Book Title: Dharm ane Rashtratva
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ધર્મ અને રાષ્ટ્રત્વ અનાદિ કાળથી મનુષ્યની પ્રવૃત્તિમાત્રને હેતુ સુખપ્રાપ્તિ રહ્યો છે. અનેક વસ્તુઓની પાછળ સુખને માટે ભમ્યા છતાં સુખ મૃગજળની માફક દૂર ને દૂર જતું જાય છે અને આમ નિરંતર શાશ્વત સુખની ખેજ ચાલ્યાં કરે છે. અંતે “કેડે છોકરું ને ગામમાં શોધ્યું” એ લોકોક્તિ પ્રમાણે પરમ સુખનું ધામ અંતરમાં જ-આત્મામાં લાગ્યું. આમ આત્માની શોધ કરવી, તેના સ્વરૂપને ઓળખવું એ જ પરમ શ્રેયને માર્ગ જણાય. આ શ્રેયમાર્ગ તે ધર્મ. પરંતુ ધર્મમાં આત્માની સૂક્ષ્મતા અને પારલૌકિકતા પર એટલો બધે ભાર મૂકાયો કે આત્મા દેહધારી છે અને દેહદ્વારા જગત સાથે તેને નિકટનો સંબંધ છે અને તે સંબંધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં અવગણું ન શકાય એ વાત જ જાણે ભૂલાઈ ગઈ પરિણામે જડભરતની પેઠે કુટુંબ અને સમાજથી ડરીને દૂર ભાગવામાં જ મેક્ષ રહેલો છે એવો વૈરાગ્યને ભૂલ ભરેલ આદર્શ રજુ થયો. સમાજમાંથી નાસી છૂટવાના–બાહ્ય સન્યાસના મિથ્યા પ્રયત્નો થયા. ધર્મ, દેરાસરે, મંદિર, મસજદો અને દેવળોમાં કેદ થયો. ધાર્મિક અને વ્યવહારિક એવા જીવનના બેટા ભેદ પડ્યા. ધર્મ અને જીવનને જાણે છૂટાછેડા થયા. દૈતાદ્વૈત આદિ અનેક તત્ત્વવાદના ઝઘડા જાગ્યા અને સંપ્રદાયના ખાબોચીયામાં ધર્મ ડૂળ્યો. આ દોષના નિવારણાર્થે ભગવાન બુદ્ધ આત્માના સ્વરૂપની વાત જ છોડી દીધી છે. તેમની એક આખ્યાયિકા આ સંબંધમાં ઘણું બધપ્રદ છે. તેમના એક શિષ્ય આશંકા કરી કે “મહારાજ આ જગતની ઉત્પત્તિ કેમ અને ક્યારે થઈ તેને હેતુ શો હશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6