Book Title: Dharm ane Panth 03 Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 5
________________ ૧૪૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન વિકાસ કરી રહ્યા છે. કોઈ જ્ઞાનને, તો કોઈ દર્શનને, તો કાઈ ચારિત્રને. માટે એ સંપ્રદાય જેને ભિન્ન ભિન્ન લાગતા હોય તેને તેમ લાગે, તથાપિ વક્તાને તે તે વિવિધ જણવાથી અખિલ જૈનતાના પ્રત્યેક સંપ્રદાયમાં ભળી ત્રણે ગુણેને સમાન કક્ષામાં લાવવાને પ્રોગ કરી રહ્યો છે. સ્થાનકવાસીઓ મૂતિને માનતા નથી, પરંતુ વક્તાની દૃષ્ટિએ પ્રભુ મહાવીરને માને છે, પ્રભુ મહાવીરની માનસપૂજા પણ કરે છે, તેમનું જ સ્મરણ કરે છે અને તેમના ગુણો ઉપર યથાશક્તિ ધ્યાન પણ કરે છે. આ જ પ્રકારે દિગંબર સંપ્રદાયનો તરણતારણપથ મૂર્તિને માનતો નથી તથાપિ, તાંબરના થાનકવાસી સંપ્રદાયની માફક શ્રી મહાવીરની જ માનસપૂજા–સ્મરણ–ધ્યાન કર્યા કરે છે. આપણે તાંબરે ઉપરનું તો બધું કરીએ છીએ એટલું જ નહિ પણ એ સઘળાં વિધાન ઉપરાંત મૂર્તિદ્વારાએ પણ એ પ્રભુનું પૂજન કરીએ છીએ. વક્તાને તો જણાય છે કે મૂર્તિપૂજક નામ આપણને આપણા વિરોધીએ આપેલું છે. આખા જગતના, લાલનના યથાશક્તિ કરેલા પ્રવાસ-અનુભવપરથી જણાય છે કે કોઈ મૂર્તિપૂજક નથી. બધા એક સરખી રીતે પ્રભુપૂજક છે. દાખલા તરીકે– લાલન પિતાના એક બ્રાહ્મણ મિત્ર સાથે ભુલેશ્વરના મંદિરમાં જાય છે. ત્યાં એક સંસ્કૃત કલેકથી તે એક મહાદેવની આ પ્રકારે પ્રાર્થના કરે છે– મેરૂ પર્વત જેટલી થોડી શી શાહી હેય, સમુદ્રના સરખો નાનો છે ખડી હોય, કલ્પવૃક્ષની શાખાઓની કલમો ઘડી હોય, આખી પૃથ્વીને વીંટાઈ વળે એટલે નાને શે કાગળનો ટુકડે હોય, અને એ ટુકડા પર સાક્ષાત્ સરસ્વતી પોતે નિરંતર, હે પ્રભુ! તારી સ્તુતિ લખે, તથાપિ તારા અનંત ગુણ માપી શકાય નહિ.” આ જ પ્રકારે આમાં તમે પહેલેથી છેલ્લે સુધી જોશે કે એ બ્રાહ્મણપુત્રના આત્મા, માનસ કે વચન કયાં છે! તેને આત્મા તે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7