Book Title: Dharm ane Panth 03 Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 3
________________ ૧૪૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો વ્યાપી રહેલ હોય છે. તેમ આ સર્વ જુદા જુદા નામે જાણતાને આત્મા, ધર્મરૂપ વૃક્ષમાં સમાય છે. બીજું એક દષ્ટાંત આપણે લઈએ. દિગબંર, વેતાંબર કે સ્થાનકવાસી એ સર્વે જૈનધર્મ માનનારાઓ લગભગ સરખી સંખ્યામાં વહેંચાયા છે. પરસ્પરને નિંદતા જેમ જોવામાં આવે છે તેમ પરસ્પરમાં રહેલા ગુણોને જોઈ સ્તુતિ કરનાર પણ કઈ કઈ ગુણદષ્ટિઓ જડી આવે છે. આપણે જૈનધર્મ માનનારાઓ સવા તેર લાખ જૈનોને અમદાવાદ આમંત્રીએ. અને પછી એક સર્કલમાં ગોઠવીએ. એટલે કે દિગંબર, તેની જોડે સ્થાનકવાસી અને તેની જોડે દેરાવાસી, એ સર્વને એક સર્કલમાં ઉભા રાખી વચમાં આપણું પુણ્યોદયે શ્રી મહાવીરસ્વામી પધારે તો તેને કેણુ વંદન નહિ કરે ? વંદન કરનાર દિગંબર હો કે, શ્વેતાંબર હે, સ્થાનકવાસી છે કે, તારણપથી છે, પરંતુ શ્રી મહાવીરને પિતાના ધર્મપિતા તરીકે સર્વ વંદશે–પૂજશે-આજ્ઞા શિરોધાર્ય કરશે, અને હૃદયમંદિરના સિંહાસન પર બેસાડી તેમની આરાધના કરશે. સર્વ આવેળાએ એ જ પ્રભુનું પૂજન કરે છે, ત્યારે આપણી એકવાક્યતાઆપણે સમન્વય આપણું harmony આપણે સંવાદન ક્યાં છે, તે આ ઉપરથી જોઈ જકાશે. વંદન, નમનનાં વિધાન જુદાં નથી, પણ વિધવિધ છે, પરંતુ એ વંદન કે નમન શ્રી મહાવીરને છે એ વાત ઉદારદીલ તે સ્વીકાર્યા. વિના નહિ રહે. શ્રી મહાવીર આ પ્રમાણે આપણું સર્વના–સવારલાખના જે ધર્મપિતા છે તો આપણે તેના ધમ-રસ પુત્રો છીએ. અને તેથી આપણે એ એક પિતાના ધર્મપુત્રો હોવાથી બધા બાંધવો છીએ. માટે આપણી દૃષ્ટિ આપણું સઘળા વિધાનમાં પ્રથમ શ્રી મહાવીર તરફ હેવી જોઈએ અને પછી આપણું બાંધવો પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7