Book Title: Dharm ane Rashtratva
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ધર્મ અને રાષ્ટ્રત્વ ૧૩૯ તો આ તે એથીય વિશેષ ન્યાયયુક્ત અહિંસક યુદ્ધ છે અને તેથી તે સાચે જ ધર્મયુદ્ધ છે. તેમાં સાધ્ય તેમજ સાધન બને ધર્મયુક્ત છે. આવા શુદ્ધ ધર્મયુદ્ધના વિજ્યમાં જેનધર્મનો પણ વિજય રહેલો છે. કેમકે બન્નેને મુખ્ય સિદ્ધાંત અહિંસા છે. જેને પોતાના સાચા અહિંસા ધર્મને ઓળખે અને આ ધર્મયુદ્ધનું રહસ્ય સમજે તો તેઓ દેશને તારે અને પિતાના ધર્મને દિવિજય કરાવે. સાંપ્રત રાષ્ટ્રધર્મનું–બીજું વિશિષ્ટ અંગ ખાદી પ્રચાર છે. ખાદી પ્રચાર એટલે દરિદ્રનારાયણની સેવા. પૃથ્વીના પડ પર ગરીબમાં ગરીબ દેશ આપણે હિંદુસ્તાન છે. દેશની સેવા એટલે ગરીબની સેવા અને તે કેવી રીતે સૌ કોઈ કરી શકે ? જ્યાં કરે હાડપિંજરોને એક ટાણું પણ પૂરું અન્ન મળતું નથી અને બદલવાને બીજું વર મળતું નથી. ત્યાં તેને રોજનો એકપિસો પણ વધારે મળે તે તેને તે મહેર સમાન થાય. ત્યારે શું તેમને માટે અન્નક્ષેત્ર ખોલવાં કે રોજ દક્ષિણ વહેંચવી ? આ માગે તો પરાપૂર્વથી આપણે ત્યાં પ્રચલિત છે પણ આ ઉપાય તો વ્યાધિ કરતાં પણ બૂરો થઈ પડ્યો છે એ કણ નથી જાણતું ? માટે ખર ઉપાય તો ગાંધીજીને રેટિયામાં જડા. આ. સુદર્શનચક્ર જ દેશની ગરીબાઈ થોડીક પણ ફેડી શકે તેમ છે. ઘેર ઘેર રેંટિયા ચાલે અને અનેક કાંતનાર. અને વણકરેને રેજી મળે, વસ્ત્ર મળે અને પરદેશ ઘસડાઈ જતી રૂ. ૬૦ કરોડની લક્ષ્મીદેશમાં રહે. જેન ધર્મમાં દયાધર્મને પ્રાધાન્ય આપ્યું છે આ દયાધર્મનું પાલન ખાદી દ્વારા દરિદ્રોની સેવા સિવાય બીજી કઈ રીતે સરસ થવાનું હતું ? જેમ જેમ ઉંડા ઊતરીને વિચારશું તેમ તેમ સ્પષ્ટ માલુમ પડશે કે શ્રેયાર્થીને રાષ્ટ્રધર્મ પ્રત્યે આંખમીંચામણું કરે ચાલે તેમજ નથી. જે તેણે ચિત્તશુદ્ધિ કરવી હોય, ગુણત્કર્ષ દ્વારા જીવન આધ્યાત્મિક બનાવવું હોય તે સમાજના અન્યાય સામે અહિંસક યુદ્ધ લડવું જ જોઈએ. અને પરરાજયની ધુંસરી તળે રાષ્ટ્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6