Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રાષ્ટ્રત્વ
અનાદિ કાળથી મનુષ્યની પ્રવૃત્તિમાત્રને હેતુ સુખપ્રાપ્તિ રહ્યો છે. અનેક વસ્તુઓની પાછળ સુખને માટે ભમ્યા છતાં સુખ મૃગજળની માફક દૂર ને દૂર જતું જાય છે અને આમ નિરંતર શાશ્વત સુખની ખેજ ચાલ્યાં કરે છે. અંતે “કેડે છોકરું ને ગામમાં શોધ્યું” એ લોકોક્તિ પ્રમાણે પરમ સુખનું ધામ અંતરમાં જ-આત્મામાં લાગ્યું. આમ આત્માની શોધ કરવી, તેના સ્વરૂપને ઓળખવું એ જ પરમ શ્રેયને માર્ગ જણાય. આ શ્રેયમાર્ગ તે ધર્મ.
પરંતુ ધર્મમાં આત્માની સૂક્ષ્મતા અને પારલૌકિકતા પર એટલો બધે ભાર મૂકાયો કે આત્મા દેહધારી છે અને દેહદ્વારા જગત સાથે તેને નિકટનો સંબંધ છે અને તે સંબંધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં અવગણું ન શકાય એ વાત જ જાણે ભૂલાઈ ગઈ પરિણામે જડભરતની પેઠે કુટુંબ અને સમાજથી ડરીને દૂર ભાગવામાં જ મેક્ષ રહેલો છે એવો વૈરાગ્યને ભૂલ ભરેલ આદર્શ રજુ થયો. સમાજમાંથી નાસી છૂટવાના–બાહ્ય સન્યાસના મિથ્યા પ્રયત્નો થયા. ધર્મ, દેરાસરે, મંદિર, મસજદો અને દેવળોમાં કેદ થયો. ધાર્મિક અને વ્યવહારિક એવા જીવનના બેટા ભેદ પડ્યા. ધર્મ અને જીવનને જાણે છૂટાછેડા થયા. દૈતાદ્વૈત આદિ અનેક તત્ત્વવાદના ઝઘડા જાગ્યા અને સંપ્રદાયના ખાબોચીયામાં ધર્મ ડૂળ્યો. આ દોષના નિવારણાર્થે ભગવાન બુદ્ધ આત્માના સ્વરૂપની વાત જ છોડી દીધી છે. તેમની એક આખ્યાયિકા આ સંબંધમાં ઘણું બધપ્રદ છે. તેમના એક શિષ્ય આશંકા કરી કે “મહારાજ આ જગતની ઉત્પત્તિ કેમ અને ક્યારે થઈ તેને હેતુ શો હશે,
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રાષ્ટ્રત્વ
૧૩૭ આત્માનું સ્વરૂપ શું, તેને અને જગતને શો સંબંધ ? ઈત્યાદિ તત્ત્વબોધ આપે કદી કર્યો નથી, ત્યાં સંયમાદિ ધર્મનું પાલન શા અર્થનું ? તેને ઉત્તર મળ્યો “ભાઈ, એક દર્દીને તીર લાગ્યું છે અને તે વૈદ્ય પાસે જઈને કહે છે કે “મારું આ તીર કાઢે, પણું જરા ઉભા રહે, પ્રથમ મને કહે કે આ તીર મારનાર કોણ અને કેવો હશે? શા હેતુથી તીર માર્યું હશે ? તે કઈ દિશામાંથી આવ્યું હશે ?' આ મૂર્ખ દર્દીના જેવી તું વાત કરે છે. આત્મા અને જગતના સ્વરૂપની વ્યર્થ જિજ્ઞાસા છોડી કર્તવ્ય પાલન કરે અને તેમ કરતા સત્યજ્ઞાનની પ્રાપ્તિ યથાકાળે સહેજે થઈ રહેશે.”
