Book Title: Dharmdiwakar Chothmalji Maharaj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ 136 અર્વાચીન જૈને જ્યોતિર્ધરો કોટા ચતુર્માસમાં તેમણે એકના-ભાવના વિકસાવવા માટે દિગમ્બર આચાર્ય સૂર્યસાગરજી. મહારાજ, શ્વેતામ્બર મૂર્તિપૂજક આચાર્ય આનંદસાગરજી મહારાજ અને પોતે એક જ મંચ પર એકસાથે પ્રવચન કરવાનો નિર્ણય કર્યો અને તે ફળીભૂત થયો. વિ. સં. ૧૯૫૩માં તેઓશ્રીનું ચાતુર્માસ સાદડીમાં હતા ત્યારે “જૈનપ્રકાશ”ના સંપાદક શ્રી ઝવેરચંદ જાદવજી કામદાર સમક્ષ તેઓશ્રીએ પોતાના એકતા સંબંધી વિચારો પ્રકટ કર્યા હતા, જે નીચે પ્રમાણે છે : (1) બધા સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર સમેલન કરે. (2) સાધુઓની સમાચારી અને આચાર-વિચારની પ્રણાલી એક જ હોય. (3) સ્થાનકવાસી સંધો તરફથી પ્રમાણભૂત શ્રેષ્ઠ સાહિત્યનું પ્રકાશન થાય. (4) કોઈ પરસ્પર એકબીજાની નિદા-ટીકા, ટિપ્પણી ન કરે. (5) પર્વ-તિથિઓનો સર્વસંમત નિર્ણય હોવો જોઈએ. આ ઉપરાંત, જૈન સમાજની સાંસ્કૃતિક એકતાને સાકાર બનાવવા માટે મહાવીર જયંતીનો ઉત્સવ સામૂહિક રીતે ઊજવવાની તેઓ પ્રેરણા આપતા. ઉજજૈન, અજમેર, આગ્રા વગેરે સ્થળોએ તેમના પ્રયત્નોથી દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી બધા સંપ્રદાયોએ હળી-મળીને ભગવાન મહાવીરનો જન્મદિવસ ઊજવયો. અત્યારે પાગ અમુક સ્થળો પર આ પરંપરા ચાલુ રહી છે. ઉપસંહાર: રતલામ પછી વિ. સં. ૨૦૦૭માં તેમનું ચાતુર્માસ કોટામાં થયા. જૈનસમાજની ભાવાત્મક એકતાના સંદર્ભમાં આ ચાતુર્માસ અદ્વિતીય રહ્યા. તે દરમ્યાન તેમને પેટમાં વ્યાધિની પીડા શરૂ થઈ. 14 દિવસ સુધી આ પીડા ચાલુ રહી અને વિ. સં. 2007 ના માગશર સુદ 9 ને રવિવારે તેમનો આત્મા દેહથી અલગ થઈને અમર બની ગયો. જૈન દિવાકરજી મહારાજની પ્રતિભા બહુમુખી હની. તે પ્રસિદ્ધ વક્તા, વામી, મહામનીષી, જગવલ્લભ, કાન્તદશ અને યુગપુરુષ સંત હતા. તે દિવારની સમાન ચમકતા જ રહેશે. તેમની પ્રભા આજ સુધી સતત જૈન સમાજને પ્રેરણા આપતી રહી છે અને આગળ પણ આપતી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7