Book Title: Dharm ane Rashtratva
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૪૦ પર્યુષણ પર્વના વ્યાખ્યાન પીસાઈ જવું એનાથી બીજે ગંભીર અન્યાય શો હોઈ શકે ? અને આ મહા અન્યાયનો પ્રતિકાર કરવામાં જીવન સર્વસ્વ હોમાય તેમાં આધ્યાત્મિક ઉન્નતિ શું જેવી તેવી છે? ધર્મ-આધ્યાત્મિક્તા એ જીવન વ્યા૫ક તત્વ હોય અને એ જ તે ગુલામી પ્રજાને. ધર્મપાલન અને આધ્યાત્મિક વિકાસ સશે શક્ય છે? આધ્યાત્મિક જીવન જીવનારને ડગલે ને પગલે ગુલામી–આંતર્ અને બાહ્ય–સામે થવું જ જોઈએ. શ્રેયાર્થીને, મુમુક્ષુને રાષ્ટ્રયુદ્ધમાં ઝંપલાવ્યે જ છૂટકે છે. દુઃખની વાત એ છે કે શ્રેયાર્થીઓ જ–સાધુ સાધ્વીઓ જ જે યુદ્ધમાં મોખરે રહેવા લાયક છે અને રહેવા જોઈએ-તે તેનાથી દોઢ ગાઉ દૂર ભાગે છે. તેમણે જાણવું જોઈએ કે પરમ શ્રેયાર્થી આ યુદ્ધને સારથી છે અને સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ યમ નિયમાદિનું જેમણે પિતાના જીવનમાં વિશેષ પાલન કર્યું છે, તેવા શ્રેયાર્થીઓ તેના સૈનિક સાથીઓ છે અને છેડે ઘણે અંશે પણ સંયમી જીવન જીવનારાઓને જ સિનિક થવાનું આલ્ફન છે. સૈનિકેમાં સંયમી જીવનની જેટલે અંશે ખામી હોય છે તેટલે અંશે લડતમાં પણ ખામી રહે છે જ. જેમને ચા બીડી વિના ચાલે નહિ, ભૂખ તરસ ટાઢ તડકે વેઠી શકે નહિ, સહેજ વાતમાં છેડાઈ પડતો હોય, જેની જીભ કાબુમાં ન રહે, કુટુંબનો ભાર માથે હોય, પરિગ્રહ ખૂબ વધારે હોય આ માણસ સનિક થાય તો પોતાને અને દેશને લજવે. આથી ઉલટું સાધુ સાધ્વીઓ જેઓ સત્યનિષ્ઠ, બ્રહ્મચારી અપરિગ્રહી, ક્ષમાશીલ, અને સહનશીલ છે અને જે શ્રેયાર્થીએ મહાત્રતોને પોતાના જીવનમાં ઉતારવા મથી રહ્યા છે તેઓ ભલે વિદ્વાન ન હોય, વક્તા ન હોય, શિક્ષિત ન હોય, ભલે સ્ત્રી હોય, વયમાં યુવાન હોય તો પણ લડતને વધારે સુંદર રીતે દોરી શકે અને યશ અપાવી શકે. આ યુદ્ધનું હથિયાર બુદ્ધિ કરતાં ચારિત્ર વિશેષ છે અસાધુતાની સામે સાધુતાએ લડવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6