________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
પ્રસ્તાવના
પ્રસ્તાવના
દશવૈકાલિક સૂત્ર !
પરમ પાવન પિસ્તાલીશ આગમોમાંનું એક અતિસુંદ૨ આગમ ! ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અંત સુધી જે અખંડ પણે ટકશે !
न
એનો મહિમા અપરંપાર છે, એ તો એના પરથી જ જણાઈ આવે કે ચૌદપૂર્વધર - શ્રુતકેવલિ - શય્યભવસૂરિ મહારાજાએ, માત્ર છ મહિનાનું જેનું આયુષ્ય શેષ હતું, તેવા પોતાના દીક્ષિત પુત્ર ‘મનક'નાં કલ્યાણને માટે પૂર્વોમાંથી તેને ઉદ્ધૃત કર્યું !
કેવા સુંદર પદાર્થો હશે એમાં, જેને ભણવાથી ૬ મહિનામાં સાધુજીવનનો સાર સમજાઈ જાય...આત્મકલ્યાણ નિશ્ચિત થઈ જાય !
આજે પણ એનો મહિમા અખંડ છે - એના ચાર અધ્યયન અર્થસહિત ભણાય નહીં ત્યાંસુધી મહાવ્રત આરોપણ (વડીદીક્ષા) ન કરવાની પરંપરા છે. એનું પાંચમું પિંડૈષણાઅધ્યયન અર્થસહિત ભણ્યા વિના ગોચરી જવાનો અધિકાર નથી મળતો.
એનું સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન અર્થસહિત ભણ્યા વિના દેશના આપવાનો - અરે ! બોલવાનો પણ અધિકાર નથી મળતો... ટંકશાળી અને અર્થશાલિ છે એના વચનો... દરેક સાધુભગવંતે અવશ્ય ભણવા - ગોખવા - સમજવા - ઉતા૨વા જેવા.
પણ, આ તો ચૌદપૂર્વધર મહર્ષિનાં વચનો..ગંભીર, ૨હસ્યભરપૂર... અલ્પમતિ એવા આપણે તેનો તાગ શી રીતે પામી શકીએ ?
ઉપકાર કર્યો આપણા ૫૨ પૂર્વર્ષિઓએ...ભદ્રબાહુસ્વામી મહારાજાએ...નિર્યુક્તિ રચીને...અગસ્ત્યસિંહસૂરિએ ચૂર્ણિ રચીને... હરિભદ્રસૂરિઆદિ મહાપુરુષોએ ટીકાઓ
રચીને
આ વિવરણો પ્રમાણમાં સરળ છે. તાર્કિકશિરોમણિ હરિભદ્રસૂરિ મ.સા.ની ટીકા સૌથી વિસ્તૃત છે. ખૂબ સુંદરપદાર્થો છે, તેમાં
તે
છતાં, પડતાં કાળને કારણે પ્રાથમિક અભ્યાસીઓને તે પણ સમજવું કઠિન પડે, સંભવિત છે.
અને એટલે અનુવાદકાર પૂ.મુ.શ્રી ગુણહંસવિજયજી મ.સા. સરળ ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ પ્રસ્તુત કરી રહ્યા છે.
I
H
ન
-
I
ना