Book Title: Dharm ane Panth 03
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249630/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ આત્મપ્રિય સુશીલ બહેને અને સુઝ બાંધવા, ધર્મ અને પંથ એ બંને સાપેક્ષ દૃષ્ટિએ વિચારીએ તો કેવળ ભિન્ન નથી, તેમ કેવળ અભિન્ન નથી. આપણે શ્રવણ કર્યું કે ધર્મમાંથી પંથ ઉદ્દભવે છે અને પથે પરસ્પર કલહ કરે છે. તેમ વક્તાની દષ્ટિથી તો પરસ્પર સંપ પણ કરે છે એટલું જ નહિ પણ સુસંપ પણ કરે છે. જે પંથ કે સંપ્રદાયની દૃષ્ટિ તેના સાધ્ય એટલે ધર્મપર છે તે પંથ કે સંપ્રદાય તે જ ધર્મમાંથી નીકળેલા માર્ગની પેઠે-તે જ વૃક્ષમાંથી નીકળેલી શાખાની પેઠે–તે જ સુવર્ણમાંથી ઉત્પન્ન થતાં નાના પ્રકારનાં આકારવાળા અલંકારાની પેઠે, તેઓને પોતાના બંધુ ગણશે, કારણકે તેમનું ઉત્પત્તિ સ્થાન એક જ છે-ધર્મ છે. ધર્મ એ દ્રવ્ય છે અને પથ એ તે તેને પર્યાય છે. ધર્મ એ સુવર્ણ છે, અને પંથ એ સુવર્ણની મુદ્રિકારૂપ તેને આકાર છે. આ હેતુથી જે સંપ્રદાય પોતાના આત્માને એટલે પિતાના મૂળને સંપૂર્ણપણે વળગી રહ્યો છે, તેને તે જ ધર્મમાંથી નીકળેલો બીજે સંપ્રદાય વિરોધી નથી લાગતું, પરંતુ વિવિધ લાગે છે, Different નથી લાગતું પરંતુ various લાગે છે. આ દૃષ્ટિથી ધર્મપથ પિતાના બંધુ પાને જોતાં શીખે તે જગતની વિવિધતામાં જેમ આનંદ છે, તેમ આ પંથના સમન્વયમાં પણ આનંદ લઈ શકીએ. હારમોનિયમમાં જેમ સારી ગ મ પ ધ ની, એવા સાત સૂરે છે, પ્રત્યેકને સૂર વિવિધ છે તથાપિ તેમની harmony-સંવાદન–આપણે ઉપજાવી શકીએ છીએ. તેમ પંથમાંથી પણ આપણે સંવાદન ઉત્પન્ન Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૪૩ કરી શકીએ. તથાપિ આપણું ઐય ક્યાં છે–આપણું મૂળ કયાં છે! એ આપણે જોવું જોઈએ, નહિ તે મૂળ ઉપર કુઠાર પડશે અને જે મૂળને નાશ થશે તો મૂળમાંથી ઉત્પન્ન થયેલા પંથનો પણ નાશ થશે. હવે પળે વિધવિધ થવામાં શો કુદરતનો હેતુ છે એ આપણે જરા વિચારદષ્ટિથી તપાસીએ. આત્મામાં અનંત ગુણો છે. અને એ સઘળા ગુણો ખીલવવાને આત્મામાંથી કુટેલા ધર્મને મુખ્ય ઉદ્દેશ છે. તથાપિ મનુષ્ય સઘળા ગુણે એકી વખતે સંપૂર્ણપણે ખીલવી શક્તિ નથી. એથી કેાઈ ધર્મપંથસંસ્થાપક, જ્ઞાનને મુખ્ય કરી આત્માના બીજા ગુણોને ગૌણ રાખી તેની ખીલવટ પિતે કરી પોતાને અનુસરનારાઓ પાસે એળે બળે કરાવતા રહે છે. તેજ પ્રકારે કોઈ દર્શનને મુખ્ય કરે છે, અને જ્ઞાન અને ક્રિયાને