SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અહિંસાથી સ્વાર કલ્યાણ: તેમના પ્રવચનમાં હિન્દુ અને મુસલમાન બધા લોકો આવતા અને પ્રવચન સાંભળી દુર્બસનોનો ત્યાગ કરી પોતાનું જીવન ધન્ય બનાવતા. ભારતની જનતાનું નૈતિક જીવન ઉન્નત બનાવવા અને અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા જેન દિવાકરજી મહારાજે જે યોગદાન આપ્યું તે અવિસ્મરણીય છે. તેમણે પોતાના વ્યક્તિત્વથી અને પોતાની અસાધારણ વકતૃત્વશક્તિથી મોટા મોટા રાણા, મહારાણા, અધિકારી, વિદ્વાન, શેઠ, શાહુકારને પ્રભાવિત કરી યથાશક્તિ જીવદયા તથા અહિંસાનો વ્યાપક પ્રચાર કર્યો. તે યુગમાં આ એક મહાન ચમત્કાર હતો. જૈન ધર્મમાં અહિંસાધર્મનું વિશુદ્ધ રૂપ બતાવ્યું છે. ભારતના સમસ્ત ધર્મપ્રચારકોએ પણ અહિંસા, દયા, કરુણા વગેરે પર ભાર મૂક્યો છે, પરંતુ જેટલી સૂક્ષ્મતાથી જૈનાચાર્યોએ અહિંસાકરુણાનો પ્રચાર કર્યો છે તે ખરેખર અદ્દભુત અને વંદનીય છે. શ્રી જેનદિવાકર ચોથમલજી મહારાજે જયાં પણ વિહાર કર્યો ત્યાં તેમના પ્રવચનોથી શાસકવર્ગ પ્રભાવિત થઈ જતો અને તેમને ભેટ ધરવાની ઈચ્છા કરતો ત્યારે તેઓ કહેતા : ત્યાગ કરો, દયા અને સદાચારના પ્રચારમાં સહયોગી બનો.” તેઓ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે પ્રાતોમાં વિહાર કરીને લોકોમાં અહિંસક બનવાનો સંદેશો ફેલાવતા રહ્યા. વાણીના જાદૂગર : પરમ શ્રદ્ધેય શ્રી દિવાકરજી મહારાજ વાણીના જાદુગર છે. તેમની વાણી શ્રોનાઓ પર અજબ પ્રભાવ પાડે છે. તેમની અનુભવવાણીથી શ્રોતાઓના મન પર ભારે અસર થતી અને તેમને જીવન સુધારવા માટે તત્પર કરી દેતી. તેમની વાણીથી કેટલાય લોકો હૃદયપરિવર્તન કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ત કરતા થયા. તેઓએ પ્રવચનો દ્વારા વારાંગનાઓને સજજન નારીઓ બનાવી, શિકારીઓનાં શસ્ત્રો ફેંકાવી દીધાં, દારૂ અને બીડી-સિગારેટના વ્યસનીઓને નિર્બસની બનાવ્યા તથા અધાર્મિકોને ધર્મની શીતળ છાયામાં આવતા કરી દીધા. સાચા સંત-સારા વકા : ઉપદેશ] જૈન દિવાકર શ્રી ચોથમલજી મહારાજ પોતાનાં પ્રવચનો સાદી સરળ ભાષામાં આપતા. તેઓ સદા સરળ વિષય પસંદ કરતા. ગંભીર અને દાર્શનિક પ્રશ્નો તેઓ એવી રીતે રજૂ કરતા કે શ્રોતાઓને ભારસ્વરૂપ પ્રતીત ન થાય. તેઓનાં પ્રવચનો એ કેવળ વાણી-વિલાસ નથી પણ જીવન-નિર્માણની કળા છે. તેમનાં પ્રવચનોમાં જૈન આગમનાં રહસ્યો, વૈદિક પરંપરાના ગ્રંથો, સુભાષિતો, પંક્તિઓ, ગાથાઓ અને ઉર્દુની શાયરીઓ તથા સંગીતનો મધુર સમન્વય થતો હોવાથી શ્રોતાઓને કલાકો સુધી તે સાંભળતાં કંટાળો આવતો નહીં. પ્રવચનમાં કોઈ વાર જૈન લોકકથાઓ અને બૌદ્ધકથાઓ આવતી, ક્યારેક સામાજિક કુરૂઢિઓ પર, લોકધારણાઓ પર કટાક્ષ આવતા તો કોઈ વાર વીરરસની ગંગા પ્રવાહિત થતી. કોઈ વાર હાસ્યરસ તો કોઈક વાર શાન્તરસનો પ્રવાહ વહેતો. તેમના પ્રવચનમાં હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે અઢારેય વરણના લોકો પોતાનો ભેદભાવ ભૂલી ઉપસ્થિત થતા અને તેમની વાણીનો લાભ લેતા તેથી સમવસરણની રચના જેવું લાગતું હતું. તેમની વાણીમાં અમૃતનો અક્ષય સ્રોત વહેતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249017
Book TitleDharmdiwakar Chothmalji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size378 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy