________________ ધર્મ અને રાષ્ટ્રત્વ 141 ત્યારે હવે સાધુ સાધ્વીઓ જીવનને મર્મ સમજી દેશની હાકલને માન આપે તો દેશને અજબ પલટો થઈ જાય અને સ્વરાજ્ય હસ્તામલકત થાય. પણ તેમને કેણ સમજાવે સાધુસંઘની જેમ જેમ સંઘ પણ એટલે જ પ્રબળ છે. જૈન સંધ પિતાનો રાષ્ટ્રધર્મ સમજે તો સાધુસંઘને વિનવી, પગે પડીને અને છેવટે તેમની સામે સત્યાગ્રહ કરીને પણ સમજાવી શકે. હવે જમાને ઉલટો આવ્યો છે. પ્રજા રાજને દોરે છે, મજૂરે મુડીદારને દોરે છે યુવાને વૃદ્ધોને દોરે છે તે ધર્મસંધ ધર્માચાર્યો અને સાધુઓને દેરે તેમાં કાંઈ નવાઈ નથી. અંતમાં આજના પવિત્ર પર્યુષણના મહોત્સવ નિમિત્તે એકઠા થયેલા સકળ શ્રેયાર્થીઓ રાષ્ટ્રધર્મના યથાર્થ પાલન દ્વારા પિતાને અને માતૃભૂમિનો મોક્ષ સાથે એ પ્રાર્થના. શારદા મંદિર અમદાવાદ પર્યુષણ પર્વ 1986 5 ચંદુલાલ કાશીરામ દવે (બી. એ. એલ. એલ. બી. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org