________________
શ્રી નેમિનાથના બ્લેકે
२६८
બાંધવા આયુધ જોઈએ. ૯ શંખ ચક ને ગદા એ નામ, બીને બાંધવ ઘાલે નહીં હામ, એહવે બીજે કઈ બળીયે. જે થાય, આવા આયુધ તેને બંધાય. ૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું હેઠું કામ; એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદજ કીધે. ૧૧ તે ટાણે થયે. મહટ ડમડલ, સાયરના નીર ચઢયા કલ્લેલ; પરવતની ટુકા પડવાને લાગી, હાથી ઘોડા તે જાય છે ભાગી. ૧૨. ઝબકી નારીઓ નવ લાગી વાર, તુટયા નવસર મોતીના હાર; ધરા ધ્રુજી ને મેઘ ગડગડીઓ, મહેટી ઈમારતે તૂટીને પડી. ૧૩ સહુનાં કાળજાં ફરવા લાગ્યાં, સ્ત્રી પુરૂષ જાય છે ભાગ્યાંકૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શું થયે આ તે ઉત્પાત. ૧૪ શંખ નાદ તે બીજે નવ થાય, એહ બળિયે તે કેણ કહેવાય; કાઢે ખબર આ તે શું થયું, ભાંગ્યું નગર કે કેઈ ઉગરીયું. ૧૫ તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ એ તે તમારે નેમજી ભાઈ કૃષ્ણ પુછે છે તેમજ વાત, ભાઈ શે કીધો આ તે ઉત્પાત. ૧૬ નેમજી કહે, સાંભળે હરી, મેં તે અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ૧૭ ત્યારે વિચાર્યું દેવ મેરારિ, એને પરણવું સુંદર નારી, ત્યારે બળ એનું એાછું જે થાય, તે તો આપણે અહીં રહેવાય. ૧૮ એ વિચાર મનમાં આવ્યું, તેડયા લક્ષ્મીજી આદે. પટરાણું; જળક્રીડા કરવા તમે સહુ જાએ, નેમને તમે. વિવાહ મના. ૧૯ ચાલી પટરાણ સરવે સાજે, ચાલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org