ખરેખર બહુમુખી હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7