Book Title: Dharmasangraha Part 1 Author(s): Bhadrankarvijay Publisher: Amrutlal Jesinghbhai Shah View full book textPage 7
________________ ન્યાયપ્રિયતા, શિષ્ટાચારની પ્રશંસા” વગેરે પાંત્રીશ ગુણેના વર્ણનની સાથે સુખી થવા માટે “આહાર-વિહાર-વિહાર-વ-મકાન-ધંધે” વગેરે કેવાં હોવાં જોઈએ?, જીવનના એકેએક આર્યવ્યવહારને પરંપરાએ દુઃખમુક્તિ સાથે કે ગાઢ સંબંધ છે?, મકાન માટે દઢ પાયાની જેમ દુઃખમાંથી મુક્ત થવા માટે ધર્મની ભૂમિકા રૂપ આર્યઆચારે કેટલા અનિવાર્ય છે?, આજના બદલાતા જતા જીવનવ્યવહારથી મનુષ્ય શું ગુમાવ્યું છે? અને ઈષ્ટસુખને માટે તેને પહેલી તકે શું કરવાની જરૂર છે?, વગેરે અનેક બાબતનું સ્પષ્ટ ભાન કરાવ્યું છે. પ્રારંભમાં પુણ્યના પોષણથી થતે પાપને શય, તેથી થતી ચિત્તશુદ્ધિ અને પુષ્ટિ ૨૫ ધર્મનું નિરૂપણ કરીને, તેવા ધર્મ માટે જીવનમાં જરૂરી પાંત્રીશ સામાન્ય ગુણોનું વર્ણન કર્યું છે, કે જેની આધુનિક જગતમાં ખૂબ જ આવશ્યકતા છે. એ ગુણના અભાવથી જ જીવને સત્યની પ્રીતિને બદલે અસત્યની પ્રીતિ થાય છે. એ ગુણોના સતત અભ્યાસથી આત્મામાં સત્યને રાગ જન્મે છે, તેથી તે સત્યને શેધક બની પરિણામે જગતના સત્યને પારખી લે છે. જેને પરિભાષામાં આને સમ્યક્ત્વની પ્રાપ્તિ કહેવાય છે.] પછી તે સત્યને પ્રાપ્ત કરવાના કેવા રાજ્ય સઘળાય પ્રયત્ન આરભે છે [ વ્રતધારી બને છે]? વગેરે હકીકતનું હૃદયંગમ વિસ્તૃત વર્ણન કર્યું છે. તદુપરાન્ત વહેલી સવારે જાગવાથી માંડીને બીજી સવાર સુધીમાં તેણે શું શું કરવું જોઈએ? તે દરેક બાબતનું તેના સમય સાથે ભાન કરાવ્યું છે. વધારે શું? કેવળ દેવ-ગુરૂ અને ધર્મની સેવા રૂ૫ ધાર્મિક કાર્યો જ નહિ, શરીરની હાજતો કે જરૂરીઆત રૂપ શાચિકમ દાતણ-સ્નાનખાનપાન-વ્યાપારકુટુંબપાલન વગેરે જીવનને લગતાં ન્હાનાં-મોટાં દરેક કાર્યો સુખના અર્થીએ કેવી રીતિએ કરવાં જોઈએ? તે સ્પષ્ટ સમજાવ્યું છે. વિશેષમાં પર્વદિવસમાં, ચોમાસામાં, પ્રતિવર્ષે તથા સમગ્ર જીવનમાં પણ કરવા યોગ્ય કાર્યોને વિભાગવાર ખ્યાલ આવે છે. ગ્રંથમાં માત્ર વિષયનું નિરૂપણ જ નથી કર્યું, સ્થલે સ્થલે તે તે વિષયનો અંતિમ નિષ્કર્ષ તથા વાસ્તવતાની સિદ્ધિ પણ કરી છે. સતતાભ્યાસાદિ પ્રકારોમાં ધર્મની ઘટના, પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાનની સંકલન, પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી તથા પૂ. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે સ્વસ્વ મતમાં આગ્રહી હોવા છતાં આભિનિવેશિક મિથ્યાત્વવાળા કેમ નહિ?, સાતમા વ્રતમાં “ઉપભોગ-પરિગ અને ભેગ-ઉપભોગ” શબ્દોની ઘટના વગેરે અનેક બાબતોની કઈ કઈ સ્થલે તે એવી વિશિષ્ટ સંકલનાએ તથા સમન્વય કર્યો છે, કે તે જાણીને વિદ્વાનનું હદય નાચ્યા વિના રહી શકે નહિ. તદુપરાન્ત સ્વ-પર ગચ્છમાં વિવાદાસ્પદ બનેલાં મન્ત, જેવાં કે-પર્વતિથિ વિના પૈષધ કરાય કે નહિ?, સામાયિક લેવામાં ઈરિયાવહિ પ્રતિક્રમણ પહેલાં કરાય કે પછી ?, પાક્ષિક પ્રતિક્રમણ ક્યારે કરવું?, શ્રીસંવત્સરી પર્વ ભાદ્રપદ શુકલ ચતુર્થીએ કે પંચમીએ કરવું?, મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ છે કે નહિ? સ્ત્રીઓ જિનપૂજન કરી શકે કે નહિ?, સ્ત્રીની મુક્તિ થઈ શકે કે નહિ?, શાસ્ત્રોમાં કેસરપૂજાનું વિધાન છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 762