આમા દેહી છે, અને ચિત્તધારા દેહી પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિમાં કર્મબંધ ન થાય અને મોક્ષ મળે તે માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. આ ચિત્તશુદ્ધિ અનેક સાત્ત્વિક ગુણોના સપ્રમાણુ વિકાસ વિના શક્ય નથી, અને આ ગુણવિકાસ જીવનના અનેક વ્યાપારમાં જ થઈ શકે છે. સત્ય, અહિંસા, અભય, ક્ષમા, સહનશીલતા આદિ અનેક ગુણોને ઉત્કર્ષ અને કસોટી સમાજમાં જ શક્ય છે એ સહેજે સમજાશે. વળી જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સમાજનો કેવળ ત્યાગ શક્ય પણ નથી. એકાન્તવાસીને પણ નિર્વાહ માટે કોઈને કોઈ પર આધાર રાખવો જ પડે છે. આમ છે તે ત્યાગ શાનો થયે? સમાજનો નહિ પણ તેના પ્રત્યેના ધર્મનો જ. સમાજ તરફથી પોષણ અને રક્ષણ મેળવ્યું છે છતાં તેના પ્રત્યેનું પિતાનું ઋણ કબૂલ નથી કરવું એ તો આજના દેવાળીની જેમ લેણદારેને જાણે ઓળખતા જ નથી એના જેવું થયું. ટૂંકમાં સમાજને ત્યાગ અશક્ય છે અને તેને પ્રયત્ન ધર્મદષ્ટિએ અનિષ્ટ છે.
સમાજમાં કુટુંબ, જ્ઞાતિ, રાષ્ટ્ર, સકળ મનુષ્યસમાજ ભૂતસૃષ્ટિ માત્રને સમાવેશ થાય છે. આજે આપણે માત્ર સમાજના એક મહત્ત્વના અંગ, રાષ્ટ્ર પ્રત્યેના આપણુ ધર્મની વાત વિચારવાના છીએ.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જેમ પૂર્વના કણાનુબંધ કરીને અમુક કુટુંબમાં જન્મ થાય છે અને ત્યારથી જ તેના પ્રત્યેના ધર્મ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે અમુક દેશમાં જન્મ થવો તે પણ ઋણાનુબંધનું કારણ હોઈ શકે અને તેથી જન્મથી જ જન્મભૂમિ પ્રત્યેના ધર્મ પ્રાપ્ત થાય છે. જે ભૂમિનાં અન્ન જળ વચ્ચે આ કાયા ધારણ પિષણ અને રક્ષણ પામે છે, જેની સંસ્કૃતિનું ધાવણ આપણે ધાવ્યા છીએ તેના પ્રત્યે, તેની. જનતા પ્રત્યે આપણે સેવાધર્મ છે તે સમજાવવું પડે તેમ છે ?
આપણે આ રાષ્ટ્રધર્મ વિશાળ વિશ્વધર્મ ભૂતધર્મ અથવા આધ્યાત્મિકધર્મ સાથે અવિરેાધી છે, બકે સુસંગત છે. પાતિવત્યમાં પરપુરુષને દ્વેષ નથી, ઇષ્ટદેવની ભક્તિમાં અન્ય દેવને તિરસ્કાર નથી, તેમ સાચા રાષ્ટ્રધર્મમાં પર રાષ્ટ્ર પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર નથી. રહ્યો. પોતાના કુટુંબનું ન્યાયરીતે ધારણ પિષણ અને સત્ત્વસંશુદ્ધિ થઈ શકે તે માટે તેના નિયંતા બનવું એ ખરે કુટુંબ ધર્મ છે તેવી જ રીતે રાષ્ટ્રનાં ધારણ પોષણ અને સત્ત્વસંશુદ્ધિ ન્યાય્યરીતે શકય બને તે સારૂ રાષ્ટ્રને માટે સ્વરાજ્ય મેળવવું તે ખરો રાષ્ટ્રધર્મ છે. આમાં પર રાષ્ટ્રનું રાજ્ય પચાવી પાડવાની અધર્મ યુક્ત વાત નથી. અલબત્ત આપણા રાષ્ટ્રને પરરાજ્યની ધુંસરીમાંથી મુક્ત કરવાના પ્રયત્નમાં પરરાજ્યને દેખીતી હાનિ લાગવાને સંભવ છે; પરંતુ આપણું રાષ્ટ્ર મુકિતને જે માર્ગ ગ્રહણ કર્યો તે ધર્મયુક્ત હેવાથી તે હાનિ આપણને દોષકર નથી. આ માર્ગ તે કયો અને તેની વિશિષ્ટતા શું છે તે જોઈએ. રાષ્ટ્ર મુક્તિને માર્ગ અહિંસાને ગ્રહણ કર્યો છે. કોઈ પણ અંગ્રેજને વાળ સરખો વાંકે ર્યા વિના, તેને ગાળ સરખી દીધા વિના, મનથી પણ તેનું ભૂંડું ઇચ્છયા વિના માત્ર શાંત પણ જવલંત સત્યાગ્રહથી સ્વરાજ્ય મેળવવાને આપણે દારો છે. આ પ્રકારનું પ્રજા પ્રજા વચ્ચેનું યુદ્ધ જગતના ઈતિહાસમાં અવનવું છે. આ યુદ્ધને પ્રણેતા હિંદનો અકે જગતનો સર્વશ્રેષ્ઠ સન્ત પુરુષ છે. ન્યાયયુક્ત હિંસક યુદ્ધને પણ ધર્મયુદ્ધ કહેવાને પ્રચાર છે..