ગૌણ રાખે છે. તેમ જ કાઈક સંપ્રદાય ઉપદેશ છે કે ચારિત્ર વિના-જ્ઞાન દર્શન ક્રિયામાં આવ્યા વિના સર્વ બેટું છે. હવે આપણે જાણીએ છીએ કે સમ્યક્જ્ઞાનમાંથી અનંતજ્ઞાન, સમ્યક્દર્શનમાંથી અનંતદર્શન અને સમન્ચારિત્રમાંથી અનંત આનંદએ ત્રણે સમપ્રમાણમાં ખીલે નહિ ત્યાં સુધી તેને સમન્વય થવો દુર્લભ છે. માટે જ્ઞાનપ્રિયાએ દર્શનપંથ અને ચારિત્રપથની અવગણના કર્યા વિના જ્ઞાનપંથમાં રહી, વિકાસ કરવો અને દર્શનપથીઓની અને ચારિત્રમાર્ગીઓની અનુમોદના કરવી જોઈએ. આમ કરવાથી જ્યાં વિરોધ દેખાય છે ત્યાં વિવિધતા દેખાશે. હવે આપણે જોઈએ કે જેનસમાજમાં દેખાતા ત્રણ સંપ્રદાયો અને તેમાંના એક્કા સંપ્રદાયમાં રહેલા સંધાડા અને ગા અનેક છે. છતાં એક વૃક્ષમાં શાખા ત્રણ હોય અને પ્રત્યેક શાખા ઉપર ફળો જુદે જુદે અંતરે હોય, તથાપિ વૃક્ષના ફળમાં, કુલમાં, પત્રમાં, ડાળીઓમાં, ડાળામાં, થડમાં, મૂળમાં, એક જ રસ (juice) સર્વત્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો વ્યાપી રહેલ હોય છે. તેમ આ સર્વ જુદા જુદા નામે જાણતાને આત્મા, ધર્મરૂપ વૃક્ષમાં સમાય છે. બીજું એક દષ્ટાંત આપણે લઈએ. દિગબંર, વેતાંબર કે સ્થાનકવાસી એ સર્વે જૈનધર્મ માનનારાઓ લગભગ સરખી સંખ્યામાં વહેંચાયા છે. પરસ્પરને નિંદતા જેમ જોવામાં આવે છે તેમ પરસ્પરમાં રહેલા ગુણોને જોઈ સ્તુતિ કરનાર પણ કઈ કઈ ગુણદષ્ટિઓ જડી આવે છે. આપણે જૈનધર્મ માનનારાઓ સવા તેર લાખ જૈનોને અમદાવાદ આમંત્રીએ. અને પછી એક સર્કલમાં ગોઠવીએ. એટલે કે દિગંબર, તેની જોડે સ્થાનકવાસી અને તેની જોડે દેરાવાસી, એ સર્વને એક સર્કલમાં ઉભા રાખી વચમાં આપણું પુણ્યોદયે શ્રી મહાવીરસ્વામી પધારે તો તેને કેણુ વંદન નહિ કરે ? વંદન કરનાર દિગંબર હો કે, શ્વેતાંબર હે, સ્થાનકવાસી છે કે, તારણપથી છે, પરંતુ શ્રી મહાવીરને પિતાના ધર્મપિતા તરીકે સર્વ વંદશે–પૂજશે-આજ્ઞા શિરોધાર્ય કરશે, અને હૃદયમંદિરના સિંહાસન પર બેસાડી તેમની આરાધના કરશે. સર્વ આવેળાએ એ જ પ્રભુનું પૂજન કરે છે, ત્યારે આપણી એકવાક્યતાઆપણે સમન્વય આપણું harmony આપણે સંવાદન ક્યાં છે, તે આ ઉપરથી જોઈ જકાશે. વંદન, નમનનાં વિધાન જુદાં નથી, પણ વિધવિધ છે, પરંતુ એ વંદન કે નમન શ્રી મહાવીરને છે એ વાત ઉદારદીલ તે સ્વીકાર્યા. વિના નહિ રહે. શ્રી મહાવીર આ પ્રમાણે આપણું સર્વના–સવારલાખના જે ધર્મપિતા છે તો આપણે તેના ધમ-રસ પુત્રો છીએ. અને તેથી આપણે એ એક પિતાના ધર્મપુત્રો હોવાથી બધા બાંધવો છીએ. માટે આપણી દૃષ્ટિ આપણું સઘળા વિધાનમાં પ્રથમ શ્રી મહાવીર તરફ હેવી જોઈએ અને પછી આપણું બાંધવો પર. Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૪૫ - કેટલીક જગેએ કહેવામાં આવે છે કે તર્કથી સમાધાન ન થાય; પરંતુ તર્ક કરનાર જે સત્યપ્રિય હોય તો તે અનેક તર્કનો પણ અનેક અપેક્ષાઓનો પણ સમન્વય કે સમાધાન કરી શકે. અપેક્ષાવાદ કે સ્યાદ્વાદનો આત્મા જ સમાધાન છે. અને અપેક્ષાઓ એક સત્યમાંથી ઉત્પન્ન થતા વિધાવધ તર્ક છે. વક્તાને તે જણાય છે કે “મુંડે મુંડે મતિર્ભિન્ના” એમ જે કહેવાય છે-many men, many thoughts-એ જે કહેવત છે, તે અણસમજુ કે અજ્ઞાન મનુષ્યને માટે ભલે હો, તથાપિ તેઓ ન જાણે તેવી રીતે પણ તેઓની એક વાક્યતા કુદરત જાળવી રાખે છે. ઘણા આચારમાં પણ વિચાર એક હોય છે. ચીનની સ્ત્રીએ પોતાના પગ બહુ ટુંકા હવામાં સુંદરતાનું દર્શન કરે છે, અને યુરોપ અમેરિકાની સ્ત્રીઓ પોતાની કમ્મર ટુંકી કરી નાખવામાં સુંદરતા દેખે છે. જાપાનમાં નાક દાબેલું હોય અને ચપટું હોય તો તે સુંદર ગણાય, અને ઈરાનમાં તાણને પણ લાંબું રાખ્યું હોય તો સુંદર ગણાય. બ્રાહ્મણે ગંગામાં સ્નાન કરી વેદના મંત્રો ભણી હિંદુ યજમાનને પવિત્ર કરે છે, એ જ પ્રકારે ક્રિશ્ચિયન બેપ્ટીસ્ટો હોજમાં યજમાનને બેપ્ટીઝમ આપી બાઈબલનાં સૂકતો ભણી પવિત્ર કરે છે. આ દૃષ્ટાંતથી જણાય છે કે આચારમાં વિવિધતા હોવા છતાં પણ સુંદરતા અને પવિત્રતા વગેરે ગુણેમાં આખી માનવજાતિની જ એક વાકયતા છે-unity છે. માટે સો શાણું એ એકમત એવું જે કહેવાય છે તે સ્યાદ્દવાદના સિદ્ધાન્તથી માનવજનતામાં આણી શકાય ખરું. જુઓ, આપણું જેનમાં ત્રણ સંપ્રદાયો છે અને ત્રણે માનીએ છીએ કે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રથી મુક્તિ છે. તથાપિ એ ત્રણે ગુણોને ખીલવવામાં તમે બારીક વિચારથી જોશે તો દરેક સંપ્રદાય એક ગુણને મુખ્ય રાખી, બીજા બેને ગૌણ કરી પિતાને ધાર્મિક Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન વિકાસ કરી રહ્યા છે. કોઈ જ્ઞાનને, તો કોઈ દર્શનને, તો કાઈ ચારિત્રને. માટે એ સંપ્રદાય જેને ભિન્ન ભિન્ન લાગતા હોય તેને તેમ લાગે, તથાપિ વક્તાને તે તે વિવિધ જણવાથી અખિલ જૈનતાના પ્રત્યેક સંપ્રદાયમાં ભળી ત્રણે ગુણેને સમાન કક્ષામાં લાવવાને પ્રોગ કરી રહ્યો છે. સ્થાનકવાસીઓ મૂતિને માનતા નથી, પરંતુ વક્તાની દૃષ્ટિએ પ્રભુ મહાવીરને માને છે, પ્રભુ મહાવીરની માનસપૂજા પણ કરે છે, તેમનું જ સ્મરણ કરે છે અને તેમના ગુણો ઉપર યથાશક્તિ ધ્યાન પણ કરે છે. આ જ પ્રકારે દિગંબર સંપ્રદાયનો તરણતારણપથ મૂર્તિને માનતો નથી તથાપિ, તાંબરના થાનકવાસી સંપ્રદાયની માફક શ્રી મહાવીરની જ માનસપૂજા–સ્મરણ–ધ્યાન કર્યા કરે છે. આપણે તાંબરે ઉપરનું તો બધું કરીએ છીએ એટલું જ નહિ પણ એ સઘળાં વિધાન ઉપરાંત મૂર્તિદ્વારાએ પણ એ પ્રભુનું પૂજન કરીએ છીએ. વક્તાને તો જણાય છે કે મૂર્તિપૂજક નામ આપણને આપણા વિરોધીએ આપેલું છે. આખા જગતના, લાલનના યથાશક્તિ કરેલા પ્રવાસ-અનુભવપરથી જણાય છે કે કોઈ મૂર્તિપૂજક નથી. બધા એક સરખી રીતે પ્રભુપૂજક છે. દાખલા તરીકે– લાલન પિતાના એક બ્રાહ્મણ મિત્ર સાથે ભુલેશ્વરના મંદિરમાં જાય છે. ત્યાં એક સંસ્કૃત કલેકથી તે એક મહાદેવની આ પ્રકારે પ્રાર્થના કરે છે– મેરૂ પર્વત જેટલી થોડી શી શાહી હેય, સમુદ્રના સરખો નાનો છે ખડી હોય, કલ્પવૃક્ષની શાખાઓની કલમો ઘડી હોય, આખી પૃથ્વીને વીંટાઈ વળે એટલે નાને શે કાગળનો ટુકડે હોય, અને એ ટુકડા પર સાક્ષાત્ સરસ્વતી પોતે નિરંતર, હે પ્રભુ! તારી સ્તુતિ લખે, તથાપિ તારા અનંત ગુણ માપી શકાય નહિ.” આ જ પ્રકારે આમાં તમે પહેલેથી છેલ્લે સુધી જોશે કે એ બ્રાહ્મણપુત્રના આત્મા, માનસ કે વચન કયાં છે! તેને આત્મા તે WWW.jainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૪૭ પરમાત્માને જોઈ રહ્યો છે અને તેઓના જ ગુણનું વર્ણન કર્યા કરે છે. જે એ પ્રતિમાનું જ દર્શન કર્યા કરતો હોત, તો તે એમ બોલત કે, “હે પ્રતિમા, તને પાણાની ખાણમાંથી ખોદી કાઢી છે, ફલાણું કડીઆએ ઘડી છે, ફલાણું સલાટે તને ગોળમટોળ બનાવી છે!” આવું તો કયાંય પણ દેખાતું નથી. તો પછી એ મૂર્તિપૂજક કે પ્રતિમાપૂજક ક્યાં છે? એ તે પ્રભુપૂજક છે. એ જ પ્રકારે એ બ્રાહ્મણ મિત્ર લાલનની સાથે ચિંતામણજીના મંદિરમાં આવે છે અને ત્યાં લાલન સંસ્કૃતમાં એક લોક બોલે છે–તેની મતલબ આ પ્રકારે છે. “એક સુંદર વન છે અને તેમાં સર્વ ચંદનના વૃક્ષો છે. એ ચંદનના વૃક્ષોની સુગંધથી આકર્ષાઈ તેની આસપાસ સર્ષો વીંટાઈ રહે છે. પરંતુ એ ચંદનવનમાં મયૂર દાખલ થાય છે. એટલે સર્પો મયૂરના ભયથી ચંદનને છેડી નાસી જાય છે. તેમ હે પ્રભુ પ્રાર્થનાથ, ચંદન જેવા અમારા આત્માની આસપાસ કમૅરૂપી સર્પો વીંટાઈ રહ્યા છે અને અમારી આત્મસુગંધને વિષમય