Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah
View full book text
________________
શ્રી નેમનાથના શ્લોકા
૨૭૫
એક જ ધ્યાન, દેવા માંડ્યું તિહાં વરસી જ દાન. ૭૧ દાન દઈને વિચાર જ કીધો, શ્રાવણ સુદ છઠનું મુહૂરત લીધે; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર. ૭૨ ગિરનારે જઈને કારજ કીધું, પંચાવનામે દિન કેવલ લીધું; પામ્યા વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યા ચાંગળું પાણ. ૭૩ નેમને જઈ ચરણે લાગી; પીયુજી પાસે મેજ ત્યાં માગી; આપ કેવલ તમારી કહાવું, શુકન જેવાને નહીં જાવું. ૭૪ દીક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પતે કેવલ લીધું મળ્યું અખંડ એ આતમરાજ, ગયા શિવસુંદરી જેવાને કાજ. ૭૫ સુદિની આઠમ અષાઢ ધારી, નેમ વરીયા શિવ વધુ નારી; નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ. ૭૬ યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉંના સુખ તે કેવલી જાણે ગાશે ભણશે ને જે કંઈ સાંભળશે, તેના મનોરથ પુરા એ કરશે. ૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધુ નિશ્ચય વરશે, સંવત એગણીસ શ્રાવણ માસ, વદની પાંચમને દિવસ ખાસ. ૭૮ વાર શુક ને ચોઘડીયું સારું, પ્રસન્ન થયું મનડું મારું ગામ ગાંગડના રાજા રામસિંહ, કીધે શલેક મનને ઉછરંગ. ૭૯ મહાજનના ભાવ થકી મેં કીધે, વાંચી શકે માટે જશ લીધે; દેશ ગુજરાત રેવાશી જાણે, વિશાશ્રીમાલી નાત પ્રમાણે. ૮૦ પ્રભુજીની કૃપાથી નવનિધિ થાય, બેઉ કર જેડી સુરશશી ગાય; નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉને અર્થ એકજ લઈએ. ૮૧ દેવ સૂરજ ને ચંદ્ર છે શશી, વિશેષે વાણી હદયમાં વસી; ખાસી કડીથી પુર મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધો. ૮રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 326 327 328 329 330