Book Title: Dharmasangraha Part 2 Author(s): Bhadrankarvijay Publisher: Amrutlal Jesinghbhai Shah View full book textPage 4
________________ G¬ ભૂમિકા ||||||||||||||||| ધનાં ચાર અગા શ્રદ્ધા વિના એટલે કાઇ પણ એક સારા વિષયની જિજ્ઞાસા થયા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વન સુધરતું નથી અને વન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. જ્ઞાન વિનાનુ` ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્ર વિનાનું ધ્યાન દુર્ધ્યાન છે. દુર્ધ્યાનનું પરિણામ દ્રુતિ છે. દુર્ગંતિથી ભીરૂ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સદ્નાનને પેદા કરનાર સશ્રદ્ધાની છે. શ્રી જૈન શાસનની આરાધના એટલે સશ્રદ્ધા, સજ્જ્ઞાન, સવન અને સર્ધ્યાન તથા એ ચારને ધારણ કરનારા સત્પુરૂષોની આરાધના છે. એ ચારેમાંથી કેાઇની, કે એ ચારને ધારણ કરનાર કોઈ એકની પણ અવગણના એ શ્રી જૈન શાસનની અવગણના છે. એ ચારેની અને એ ચારેને ધારણ કરનાર સત્પુરૂષોની આરાધના એ શ્રી જૈન શાસનની સાચી આરાધના છે. એકલું જ્ઞાન કે એકલું ધ્યાન, એકલી શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. મુક્તિના માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેના સુમેળ અને એ ચારેની સમ્પૂર્ણ શુદ્ધિ છે. અહી શ્રદ્ધા શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન્ અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેને સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને જણાવનારા છે. ક્રિયા શબ્દ ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં સાધનાને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધને ને જણાવનાર છે. એ ચારેની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાન્ અને શ્રદ્ધાનાં હેતુઓ, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધના, ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનાની શુદ્ધિ. જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેમને માર્ગે ચાલનારા નિર્થ અને તેમણે ઋતાવેલા અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે. તેમાં— વીતરાગ Jain Education International વીતરાગ તે છે કે જેમણે રાગાદિ દોષો ઉપર સપૂર્ણ વિજય મેળવ્યેા હોય. જે રાગાદિ દોષાએ ત્રણે જગત ઉપર વિજય મેળવ્યેા છે, તેના ઉપર પણ જેઓએ વિજય પ્રાપ્ત કર્યાં છે, તેઓ ત્રણે જગતના ‘Victors' વિજેતા ગણાય છે. દાષા ઉપરના એ વિજયનું નામ જ વીત For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 598