Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 14
________________ ઉબોધન જ્ઞાનનું કિરણ જગતના સંસ્કારજીવનને ઉજાસ આપનાર યદિ કઈ પ્રકાશ હોય તે તે જ્ઞાનપ્રકાશ છે. અસંખ્ય સૂર્યના કે દીવાબત્તીના પ્રકાશ કરતીય જ્ઞાનપ્રકાશના એક કિરણનું પણ મહત્વ અતિ ઘણું વધી જાય છે. સૂર્યને કે દીવાબત્તીને પ્રકાશ રાત્રિના અંધારાને ભલે દૂર કરી શકે, પરંતુ આત્મામાં ભરેલા અજ્ઞાન અંધારાને તે જ્ઞાનપ્રકાશ જ ઉલેચી શકે, કે જે વિના આદરેલી અનન્તની–મોક્ષની મુસાફરી કઈ પણ પ્રાણીથી પૂરી થઈ શકતી જ નથી. ધન્ય છે તે અનન્તજ્ઞાની મહાપુરૂષોને, કે જેઓશ્રી અતિમાનવ-તીર્થકર તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. તેઓશ્રીએ આ જગતનાં ભાવ દારિદ્યોને નિવારવા કાજે જ જ્ઞાનનાં અમૂલ્ય દાન કરેલાં છે. આ શ્રી “ધર્મસંગ્રહ” ગ્રંથ તેને જ એક અંશ છે. ગ્રંથકર્તા ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિવર આ ગ્રંથરત્નના રચયિતા છે. પૂજ્યપાદ તપાગચ્છીય-વિશ્વવિકૃત-અકબરબાદશાહ પ્રતિબંધક–જગદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાની પાટે, બાદશાહ અકબરે આપેલ “સવાઈ હીરલા'નું બિરૂદ ધારણ કરનારા પૂ. આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજા થયા, તેઓની પાટે એક આચાર્ય પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજા થયા અને પછી બીજા આચાર્ય પૂ. શ્રી વિજયતિલકસૂરિજી મહારાજા થયા. આ આચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી મહારાજાની પાટે પૂ. આચાર્ય શ્રી વિજય આનંદસૂરિજી મહારાજા થયા અને તેઓના એક શિષ્ય પંડિત શ્રી શાન્તિવિજયજી ગણી થયા. તેમના શિષ્ય તે પ્રસ્તુત મૂલ ગ્રંથના કર્તા મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર. (જુએ મૂલ ગ્રંથની પ્રશસ્તિના શ્લેકે ૧-૨-૩-૪-૭-૯) રચના સમય– પ્રશસ્તિના શ્લોક ૧૪ માં, આ ગ્રંથ તેઓશ્રીએ વિ. સં. ૧૭૩૧ ના વૈશાખ સુદ ૩અક્ષયતૃતીયાના દિને રચે છે, એમ સ્પષ્ટ જણાવેલું છે. આ ઉપરથી તેઓશ્રીના સમયનું ઐતિૌપ્રમાણ પણ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધથી માંડી અઢારમા સૈકાના પૂર્વાર્ધ સુધીમાં હેવાનું નિઃશંક પ્રતીત થાય છે. તેઓશ્રીની વ્યાખ્યાન છટા ખૂબ રસ ભરપૂર હતી. મહાન તિર્ધર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર પણ તેઓનાં વ્યાખ્યાને પ્રત્યે આકર્ષાયા હોવાનું કેટલીક કિવદન્તિઓ આપણને કહી જાય છે. ઉપાધ્યાયજી શ્રી યશેવિયજી મહારાજની દીક્ષા વિ. સં. ૧૬૮૮ અને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૩ને છે. તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સંશોધનાદિ કાર્ય પણ કરેલું છે. મતલબ કે-આ બંને મહાત્માઓ સમકાલીન હતા. એટલું જ નહિ, પણ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી ગણી તથા ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજી ગણી આદિ મહાપુરૂષે પણ તેઓશ્રીના સમકાલીન હતા. ગ્રંથના સંશાધકે આ ગ્રંથમાં સ્થલે સ્થલે પૂળ વાચકવર શ્રી યશોવિજયજી મહારાજે કરેલાં ઉપયોગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 762