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને રાષ્ટ્રત્વ
૧૩૯ તો આ તે એથીય વિશેષ ન્યાયયુક્ત અહિંસક યુદ્ધ છે અને તેથી તે સાચે જ ધર્મયુદ્ધ છે. તેમાં સાધ્ય તેમજ સાધન બને ધર્મયુક્ત છે. આવા શુદ્ધ ધર્મયુદ્ધના વિજ્યમાં જેનધર્મનો પણ વિજય રહેલો છે. કેમકે બન્નેને મુખ્ય સિદ્ધાંત અહિંસા છે. જેને પોતાના સાચા અહિંસા ધર્મને ઓળખે અને આ ધર્મયુદ્ધનું રહસ્ય સમજે તો તેઓ દેશને તારે અને પિતાના ધર્મને દિવિજય કરાવે.
સાંપ્રત રાષ્ટ્રધર્મનું–બીજું વિશિષ્ટ અંગ ખાદી પ્રચાર છે. ખાદી પ્રચાર એટલે દરિદ્રનારાયણની સેવા. પૃથ્વીના પડ પર ગરીબમાં ગરીબ દેશ આપણે હિંદુસ્તાન છે. દેશની સેવા એટલે ગરીબની સેવા અને તે કેવી રીતે સૌ કોઈ કરી શકે ? જ્યાં કરે હાડપિંજરોને એક ટાણું પણ પૂરું અન્ન મળતું નથી અને બદલવાને બીજું વર મળતું નથી. ત્યાં તેને રોજનો એકપિસો પણ વધારે મળે તે તેને તે મહેર સમાન થાય. ત્યારે શું તેમને માટે અન્નક્ષેત્ર ખોલવાં કે રોજ દક્ષિણ વહેંચવી ? આ માગે તો પરાપૂર્વથી આપણે ત્યાં પ્રચલિત છે પણ આ ઉપાય તો વ્યાધિ કરતાં પણ બૂરો થઈ પડ્યો છે એ કણ નથી જાણતું ? માટે ખર ઉપાય તો ગાંધીજીને રેટિયામાં જડા. આ. સુદર્શનચક્ર જ દેશની ગરીબાઈ થોડીક પણ ફેડી શકે તેમ છે. ઘેર ઘેર રેંટિયા ચાલે અને અનેક કાંતનાર. અને વણકરેને રેજી મળે, વસ્ત્ર મળે અને પરદેશ ઘસડાઈ જતી રૂ. ૬૦ કરોડની લક્ષ્મીદેશમાં રહે. જેન ધર્મમાં દયાધર્મને પ્રાધાન્ય આપ્યું છે આ દયાધર્મનું પાલન ખાદી દ્વારા દરિદ્રોની સેવા સિવાય બીજી કઈ રીતે સરસ થવાનું હતું ?
જેમ જેમ ઉંડા ઊતરીને વિચારશું તેમ તેમ સ્પષ્ટ માલુમ પડશે કે શ્રેયાર્થીને રાષ્ટ્રધર્મ પ્રત્યે આંખમીંચામણું કરે ચાલે તેમજ નથી. જે તેણે ચિત્તશુદ્ધિ કરવી હોય, ગુણત્કર્ષ દ્વારા જીવન આધ્યાત્મિક બનાવવું હોય તે સમાજના અન્યાય સામે અહિંસક યુદ્ધ લડવું જ જોઈએ. અને પરરાજયની ધુંસરી તળે રાષ્ટ્રનું
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પર્યુષણ પર્વના વ્યાખ્યાન પીસાઈ જવું એનાથી બીજે ગંભીર અન્યાય શો હોઈ શકે ? અને આ મહા અન્યાયનો પ્રતિકાર કરવામાં જીવન સર્વસ્વ હોમાય તેમાં આધ્યાત્મિક ઉન્નતિ શું જેવી તેવી છે? ધર્મ-આધ્યાત્મિક્તા એ જીવન વ્યા૫ક તત્વ હોય અને એ જ તે ગુલામી પ્રજાને. ધર્મપાલન અને આધ્યાત્મિક વિકાસ સશે શક્ય છે? આધ્યાત્મિક જીવન જીવનારને ડગલે ને પગલે ગુલામી–આંતર્ અને બાહ્ય–સામે થવું જ જોઈએ. શ્રેયાર્થીને, મુમુક્ષુને રાષ્ટ્રયુદ્ધમાં ઝંપલાવ્યે જ છૂટકે છે.
