Book Title: Dharm ane Panth 03
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ધર્મ અને પંથ આત્મપ્રિય સુશીલ બહેને અને સુઝ બાંધવા, ધર્મ અને પંથ એ બંને સાપેક્ષ દૃષ્ટિએ વિચારીએ તો કેવળ ભિન્ન નથી, તેમ કેવળ અભિન્ન નથી. આપણે શ્રવણ કર્યું કે ધર્મમાંથી પંથ ઉદ્દભવે છે અને પથે પરસ્પર કલહ કરે છે. તેમ વક્તાની દષ્ટિથી તો પરસ્પર સંપ પણ કરે છે એટલું જ નહિ પણ સુસંપ પણ કરે છે. જે પંથ કે સંપ્રદાયની દૃષ્ટિ તેના સાધ્ય એટલે ધર્મપર છે તે પંથ કે સંપ્રદાય તે જ ધર્મમાંથી નીકળેલા માર્ગની પેઠે-તે જ વૃક્ષમાંથી નીકળેલી શાખાની પેઠે–તે જ સુવર્ણમાંથી ઉત્પન્ન થતાં નાના પ્રકારનાં આકારવાળા અલંકારાની પેઠે, તેઓને પોતાના બંધુ ગણશે, કારણકે તેમનું ઉત્પત્તિ સ્થાન એક જ છે-ધર્મ છે. ધર્મ એ દ્રવ્ય છે અને પથ એ તે તેને પર્યાય છે. ધર્મ એ સુવર્ણ છે, અને પંથ એ સુવર્ણની મુદ્રિકારૂપ તેને આકાર છે. આ હેતુથી જે સંપ્રદાય પોતાના આત્માને એટલે પિતાના મૂળને સંપૂર્ણપણે વળગી રહ્યો છે, તેને તે જ ધર્મમાંથી નીકળેલો બીજે સંપ્રદાય વિરોધી નથી લાગતું, પરંતુ વિવિધ લાગે છે, Different નથી લાગતું પરંતુ various લાગે છે. આ દૃષ્ટિથી ધર્મપથ પિતાના બંધુ પાને જોતાં શીખે તે જગતની વિવિધતામાં જેમ આનંદ છે, તેમ આ પંથના સમન્વયમાં પણ આનંદ લઈ શકીએ. હારમોનિયમમાં જેમ સારી ગ મ પ ધ ની, એવા સાત સૂરે છે, પ્રત્યેકને સૂર વિવિધ છે તથાપિ તેમની harmony-સંવાદન–આપણે ઉપજાવી શકીએ છીએ. તેમ પંથમાંથી પણ આપણે સંવાદન ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7