Page #1
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ
જન્મ અને બાલ્યકાળ : ભારતની પુણ્યભૂમિ અનેક કર્મવીરો, શૂરવીરો, ધર્મવીરોના જન્મથી સદા પવિત્ર રહી છે. તેમાંય માલવભૂમિમાં તો અનેક સંતો તેમજ તપસ્વીઓ ઉપરાંત વિક્રમાદિત્ય જેવા પ્રતાપી, વિદ્યાવ્યાસંગી અને પ્રજાવત્સલ રાજાઓનો જન્મ થયો હતો. આ જ ભૂમિમાં, મધ્યપ્રદેશના નીમચ’ નગરમાં સંવત ૧૯૩૪ના કારતક સુદ ૧૩ ને રવિવારે માતા કેસરબાઈની કૂખે એક શિશુનો જન્મ થયો. તેના પિતા ગંગારામજી એક આચારનિષ્ઠ અને ધર્મપ્રેમી, સદ્ગૃહસ્થ હતા. તેમના ઘરે અવારનવાર સાધુ-સાધ્વીઓ આવતાં. તેથી સર્વ કુટુંબીજનોને તેમના દર્શનનો લાભ સહેજે સહેજે મળી રહેતો.
નામ-વિવેચન ; બાળકના જન્મથી સારાય પરિવારમાં હર્ષા માતો નહોતો. વિદ્વાન બ્રાહ્મણો-જ્યોતિષીઓ દ્વારા આ બાળકનું નામ ‘ચોથમલ’ રાખવામાં આવ્યું. ચોથનો અર્થ ચાર થાય છે. ચારના આંકડાની વિશેષતા નીચે પ્રમાણે જાણવી :
(૧) મોક્ષમાર્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પછી ચોથું અંગ ‘તપ’ ગણાય છે. કોટિ વર્ષમાં કરેલાં કર્મો તપ કરવાથી નષ્ટ થઈ જાય છે. (૨) પાંચ
-
૧૩૦
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ
૧૩૧
મહાવ્રતોમાં ચોથા “બ્રહ્મચર્યને ઢાલ સમાન ગણવામાં આવે છે. બ્રહ્મચર્યને આત્મસાધનાનું સર્વોચ્ચ અંગ માનવામાં આવે છે. (૩) ધર્મના ચાર ભેદોમાં ચોથો ભેદ ભાવ” છે. ધર્મમાર્ગમાં ભાવ મુખ્ય છે. તેના દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. (૪) ચૌદ ગુણસ્થાનકોમાં ચોથું ગુણસ્થાનક સમ્યકત્વ છે. તેને આધારશિલા ગણીને મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે.
ભારતમાં પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે, “વ્યક્તિના નામથી પણ વ્યક્તિનો પ્રભાવ અવશ્ય પડે છે.”
પરિવાર : ચોથમલજી મહારાજને બે ભાઈ અને બે બહેનો હતાં. મોટા ભાઈનું નામ કાલૂરામ અને નાના ભાઈનું નામ ફતેહગંદ હતું. નવલબાઈ તથા સુંદરબાઈ એ બે બહેનો હતી.
ચોથમલજી સાત વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને વિદ્યા-અધ્યયન માટે સ્કૂલમાં મૂક્યા. બાળકમાં કુશાગ્રબુદ્ધિ હોવાથી અક્ષરજ્ઞાન તેમજ હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગણિત વગેરે વિષયોનું જ્ઞાન તેણે શીઘ્રતાથી પ્રાપ્ત કર્યું. બાળપણથી જ નવાં નવાં પુસ્તકો વાંચવાનો શોખ હોવાથી જ્યારે પણ સમય મળતો ત્યારે તેનો તેઓ સદુઉપયોગ કરી લેતા. તેમને સંગીતનો પણ શોખ હતો. ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવાથી ગંભીરતા અને વિનય જેવા ગુણો તેમનામાં બાલ્યાવસ્થાથી જ હતા.
વૈરાગ્ય ફરાણા: ચોથમલજીની ઉંમર ૧૩ વર્ષની થઈ ત્યારે ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવા છતાં તેમના મોટા ભાઈકાલૂરામજીને બહારના કુસંગને કારણે જુગાર રમવાની આદત પડી ગઈ હતી. તેના કારણે એક દિવસ રાત્રે તેમને સતત જીતતા જોઈને મિત્રોએ ગળું દબાવીને મારી નાખ્યા. આથી કિશોર ચોથમલજી સમજી ગયા કે વ્યસનનું પરિણામ દુ:ખદ હોય છે. આ પ્રસંગથી તેમની ગંભીરતા વધી ગઈ.