દુઃખની વાત એ છે કે શ્રેયાર્થીઓ જ–સાધુ સાધ્વીઓ જ જે યુદ્ધમાં મોખરે રહેવા લાયક છે અને રહેવા જોઈએ-તે તેનાથી દોઢ ગાઉ દૂર ભાગે છે. તેમણે જાણવું જોઈએ કે પરમ શ્રેયાર્થી આ યુદ્ધને સારથી છે અને સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ યમ નિયમાદિનું જેમણે પિતાના જીવનમાં વિશેષ પાલન કર્યું છે, તેવા શ્રેયાર્થીઓ તેના સૈનિક સાથીઓ છે અને છેડે ઘણે અંશે પણ સંયમી જીવન જીવનારાઓને જ સિનિક થવાનું આલ્ફન છે. સૈનિકેમાં સંયમી જીવનની જેટલે અંશે ખામી હોય છે તેટલે અંશે લડતમાં પણ ખામી રહે છે જ. જેમને ચા બીડી વિના ચાલે નહિ, ભૂખ તરસ ટાઢ તડકે વેઠી શકે નહિ, સહેજ વાતમાં છેડાઈ પડતો હોય, જેની જીભ કાબુમાં ન રહે, કુટુંબનો ભાર માથે હોય, પરિગ્રહ ખૂબ વધારે હોય આ માણસ સનિક થાય તો પોતાને અને દેશને લજવે. આથી ઉલટું સાધુ સાધ્વીઓ જેઓ સત્યનિષ્ઠ, બ્રહ્મચારી અપરિગ્રહી, ક્ષમાશીલ, અને સહનશીલ છે અને જે શ્રેયાર્થીએ મહાત્રતોને પોતાના જીવનમાં ઉતારવા મથી રહ્યા છે તેઓ ભલે વિદ્વાન ન હોય, વક્તા ન હોય, શિક્ષિત ન હોય, ભલે સ્ત્રી હોય, વયમાં યુવાન હોય તો પણ લડતને વધારે સુંદર રીતે દોરી શકે અને યશ અપાવી શકે. આ યુદ્ધનું હથિયાર બુદ્ધિ કરતાં ચારિત્ર વિશેષ છે અસાધુતાની સામે સાધુતાએ લડવાનું છે.
Page #6
--------------------------------------------------------------------------
________________ ધર્મ અને રાષ્ટ્રત્વ 141 ત્યારે હવે સાધુ સાધ્વીઓ જીવનને મર્મ સમજી દેશની હાકલને માન આપે તો દેશને અજબ પલટો થઈ જાય અને સ્વરાજ્ય હસ્તામલકત થાય. પણ તેમને કેણ સમજાવે સાધુસંઘની જેમ જેમ સંઘ પણ એટલે જ પ્રબળ છે. જૈન સંધ પિતાનો રાષ્ટ્રધર્મ સમજે તો સાધુસંઘને વિનવી, પગે પડીને અને છેવટે તેમની સામે સત્યાગ્રહ કરીને પણ સમજાવી શકે. હવે જમાને ઉલટો આવ્યો છે. પ્રજા રાજને દોરે છે, મજૂરે મુડીદારને દોરે છે યુવાને વૃદ્ધોને દોરે છે તે ધર્મસંધ ધર્માચાર્યો અને સાધુઓને દેરે તેમાં કાંઈ નવાઈ નથી. અંતમાં આજના પવિત્ર પર્યુષણના મહોત્સવ નિમિત્તે એકઠા થયેલા સકળ શ્રેયાર્થીઓ રાષ્ટ્રધર્મના યથાર્થ પાલન દ્વારા પિતાને અને માતૃભૂમિનો મોક્ષ સાથે એ પ્રાર્થના. શારદા મંદિર અમદાવાદ પર્યુષણ પર્વ 1986 5 ચંદુલાલ કાશીરામ દવે (બી. એ. એલ. એલ. બી. )