Book Title: Dharm ane Rashtratva Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 3
________________ ૧૩૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જેમ પૂર્વના કણાનુબંધ કરીને અમુક કુટુંબમાં જન્મ થાય છે અને ત્યારથી જ તેના પ્રત્યેના ધર્મ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે અમુક દેશમાં જન્મ થવો તે પણ ઋણાનુબંધનું કારણ હોઈ શકે અને તેથી જન્મથી જ જન્મભૂમિ પ્રત્યેના ધર્મ પ્રાપ્ત થાય છે. જે ભૂમિનાં અન્ન જળ વચ્ચે આ કાયા ધારણ પિષણ અને રક્ષણ પામે છે, જેની સંસ્કૃતિનું ધાવણ આપણે ધાવ્યા છીએ તેના પ્રત્યે, તેની. જનતા પ્રત્યે આપણે સેવાધર્મ છે તે સમજાવવું પડે તેમ છે ? આપણે આ રાષ્ટ્રધર્મ વિશાળ વિશ્વધર્મ ભૂતધર્મ અથવા આધ્યાત્મિકધર્મ સાથે અવિરેાધી છે, બકે સુસંગત છે. પાતિવત્યમાં પરપુરુષને દ્વેષ નથી, ઇષ્ટદેવની ભક્તિમાં અન્ય દેવને તિરસ્કાર નથી, તેમ સાચા રાષ્ટ્રધર્મમાં પર રાષ્ટ્ર પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર નથી. રહ્યો. પોતાના કુટુંબનું ન્યાયરીતે ધારણ પિષણ અને સત્ત્વસંશુદ્ધિ થઈ શકે તે માટે તેના નિયંતા બનવું એ ખરે કુટુંબ ધર્મ છે તેવી જ રીતે રાષ્ટ્રનાં ધારણ પોષણ અને સત્ત્વસંશુદ્ધિ ન્યાય્યરીતે શકય બને તે સારૂ રાષ્ટ્રને માટે સ્વરાજ્ય મેળવવું તે ખરો રાષ્ટ્રધર્મ છે. આમાં પર રાષ્ટ્રનું રાજ્ય પચાવી પાડવાની અધર્મ યુક્ત વાત નથી. અલબત્ત આપણા રાષ્ટ્રને પરરાજ્યની ધુંસરીમાંથી મુક્ત કરવાના પ્રયત્નમાં પરરાજ્યને દેખીતી હાનિ લાગવાને સંભવ છે; પરંતુ આપણું રાષ્ટ્ર મુકિતને જે માર્ગ ગ્રહણ કર્યો તે ધર્મયુક્ત હેવાથી તે હાનિ આપણને દોષકર નથી. આ માર્ગ તે કયો અને તેની વિશિષ્ટતા શું છે તે જોઈએ. રાષ્ટ્ર મુક્તિને માર્ગ અહિંસાને ગ્રહણ કર્યો છે. કોઈ પણ અંગ્રેજને વાળ સરખો વાંકે ર્યા વિના, તેને ગાળ સરખી દીધા વિના, મનથી પણ તેનું ભૂંડું ઇચ્છયા વિના માત્ર શાંત પણ જવલંત સત્યાગ્રહથી સ્વરાજ્ય મેળવવાને આપણે દારો છે. આ પ્રકારનું પ્રજા પ્રજા વચ્ચેનું યુદ્ધ જગતના ઈતિહાસમાં અવનવું છે. આ યુદ્ધને પ્રણેતા હિંદનો અકે જગતનો સર્વશ્રેષ્ઠ સન્ત પુરુષ છે. ન્યાયયુક્ત હિંસક યુદ્ધને પણ ધર્મયુદ્ધ કહેવાને પ્રચાર છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6