Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 10
________________ લગભગ પાંચ વર્ષ વીતી ગયાં અને આખરે તેમણે મારા ધની ખાતર પણ આ ગ્રંથનું ભાષાન્તર કરવાના આગ્રહ કર્યાં. જેના પરિણામે મારે ગ્રંથનું ભાષાન્તર લખવાના પ્રસગ ઉલ્લેા થયા. તે સમયે તે આ ગ્રન્થને છપાવીને પ્રસિદ્ધ કરવાના વિચાર સરખા પણુ નહાતા, આમ છતાં, વિ. સં. ૨૦૦૪ ના ચાતુર્માસમાં અમદાવાદ જૈન વિદ્યાશાળામાં, પરમપૂજ્ય, પ્રશાન્તતપામૂર્તી, શ્રીસંઘસ્થવિર, પરમાપકારી, મારા પરમ દાદા ગુરૂદેવ આચાય - મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા, કે જેઓશ્રીએ મારી ગૃહસ્થાવસ્થાથી માંડીને આજ પર્યંત કરેલા અનેક ઉપકારાના બદલેા કેમેય વાળી શકાય તેમ નથી તેશ્રીની પવિત્ર નિશ્રામાં શુભ મુહૂર્ત્ત એક ખરો લખે તેમ તે કામ મેં શરૂ કર્યું. ચાતુર્માસ પછી તરત જ અમારા વિહાર મારવાડ તરફ થયા અને લખવાનુ કાય અધુરૂ રહ્યું. તે પછી વિ. સં. ૨૦૦૫ ના ચાતુર્માસમાં અમે વિસલપુર (મારવાડ) માં રહ્યા ત્યાં અરૂ કાર્યાં ચાલુ કર્યું અને ત્યાં ખાકી રહેલું પછીના ત્રણ મહિનામાં શીવગજમાં વિ.સ. ૨૦૦૬ ના મહા સુદ ૧૦ ના રાજ પૂર્ણ કર્યું. આમ જેમ જેમ ગુજરાતી લખાણુ તૈયાર થતું ગયું, તેમ તેમ સુ શ્રા॰ મયાભાઇને મોકલવામાં આવ્યું અને તેએ તેને વાંચી ગયા. સપૂર્ણ વાંચ્યા પછી તેના છપાવવાના વિચાર દૃઢ થયેા. આ પ્રસંગે તેમની માંદગી ચાલુ હતી, શરીર ક્ષીણ થતું જતું હતું અને વધુ જીવવાની આશા છૂટી ગઈ હતી. વિ.સ. ૨૦૦૬ના વૈશાખમાં અમારે અમદાવાદ આવવાનું થયું અને તેમણે મારી પાસે પેાતાની આરાધના માટે ગ્રન્થ રૂપે આ ભાષાન્તર છપાવવાની ભાવના પ્રદર્શિત કરી. તેમની છેલ્લી અવસ્થાના તે મનેરથાને હું ઈન્કારી શકયો નહિ, એથી તેમણે પ્રેસ-કાગળા વગેરેની વ્યવસ્થા કરાવવા માંડી, તેટલામાં તે વિ. સં. ૨૦૦૬ ના પ્રથમ અષાડ વદ ૬ તેએ અવસાન પામ્યા. સ્વર્ગસ્થની ભલામણ મુજખ તેમના સુપુત્રા સુશ્રાવક નરાત્તમદાસ વગેરેએ તે કા વિ. સ. ૨૦૦૭ ના ચાતુર્માસમાં, અમે જ્યારે લાદી (મારવાડ)માં હતા ત્યારે શરૂ કર્યું, કે જે આજે પૂર્ણ થાય છે. આમ ગ્રંથનુ ગુજરાતી ભાષાન્તર અણુધાયુ પ્રકાશન પામે છે. નિવેદન-ઉપર જણાવ્યા પ્રમાણે ભાષાન્તર પ્રકાશનના ધ્યેયથી લખાયુ* ન હતું. તેથી તેમાં પ્રકાશનને અગે જે કાળજી કે પદ્ધતિ સાચવવી જોઈ એ તે સચવાઇ નથી. ઉપરાન્ત મારે માટે આ પ્રયત્ન પહેલા જ હાવાથી લેખન સમધી અજ્ઞાનતાને ચેાગે તથા પ્રેસદોષાદને કારણે પણ ટ્વિટ રહી જવા પામી છે, તેમજ ખરડા રૂપ લખાણું ઉપરથી પ્રેસકાપી કરાવેલી હાવાથી, સસ્કૃત-પ્રાકૃત પદ્યોમાં તથા ભાષાન્તરમાં પણ હૃસ્વ-દીર્ઘ – પદચ્છેદ-પાડભેદ-વિરામચિહના ’ વગેરે ક્ષતિ રહી ગઈ છે, તેમાંથી કેટલુક આવશ્યક શુદ્ધિપત્રક આપવામાં આવ્યુ છે, જેના ઉપયોગ કરવા દરેક વાચકને ખાસ ભલામણુ કરવામાં આવે છે, અને રહી ગયેલી ત્રુટિઓને ક્ષન્તન્ય ગણી સુધારીને વાંચવા વિનતિ છે. 6 ભાષાન્તર લખવામાં મૂલ ગ્રંથને અનુસરવા શકય કાળજી રાખી છે એથી સંસ્કૃત ગ્રંથને વાંચવામાં આ ભાષાન્તર ઉપયાગી થઈ પડશે, તથાપિ અમે અક્ષરા કે શબ્દા કર્યાં નથી, પરન્તુ ભાવાને સાચવવા લક્ષ્ય રાખ્યુ છે. સાક્ષી પાઠોના અં ગ્રંથમાં નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 762