Book Title: Dharm ane Panth 03 Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 6
________________ ધર્મ અને પંથ ૧૪૭ પરમાત્માને જોઈ રહ્યો છે અને તેઓના જ ગુણનું વર્ણન કર્યા કરે છે. જે એ પ્રતિમાનું જ દર્શન કર્યા કરતો હોત, તો તે એમ બોલત કે, “હે પ્રતિમા, તને પાણાની ખાણમાંથી ખોદી કાઢી છે, ફલાણું કડીઆએ ઘડી છે, ફલાણું સલાટે તને ગોળમટોળ બનાવી છે!” આવું તો કયાંય પણ દેખાતું નથી. તો પછી એ મૂર્તિપૂજક કે પ્રતિમાપૂજક ક્યાં છે? એ તે પ્રભુપૂજક છે. એ જ પ્રકારે એ બ્રાહ્મણ મિત્ર લાલનની સાથે ચિંતામણજીના મંદિરમાં આવે છે અને ત્યાં લાલન સંસ્કૃતમાં એક લોક બોલે છે–તેની મતલબ આ પ્રકારે છે. “એક સુંદર વન છે અને તેમાં સર્વ ચંદનના વૃક્ષો છે. એ ચંદનના વૃક્ષોની સુગંધથી આકર્ષાઈ તેની આસપાસ સર્ષો વીંટાઈ રહે છે. પરંતુ એ ચંદનવનમાં મયૂર દાખલ થાય છે. એટલે સર્પો મયૂરના ભયથી ચંદનને છેડી નાસી જાય છે. તેમ હે પ્રભુ પ્રાર્થનાથ, ચંદન જેવા અમારા આત્માની આસપાસ કમૅરૂપી સર્પો વીંટાઈ રહ્યા છે અને અમારી આત્મસુગંધને વિષમય બનાવી રહ્યા છે. આપ અમારા હૃદયવનમાં મયૂરરૂપે પધારે એટલે કર્મોરૂપી સર્વે નાસી જઈ અમારી આત્મસુગંધને તમારા પ્રતાપથી અમૃતમય કરી અમને ને જગતને આનંદ આપે. વક્તાન બ્રાહ્મણ મિત્ર જોઈ શકે છે કે આમાં પ્રતિમા કે મૂર્તિનું દર્શન, પૂજન, કે વંદન નથી, પરંતુ શ્રી પાર્શ્વનાથનું જ દર્શન છે. એ જ પ્રકારે વક્તા મોરબીના એક મિત્ર પાસેથી દસ હજાર રૂપીઆની એક નોટ લે છે, એને બદલે એ મિત્રને એ નોટ કરતાં સુંદર રૂપેરી કાગળ આપે છે, તથાપિ પોતે સ્થાનકવાસી હોવા છતાં પણ એ દસ હજાર રૂપીઆની નોટને રૂપીઆ જ માને છે તેમ આપણે વિધિયુકત થયેલી પ્રતિમાને મૂર્તિ કે પત્થર નથી માનતા પરંતુ પ્રભુ માનીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7