Book Title: Dharmdiwakar Chothmalji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૭. ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ જન્મ અને બાલ્યકાળ : ભારતની પુણ્યભૂમિ અનેક કર્મવીરો, શૂરવીરો, ધર્મવીરોના જન્મથી સદા પવિત્ર રહી છે. તેમાંય માલવભૂમિમાં તો અનેક સંતો તેમજ તપસ્વીઓ ઉપરાંત વિક્રમાદિત્ય જેવા પ્રતાપી, વિદ્યાવ્યાસંગી અને પ્રજાવત્સલ રાજાઓનો જન્મ થયો હતો. આ જ ભૂમિમાં, મધ્યપ્રદેશના નીમચ’ નગરમાં સંવત ૧૯૩૪ના કારતક સુદ ૧૩ ને રવિવારે માતા કેસરબાઈની કૂખે એક શિશુનો જન્મ થયો. તેના પિતા ગંગારામજી એક આચારનિષ્ઠ અને ધર્મપ્રેમી, સદ્ગૃહસ્થ હતા. તેમના ઘરે અવારનવાર સાધુ-સાધ્વીઓ આવતાં. તેથી સર્વ કુટુંબીજનોને તેમના દર્શનનો લાભ સહેજે સહેજે મળી રહેતો. નામ-વિવેચન ; બાળકના જન્મથી સારાય પરિવારમાં હર્ષા માતો નહોતો. વિદ્વાન બ્રાહ્મણો-જ્યોતિષીઓ દ્વારા આ બાળકનું નામ ‘ચોથમલ’ રાખવામાં આવ્યું. ચોથનો અર્થ ચાર થાય છે. ચારના આંકડાની વિશેષતા નીચે પ્રમાણે જાણવી : (૧) મોક્ષમાર્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પછી ચોથું અંગ ‘તપ’ ગણાય છે. કોટિ વર્ષમાં કરેલાં કર્મો તપ કરવાથી નષ્ટ થઈ જાય છે. (૨) પાંચ Jain Education International - ૧૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7