કાલૂરામજીના મૃત્યુથી ગંગારામજીને વૃદ્ધાવસ્થામાં ભારે આઘાત લાગ્યો. માતા કેસરબાઈ અને ચોથમલજી તેમની સેવામાં રાત-દિવસ રહેવા લાગ્યાં. છતાં વિ.સં ૧૯૫માં શ્રી ગંગારામજીનો સ્વર્ગવાસ થયો. આથી માતા-પુત્રનું જીવન દુઃખમય થઈ ગયું, પણ બન્ને જણાં સંસ્કારી હોવાથી પોતાના વિચારોમાં વૈરાગ્યભાવ વધારતાં ગયાં. માતા કેસરબાઈના દુ:ખની કલ્પના થઈ શકે તેમ નથી છતાં કિશોર ચોથમલજીનો ભાર તેમના માથે હતો, તેથી તેને કામ પર લગાડવો અને તેનું ગૃહસ્થજીવન શરૂ કરવું–આ બે કાર્ય પૂરાં થઈ જાય પછી પોતે તરત જ દીક્ષા લઈ લેશે તેવો તેમણે નિશ્ચય કર્યો.
ચોથમલજીની ઉંમર ૧૬ વર્ષની થઈ ત્યારે માતા તેમજ કુટુંબીજનોએ તેમને લગ્નબંધનમાં બાંધી દેવાનો નિર્ણય કર્યો. તેમનાં લગ્ન પ્રતાપગઢ(રાજસ્થાન)ના નિવાસી શ્રી પૂનમચંદજીની પુત્રી માનકુંવર સાથે ૧૯૫૦માં થયાં. તેમનામાં વૈરાગ્યની ભાવના પહેલેથી હોવાથી અર્થોપાર્જન કરતાં ધમાંપાર્જન કરવાની ઇચ્છા વધારે રહેતી હતી. તે વખતે નીમચનગરમાં અવાર-નવાર સંતોનું આગમન થતું. તેઓ વધારે સમય તેમની
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પાસે રહી સેવા અને ધર્મશ્રવણ કરતા, માના કેસરબાઈ પાગ સાથે જતાં. એક વાર તેમણે પુત્ર સમક્ષ દીક્ષા લેવાની પોતાની ભાવના પ્રકટ કરતાં કહ્યું કે, મારા આમાનું કલ્યાણ કરવા ઇચ્છું છું.” આ સાંભળીને ચોથમલજીએ માતાજીને કહ્યું કે તમારી ઇચ્છા પ્રશંસનીય છે. હું પણ તમારા માર્ગે ચાલવાની હાર્દિક ઈચ્છા ધરાવું છું, તેથી આપ મને પણ આજ્ઞા આપો.'
પુત્રમાં રહેલા આ વૈરાગ્યભાવને જાણતાં હોવા છતાં માનાએ કહ્યું, “બેટા, તારા વિવાહ થઈ ગયા છે. તેથી અત્યારે ગૃહસ્થ ધર્મનું પાલન કરો. ઉંમર પરિપકવ થાય ત્યારે દીક્ષા લઈ શકાય છે. ચોથમલજી બોલ્યા, “આ માનવશરીર ભોગો માટે નથી, પરંતુ તપ અને સંયમ માટે છે. હું દીક્ષા લેવા માટે દઢસંક૯પ છું.” માતાને લાગ્યું કે પુત્ર વૈરાગ્યમાં ટકી શકશે તેથી તેમણે આજ્ઞા આપી. સાથે સાથે પત્ની માનકુંવરની આજ્ઞા પાગ માંગવાનું કહ્યું. ચોથમલજીએ વિનમ્રભાવે પત્ની પાસે સંમતિ માગી પણ તે વિરોધ કરવા લાગી કે, હું પણ દીક્ષા ન લઉં અને તમને પણ આજ્ઞા ન આપ્યું. આ બાજુ સસરાને જાણ થતાં તેઓને પુત્રીની ચિંતા થવાથી ચોથમલજીને દીક્ષા ન લેવાનું સમજાવવા લાગ્યા. આ ઉપરાંત કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ, વૃદ્ધજનોએ અને કુટુંબીજનોએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ અંતે તે નિરર્થક નીવડ્યો. તે બધાને જવાબ આપતાં ચોમલજીએ કહ્યું, “ગૃહસ્થાશ્રમમાં ધર્મ પાળવાની તેટલી સુવિધાઓ નથી જેટલી સાધુજીવનમાં છે. માટે આત્મકલ્યાણ અર્થે સાધુજીવન બહુ જરૂરી છે. આ સંદર્ભમાં બીજા સંસારીઓ દ્વારા થયેલાં પણ કેટલાક પરીષહ તેમને સહન કરવા પડ્યા; પરંતુ વૈરાગ્યમાંથી તેઓ જરા પણ વિચલિત થયા નહિ, કારણ કે તેમનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો.
પહેલાંના જમાનાનાં દીક્ષાથીનાં કુટુંબીજનોની સંમતિ વિના જૈન સાધુઓ કોઈ પણ વ્યક્તિને દીક્ષા આપતા નહોતા. સંઘ પણ તેવી દીક્ષાને માન્યતા આપતો નહીં. આ માતા-પુત્રની દીક્ષા માટે વિલાંબનું કારણ બન્યું. પરંતુ ચોથમલજીને શીધ્ર દીક્ષા લેવાની ભાવના હોવાથી માતાએ તેમને જણાવ્યું કે જો સાદગીપૂર્ણ દીક્ષા લેવી હોય તો જલદી થઈ શકશે, પણ બાહ્ય આડમ્બરપૂર્વક દીક્ષા લેવી હોય તો પ્રતીક્ષા કરવી પડશે, આ પ્રસ્તાવ ગુરુદેવે માન્ય રાખ્યો અને વિ. સં. ૧૯૫ર ના ફાગણ સુદ પાંચમ ને રવિવારના દિવસે તેઓ પૂ. કવિવર્ય હીરાલાલજી મહારાજના શિષ્ય બની ગયા.
ચોથમલજીની દીક્ષાના બે મહિના પછી મારા કેસરબાઈએ મહાસતી શ્રી ફદીજી પાસે દીક્ષા અંગીકાર કરી. આમ વીરમાતા અને વીરપુત્ર સાધના દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરવા લાગ્યાં.
વિહાર દ્વારા આત્મકલ્યાણ : નવદીક્ષિત મુનિ ચોથમલજી મહારાજે પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૩માં ગુરુદેવ શ્રી હીરાલાલજી મહારાજની નિશ્રામાં છાવણીમાં કર્યા. ત્યાં દશવૈકાલિક તથા ઓપપાતિક સૂત્રોનું અધ્યયન કર્યું. આ ઉપરાંત અન્ય સ્થળોએ વિહાર કરતાં કરતાં અધ્યયન અને અભ્યાર કરના ગયા.
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મદિવાર શ્રી ચોથમલજી મહારાજ
૧૩૩
માતા કેસરકુંવરજી તથા માનકુંવરજી સ્વર્ગવાસ:રતલામમાં વિ. સં. ૧૯૬૨માં ચાતુર્માસ ચાલતા હતાં. ત્યાં માતા કેસર કુંવરજી મહારાજનું સ્વાશ્ય બગડયું હોવાથી તેમણે સંથારો ગ્રહણ કર્યો અને બીજે દિવસે તેમનો સ્વર્ગવાસ થયો.
અનેક શહેરો અને ગામડાંમાં વિહાર કરતાં કરતાં તેમને ગુરુજીની આજ્ઞા થઈ કે પ્રતાપગઢમાં જાઓ અને સાંસારિક સંબંધે પોતાની પત્નીને સદ્બોધ આપો. તેમનામાં મોહનું બંધન હતું જ નહીં પરંતુ મનમાં એવી વિચારણા ચાલતી હતી કે સસરા અને માનકુંવર આવેશમાં આવીને તેમને ગૃહસ્થનાં કપડાં પહેરાવી ન લે.
આ બધી પરિસ્થિતિ હોવા છતાં તેઓ ગુરુની આજ્ઞા માનીને પ્રતાપગઢ ગયા. તેમનું પ્રવચન બજારમાં રાખવામાં આવ્યું હતું. તેમના આગમનની ખબર માનકુંવર અને સસરાને પડી. સસરાજી પોતે ન આવ્યા પણ માનકુંવર પ્રવચન સાંભળવા આવી હતી. ચોથમલજીને કોઈ પણ પ્રકારે સંઘમાંથી પાછા લાવવા માટે તે મન્દસૌર, જાવરા ગઈ. તેણે કહ્યું કે એક વાર મને તેમને મળવા દો, પછી તેઓ જેમ કહેશે તેમ હું કરીશ. તેની ઇચ્છાનો સ્વીકાર થયો અને ચોથમલજી મહારાજે ચાર-છ શ્રાવક-શ્રાવિકાઓ તથા કેટલાક સાધુઓની હાજરીમાં તેને બોલાવી. તેણે આવીને કહ્યું, “તમે મને છોડી સંયમ ગ્રહણ કર્યો, હવે હું શું કરું? કોના સહારે જિંદગી વિતાવું?” મહારાજશ્રીએ ગંભીર અવાજે કહ્યું, “તારો અને મારો અનેક જન્મોમાં સાંસારિક સંબંધ થયો. પરંતુ ધર્મસંબંધ થયો નથી. ધર્મ એકમાત્ર સાચા આધારરૂપ છે. મારું કહ્યું માનો તો ધર્મનો આકાય ગ્રહણ કરીને સાધ્વી બનો. તે જ તમારા માટે કોયકર છે.” સંતના પ્રવચનથી કોઈ પણ વ્યક્તિનું હૃદય પીગળી જાય છે. માનકુંવરમાં પણ વૈરાગ્યની ભાવના જાગૃત થઈ. તેણે દીક્ષા આપવા માટે વિનંતી કરી. વિ. સં. ૧૯૬૭ વિજયાદશમીના દિવસે માનકુંવર, સાધ્વી માનકુંવર બની ગઈ. મહાસની માનકુંવરજીએ છ વર્ષ સુધી વિવિધ પ્રારની તપ-આરાધના કરી. પોતાનો અંતિમ સમય નજીક જોઈ સંથારો કર્યો અને શ્રાવણ સુદ ૧૦ વિ. સં. ૧૯૭૩ના દિવસે તેમનો સ્વર્ગવાસ થયો.
સંપ્રદાયાતીત પ્રભાવશાળી વ્યકિતત્વ: શ્રી જેન દિવાકર મહારાજ એક સંપ્રદાયના વિશેષ સંત હોવા છતાં બીજા સંપ્રદાયોની મહાનતાનો આદર કરતા. તેઓ સ્નેહ અને સદભાવ દ્વારા પરસ્પર મૈત્રીભાવ સ્થાપવા માંગતા હતા. પોતે કષ્ટ સહીને પણ બીજાને આનંદ આપવા માંગતા હતા. તેમનામાં ધર્મ અને જીવનનો મર્મ સમજવાની અદ્ભુત ક્ષમતા હતી. જાતિવાદ, પંથવાદ, પ્રાંતવાદથી ઉપર આવીને તેમણે માનવને મહામાનવ બનવાની પ્રેરણા આપી. તેમનામાં અપાર સાહસ, ચિંતનશીલતા અને બીજાઓ પ્રત્યે સ્વાભાવિક સ્નેહભાવ હતો. તેમનું મનોબળ મેરુ પર્વતની જેમ અચળ અને અટળ હતું. તેઓએ વ્યવહારકુશળતાથી બધા લોકોનાં મન જીતી લીધાં હતાં અને સંયમ-સાધના દ્વારા અત્તરંગને વિકસાવ્યું હતું. જેઓ તેમના સંપર્કમાં આવતા તે તેમના સ્વચ્છ હૃદય અને સરળતાપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થયા વગર રહેતા નહિ. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ ખરેખર બહુમુખી હતું.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
અહિંસાથી સ્વાર કલ્યાણ: તેમના પ્રવચનમાં હિન્દુ અને મુસલમાન બધા લોકો આવતા અને પ્રવચન સાંભળી દુર્બસનોનો ત્યાગ કરી પોતાનું જીવન ધન્ય બનાવતા. ભારતની જનતાનું નૈતિક જીવન ઉન્નત બનાવવા અને અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા જેન દિવાકરજી મહારાજે જે યોગદાન આપ્યું તે અવિસ્મરણીય છે. તેમણે પોતાના વ્યક્તિત્વથી અને પોતાની અસાધારણ વકતૃત્વશક્તિથી મોટા મોટા રાણા, મહારાણા, અધિકારી, વિદ્વાન, શેઠ, શાહુકારને પ્રભાવિત કરી યથાશક્તિ જીવદયા તથા અહિંસાનો વ્યાપક પ્રચાર કર્યો. તે યુગમાં આ એક મહાન ચમત્કાર હતો. જૈન ધર્મમાં અહિંસાધર્મનું વિશુદ્ધ રૂપ બતાવ્યું છે. ભારતના સમસ્ત ધર્મપ્રચારકોએ પણ અહિંસા, દયા, કરુણા વગેરે પર ભાર મૂક્યો છે, પરંતુ જેટલી સૂક્ષ્મતાથી જૈનાચાર્યોએ અહિંસાકરુણાનો પ્રચાર કર્યો છે તે ખરેખર અદ્દભુત અને વંદનીય છે.
