Book Title: Dharmdiwakar Chothmalji Maharaj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ ૧૩૧ મહાવ્રતોમાં ચોથા “બ્રહ્મચર્યને ઢાલ સમાન ગણવામાં આવે છે. બ્રહ્મચર્યને આત્મસાધનાનું સર્વોચ્ચ અંગ માનવામાં આવે છે. (૩) ધર્મના ચાર ભેદોમાં ચોથો ભેદ ભાવ” છે. ધર્મમાર્ગમાં ભાવ મુખ્ય છે. તેના દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. (૪) ચૌદ ગુણસ્થાનકોમાં ચોથું ગુણસ્થાનક સમ્યકત્વ છે. તેને આધારશિલા ગણીને મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે, “વ્યક્તિના નામથી પણ વ્યક્તિનો પ્રભાવ અવશ્ય પડે છે.” પરિવાર : ચોથમલજી મહારાજને બે ભાઈ અને બે બહેનો હતાં. મોટા ભાઈનું નામ કાલૂરામ અને નાના ભાઈનું નામ ફતેહગંદ હતું. નવલબાઈ તથા સુંદરબાઈ એ બે બહેનો હતી. ચોથમલજી સાત વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને વિદ્યા-અધ્યયન માટે સ્કૂલમાં મૂક્યા. બાળકમાં કુશાગ્રબુદ્ધિ હોવાથી અક્ષરજ્ઞાન તેમજ હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગણિત વગેરે વિષયોનું જ્ઞાન તેણે શીઘ્રતાથી પ્રાપ્ત કર્યું. બાળપણથી જ નવાં નવાં પુસ્તકો વાંચવાનો શોખ હોવાથી જ્યારે પણ સમય મળતો ત્યારે તેનો તેઓ સદુઉપયોગ કરી લેતા. તેમને સંગીતનો પણ શોખ હતો. ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવાથી ગંભીરતા અને વિનય જેવા ગુણો તેમનામાં બાલ્યાવસ્થાથી જ હતા. વૈરાગ્ય ફરાણા: ચોથમલજીની ઉંમર ૧૩ વર્ષની થઈ ત્યારે ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવા છતાં તેમના મોટા ભાઈકાલૂરામજીને બહારના કુસંગને કારણે જુગાર રમવાની આદત પડી ગઈ હતી. તેના કારણે એક દિવસ રાત્રે તેમને સતત જીતતા જોઈને મિત્રોએ ગળું દબાવીને મારી નાખ્યા. આથી કિશોર ચોથમલજી સમજી ગયા કે વ્યસનનું પરિણામ દુ:ખદ હોય છે. આ પ્રસંગથી તેમની ગંભીરતા વધી ગઈ. કાલૂરામજીના મૃત્યુથી ગંગારામજીને વૃદ્ધાવસ્થામાં ભારે આઘાત લાગ્યો. માતા કેસરબાઈ અને ચોથમલજી તેમની સેવામાં રાત-દિવસ રહેવા લાગ્યાં. છતાં વિ.સં ૧૯૫માં શ્રી ગંગારામજીનો સ્વર્ગવાસ થયો. આથી માતા-પુત્રનું જીવન દુઃખમય થઈ ગયું, પણ બન્ને જણાં સંસ્કારી હોવાથી પોતાના વિચારોમાં વૈરાગ્યભાવ વધારતાં ગયાં. માતા કેસરબાઈના દુ:ખની કલ્પના થઈ શકે તેમ નથી છતાં કિશોર ચોથમલજીનો ભાર તેમના માથે હતો, તેથી તેને કામ પર લગાડવો અને તેનું ગૃહસ્થજીવન શરૂ કરવું–આ બે કાર્ય પૂરાં થઈ જાય પછી પોતે તરત જ દીક્ષા લઈ લેશે તેવો તેમણે નિશ્ચય કર્યો. ચોથમલજીની ઉંમર ૧૬ વર્ષની થઈ ત્યારે માતા તેમજ કુટુંબીજનોએ તેમને લગ્નબંધનમાં બાંધી દેવાનો નિર્ણય કર્યો. તેમનાં લગ્ન પ્રતાપગઢ(રાજસ્થાન)ના નિવાસી શ્રી પૂનમચંદજીની પુત્રી માનકુંવર સાથે ૧૯૫૦માં થયાં. તેમનામાં વૈરાગ્યની ભાવના પહેલેથી હોવાથી અર્થોપાર્જન કરતાં ધમાંપાર્જન કરવાની ઇચ્છા વધારે રહેતી હતી. તે વખતે નીમચનગરમાં અવાર-નવાર સંતોનું આગમન થતું. તેઓ વધારે સમય તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7