Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 6
________________ તે તેમજ છે એવી અખંડ પ્રતીતિ. એ પ્રતીતિના યોગે જગતને સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મ તેને કહેવાય છે કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વીશે કે અમુક અંશે પણ મુક્ત થતું નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબન્ધ અટકી શકતો નથી. અને કર્મબંધ અટકતો નથી ત્યાં સુધી તેના ફળસ્વરૂપે જન્મસ્મરણ અને તજીનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડાનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં થવાતું નિમિત્ત છે. એ નિમિત્ત મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય, ત્યાં સુધી તગ્નિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાને ઉપાય એક જ છે અને તે હિંસાદિ પાપસ્થાનેથી નિવૃત્ત થવું તે છે. પરપીડા એ પાપ છે અને પર-ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પિતાને કઈ પીડા આપે તે તે પાપી છે, એમ માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી, એમ કયી રીતે કહી શકે ? પિતાના ઉપર કેઈ ઉપકાર કરે છે તે પુણ્યનું કામ કરે છે એમ જ લાગે છે, તે તે નિયમ પિતાને માટે સાચે છે અને બીજાને માટે સાચો નથી, એમ કેણ કહી શકે ? વિશ્વના અવિચલ નિયમો અકાટ્ય હોય છે. કાંટામાંથી કાંટા ઉગે છે અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમને અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે. ચારિત્રધર્મ એ પરપીડાના પરિહારસ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપરનો અખંડ વિશ્વાસ, એ સભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે. પરને લેશ માત્ર પીડા ન થાય અને સંસર્ગમાં આવનાર યોગ્ય અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિરૂપ ભાવપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈનશાસ્ત્રમાં સૂમમાં સૂમ અગણિત નિયમ બતાવ્યા છે. તે બધાને સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦૭૦ ભેદમાં, અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રકારોમાં થઈ જાય છે. સદાચારનાં સર્વ શ્રેષ્ઠ અંગે તેમાં સમાઈ જાય છે અને એક પણ અંગ બાકી રહેતું નથી. પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રન્થ એટલા માટે મહાગ્રન્થ છે કે સદાચારના એ સર્વ શ્રેષ્ઠ અંગેનું વર્ણન કરવા સાથે એના પાલન માટે અતિ આવશ્યક એવી ચક્રવાલ સામાચારી અને પ્રતિદિન (ઘ) સામાચારી વગેરે સામાચારીઓનું એમાં યુક્તિયુક્ત વિસ્તૃત વિવેચન છે. ઈચ્છા-મિચ્છાદિક દશ પ્રકારની ચક્રવાલ સામાચારી કહેવાય છે અને આવશ્યક-પ્રતિલેખનાદિ પ્રતિદિન (ઓઘ) સામાચારી કહેવાય છે. એના પાલનમાં સતત ઉપયેગવંત જીવને જીવનમાં સદાચારને ભંગ કે તેના ફળ સ્વરૂપ કર્મ બંધ થવાનો અવકાશ રહેતું નથી. શ્રદ્ધાની શુદ્ધિ માટે વીતરાગ, નિર્ગસ્થ અને શ્રુત-ચારિત્ર ધર્મરૂપ શ્રદ્ધેય વસ્તુઓની શુદ્ધિ જોઇએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા કઈ પણ આત્માને પવિત્ર બનાવી શકે છે, એમાં કોઈ પણ જાતની શંકા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 598