શ્રી જેનદિવાકર ચોથમલજી મહારાજે જયાં પણ વિહાર કર્યો ત્યાં તેમના પ્રવચનોથી શાસકવર્ગ પ્રભાવિત થઈ જતો અને તેમને ભેટ ધરવાની ઈચ્છા કરતો ત્યારે તેઓ કહેતા :
ત્યાગ કરો, દયા અને સદાચારના પ્રચારમાં સહયોગી બનો.” તેઓ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે પ્રાતોમાં વિહાર કરીને લોકોમાં અહિંસક બનવાનો સંદેશો ફેલાવતા રહ્યા.
વાણીના જાદૂગર : પરમ શ્રદ્ધેય શ્રી દિવાકરજી મહારાજ વાણીના જાદુગર છે. તેમની વાણી શ્રોનાઓ પર અજબ પ્રભાવ પાડે છે. તેમની અનુભવવાણીથી શ્રોતાઓના મન પર ભારે અસર થતી અને તેમને જીવન સુધારવા માટે તત્પર કરી દેતી. તેમની વાણીથી કેટલાય લોકો હૃદયપરિવર્તન કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ત કરતા થયા. તેઓએ પ્રવચનો દ્વારા વારાંગનાઓને સજજન નારીઓ બનાવી, શિકારીઓનાં શસ્ત્રો ફેંકાવી દીધાં, દારૂ અને બીડી-સિગારેટના વ્યસનીઓને નિર્બસની બનાવ્યા તથા અધાર્મિકોને ધર્મની શીતળ છાયામાં આવતા કરી દીધા.
સાચા સંત-સારા વકા : ઉપદેશ] જૈન દિવાકર શ્રી ચોથમલજી મહારાજ પોતાનાં પ્રવચનો સાદી સરળ ભાષામાં આપતા. તેઓ સદા સરળ વિષય પસંદ કરતા. ગંભીર અને દાર્શનિક પ્રશ્નો તેઓ એવી રીતે રજૂ કરતા કે શ્રોતાઓને ભારસ્વરૂપ પ્રતીત ન થાય. તેઓનાં પ્રવચનો એ કેવળ વાણી-વિલાસ નથી પણ જીવન-નિર્માણની કળા છે. તેમનાં પ્રવચનોમાં જૈન આગમનાં રહસ્યો, વૈદિક પરંપરાના ગ્રંથો, સુભાષિતો, પંક્તિઓ, ગાથાઓ અને ઉર્દુની શાયરીઓ તથા સંગીતનો મધુર સમન્વય થતો હોવાથી શ્રોતાઓને કલાકો સુધી તે સાંભળતાં કંટાળો આવતો નહીં. પ્રવચનમાં કોઈ વાર જૈન લોકકથાઓ અને બૌદ્ધકથાઓ આવતી, ક્યારેક સામાજિક કુરૂઢિઓ પર, લોકધારણાઓ પર કટાક્ષ આવતા તો કોઈ વાર વીરરસની ગંગા પ્રવાહિત થતી. કોઈ વાર હાસ્યરસ તો કોઈક વાર શાન્તરસનો પ્રવાહ વહેતો. તેમના પ્રવચનમાં હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે અઢારેય વરણના લોકો પોતાનો ભેદભાવ ભૂલી ઉપસ્થિત થતા અને તેમની વાણીનો લાભ લેતા તેથી સમવસરણની રચના જેવું લાગતું હતું. તેમની વાણીમાં અમૃતનો અક્ષય સ્રોત વહેતો હતો.
Page #6
--------------------------------------------------------------------------
________________
ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ
સમાજ-સુધારણા : સમાજ-સુધારણા માટે જે કાર્ય ચોથમલજી મહારાજે કર્યું છે તે અનુપમ છે. પરંપરાથી ચાલી આવતી કુરુઢિઓ અને અંધવિશ્વાસો દૂર કરાવી, બાળવિવાહ અને વૃદ્ધ-વિવાહ જેવી કુપ્રથાઓ સદાને માટે બંધ કરાવી, કન્યા-વિક્રય અને મૃતક-ભોજન બંધ કરાવ્યાં. દેવી-દેવતાઓ પર ચઢતા પશુર્બલ જેવી ભયંકર કુરુઢિ બંધ કરાવી, અસ્પૃશ્યતાનું કલંક દૂર કરાવ્યું, જેલના કેદીઓને ફરી ભવિષ્યમાં આવું દુષ્કર્મ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી, તેમજ કસાઈ, ચમાર, ચોર વગેરેનાં હૃદયપરિવર્તન કરાવ્યાં. વૈશ્યાવૃત્તિ સામાજિક જીવન માટે એક કલંક અને પતનનું દ્રાર છે, તે દૂર કરાવ્યું. ખરેખર, તેમના ઉપદેશોમાં સમાજ સુધારવાની મહાન શક્તિ હતી.
સંગઠન-નિર્માણના પ્રેરક : જૈન દિવાકરજી મહારાજ સંગઠનનું મહત્ત્વ ખૂબ સમજતા હતા. સમાજ-સુધારણા અને મંગળકારી કાર્યો તેમના સંચાલન દ્વારા થતાં. તેઓએ બાલોતરા, વ્યાવર, પીપલોદા, ઉદયપુર વગેરે અનેક સ્થળો પર મહાવીર જૈન મહામંડળ’ તથા ‘જૈન મંડળો’ની સ્થાપના કરી. રતલામમાં ‘જૈનોદય પ્રકાશન સમિતિ'ની સ્થાપના કરી. ત્યાંથી સત્સાહિત્યનું પ્રકાશન પણ થતું. રાયપુર, દેલવાડા, સનવાડા, ગોગૂંદા વગેરે સ્થળો પર બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા માટે “જૈન પાઠશાળા”ની સ્થાપના કરી. જોધપુરમાં મહિલાશ્રમ, અહમદનગરમાં ‘ઓસવાલ નિરાાિત ફંડ', મન્દૌરમાં ‘સમાજ હિતૈષી શ્રાવક મંડળ', ચિત્તોડગઢમાં “ચતુર્થ જૈન વૃદ્ધાશ્રમ” વગેરે અનેક સંસ્થાઓ તેમની પ્રેરણાથી સામાજિક કાર્યો કરતી હતી.
૧૩૫
સાહિત્યની રચના : મહાન સર્જક : ઉત્તમ માનવજીવનના સર્જકની સાથે સાથે જૈન દિવાકરજી મહારાજ ઉત્કૃષ્ટ સાહિત્યની રચના કરનાર મહાન લેખક પણ હતા. આ ક્ષેત્રમાં તેમની પ્રતિભા બહુમુખી હતી. તેમણે ગદ્ય અને પદ્ય બંનેમાં સાહિત્ય રચ્યું છે. લોકગીત, ભજન, ગઝલ વગેરેની સાથે સાથે જીવનને પ્રેરણા આપનારા સાહિત્યની તથા ધાર્મિક સાહિત્યની પણ રચના કરી. તેમની ૩૦ પદ્યરચનાઓમાં ૧૯ જીવનચરિત્ર અને ૧૧ ભજનસંગ્રહ છે. આ રચનાઓ વાંચતાં પાક ભાવ-વિભોર બની જતા હતા.
ભગવાન મહાવીરનું આદર્શ જીવન, જમ્બુકુમાર અને પાર્શ્વનાથ વગેરેનાં ચરિત્ર તેમણે ગદ્યમાં પણ લખ્યાં હતાં.