બનાવી રહ્યા છે. આપ અમારા હૃદયવનમાં મયૂરરૂપે પધારે એટલે કર્મોરૂપી સર્વે નાસી જઈ અમારી આત્મસુગંધને તમારા પ્રતાપથી અમૃતમય કરી અમને ને જગતને આનંદ આપે. વક્તાન બ્રાહ્મણ મિત્ર જોઈ શકે છે કે આમાં પ્રતિમા કે મૂર્તિનું દર્શન, પૂજન, કે વંદન નથી, પરંતુ શ્રી પાર્શ્વનાથનું જ દર્શન છે. એ જ પ્રકારે વક્તા મોરબીના એક મિત્ર પાસેથી દસ હજાર રૂપીઆની એક નોટ લે છે, એને બદલે એ મિત્રને એ નોટ કરતાં સુંદર રૂપેરી કાગળ આપે છે, તથાપિ પોતે સ્થાનકવાસી હોવા છતાં પણ એ દસ હજાર રૂપીઆની નોટને રૂપીઆ જ માને છે તેમ આપણે વિધિયુકત થયેલી પ્રતિમાને મૂર્તિ કે પત્થર નથી માનતા પરંતુ પ્રભુ માનીએ છીએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ 148 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો દિગંબર સાધુઓ, દિશારૂપી વસ્ત્રથી પિતાના ચારિત્રને નિર્વાહ કરે છે અને વેતાંબર સાધુઓ પણ આચારાંગસૂત્ર પ્રમાણે “અચેલકમ જણાય છે. “અચેલક' શબ્દનો અર્થ વસ્ત્રરહિત થાય છે, પરંતુ એને અર્થ “અચેલક” એટલે અલ્પવસ્ત્રવાળા કરવામાં આવે છે. આમ એક વસ્ત્રરહિત રહીને અને બીજા અલ્પવસ્ત્રમાં પણ મેહ નહિ રાખીને પિતાના ચારિત્રનો નિર્વાહ કરે એમાં વિરોધ સ્યાદવાદને કયાંથી હોઈ શકે ? | સંવત્સરી પ્રતિક્રમણ કઈ ચોથને દિવસે કરે છે, કોઈ પાંચમને દિવસે કરે છે. હવે પ્રતિક્રમણના હેતુ ઉપર જોઈએ તો પ્રમાદવસથી આમા પોતાનું સ્થાન છેડી પરસ્થાનમાં ગયો હોય–એટલે અતિચાર લાગ્યું હોય, તેને ધોઈ નાખવાનું છે. હવે પાંચમને દિવસે પરભાવમાંથી સ્વભાવમાં આવનારા અને ચોથને દિવસે પરભાવમાંથી સ્વભાવમાં આવનારામાં વિરોધ ક્યાં છેતે કંઈ સમજાતું નથી. માટે જે આશય એક જ છે–વિવિધ તિથિએ કરેલા અનુષ્ઠાનનું ફળ જે એક સરખું આવે છે તો પછી પરસ્પર સુસંપ શા માટે ન સધાવો જોઈએ? શાસ્ત્રમાં કહ્યું છે કે જે ક્રિયા સાધ્યને પહોંચાડે છે તે જ સમ્યક ક્રિયા છે. માટે ચોથ કે પાંચમ જે સાધ્યને પહોંચાડવાને બદલે સાધનમાંથી પણ ખસી જાય અને ખમાવવાને બદલે કલહ વધારે તે ધર્મને બદલે અધર્મ જગતમાં વધે માટે શ્રી મહાવીરને ધર્મન્યાયાધીશ રાખી–તેમના સ્યાદ્દવાદ કે સમાધાનવાદથી વિશ્વના તમામ ધર્મમાગે, ધર્મના નાના સંપ્રદાય, અને સંપ્રદાયના પથગછો અને સંઘાડાને જોતાં શિખીએ તો આ વિશ્વમાં સર્વ ધર્મ સુસંપતા-સંવાદન સંભાળી જગત શાંતિથી સુપ્રગતિના પંથે ચાલતું જશે. તા. 21-8-30 લાલન,