જેવી રીતે શ્રીકૃષ્ણે સમસ્ત વેદાંતશાસ્ત્રોના સારરૂપ ગીતાનો ઉપદેશ આપ્યો છે, તેવી રીતે સમસ્ત જૈન આગમ સાહિત્યનું મંથન કરી ‘નિગ્રંથ પ્રવચન” નામથી ભગવાન મહાવીરની વાણીનું તેઓશ્રીએ સંકલન કર્યું. પૂ. ચોથમલજી મહારાજની આ એક અમર કૃતિ છે. તે યુગો-યુગો સુધી પ્રકાશસ્તંભની જેમ જન-સમાજને પ્રેરણાદાપક બની રહેશે. આ ઉપરાંત તેમણે આપેલાં પ્રવચનો સંકલિત કરી ‘દિવાકર દિવ્ય જ્યોતિ'ના નામથી ૨૦ ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
એકતાના અગ્રદૂત : ચોથમલજી મહારાજ દીક્ષા લીધા પછી પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં એકતા સ્થાપિત કરવા માટે ભરપૂર પ્રયાસ કરતા હતા. વિ. સં. ૨૦૦૭માં
Page #7
--------------------------------------------------------------------------
________________ 136 અર્વાચીન જૈને જ્યોતિર્ધરો કોટા ચતુર્માસમાં તેમણે એકના-ભાવના વિકસાવવા માટે દિગમ્બર આચાર્ય સૂર્યસાગરજી. મહારાજ, શ્વેતામ્બર મૂર્તિપૂજક આચાર્ય આનંદસાગરજી મહારાજ અને પોતે એક જ મંચ પર એકસાથે પ્રવચન કરવાનો નિર્ણય કર્યો અને તે ફળીભૂત થયો. વિ. સં. ૧૯૫૩માં તેઓશ્રીનું ચાતુર્માસ સાદડીમાં હતા ત્યારે “જૈનપ્રકાશ”ના સંપાદક શ્રી ઝવેરચંદ જાદવજી કામદાર સમક્ષ તેઓશ્રીએ પોતાના એકતા સંબંધી વિચારો પ્રકટ કર્યા હતા, જે નીચે પ્રમાણે છે : (1) બધા સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર સમેલન કરે. (2) સાધુઓની સમાચારી અને આચાર-વિચારની પ્રણાલી એક જ હોય. (3) સ્થાનકવાસી સંધો તરફથી પ્રમાણભૂત શ્રેષ્ઠ સાહિત્યનું પ્રકાશન થાય. (4) કોઈ પરસ્પર એકબીજાની નિદા-ટીકા, ટિપ્પણી ન કરે. (5) પર્વ-તિથિઓનો સર્વસંમત નિર્ણય હોવો જોઈએ. આ ઉપરાંત, જૈન સમાજની સાંસ્કૃતિક એકતાને સાકાર બનાવવા માટે મહાવીર જયંતીનો ઉત્સવ સામૂહિક રીતે ઊજવવાની તેઓ પ્રેરણા આપતા. ઉજજૈન, અજમેર, આગ્રા વગેરે સ્થળોએ તેમના પ્રયત્નોથી દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી બધા સંપ્રદાયોએ હળી-મળીને ભગવાન મહાવીરનો જન્મદિવસ ઊજવયો. અત્યારે પાગ અમુક સ્થળો પર આ પરંપરા ચાલુ રહી છે. ઉપસંહાર: રતલામ પછી વિ. સં. ૨૦૦૭માં તેમનું ચાતુર્માસ કોટામાં થયા. જૈનસમાજની ભાવાત્મક એકતાના સંદર્ભમાં આ ચાતુર્માસ અદ્વિતીય રહ્યા. તે દરમ્યાન તેમને પેટમાં વ્યાધિની પીડા શરૂ થઈ. 14 દિવસ સુધી આ પીડા ચાલુ રહી અને વિ. સં. 2007 ના માગશર સુદ 9 ને રવિવારે તેમનો આત્મા દેહથી અલગ થઈને અમર બની ગયો. જૈન દિવાકરજી મહારાજની પ્રતિભા બહુમુખી હની. તે પ્રસિદ્ધ વક્તા, વામી, મહામનીષી, જગવલ્લભ, કાન્તદશ અને યુગપુરુષ સંત હતા. તે દિવારની સમાન ચમકતા જ રહેશે. તેમની પ્રભા આજ સુધી સતત જૈન સમાજને પ્રેરણા આપતી રહી છે અને આગળ પણ આપતી રહેશે.