Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના છે. દશવૈકાલિકસૂગ ભાગ-૧ હાલ માં (પ્રસ્તાવના દશવૈકાલિક સૂત્ર ! પરમ પાવન પિસ્તાલીશ આગમોમાંનું એક અતિસુંદર આગમ ! ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અંત સુધી જે અખંડ પણે ટકશે ! એનો મહિમા અપરંપાર છે, એ તો એના પરથી જ જણાઈ આવે કે ચૌદપૂર્વધર - 1 શ્રુતકેવલિ – શયંભવસૂરિ મહારાજાએ, માત્ર છ મહિનાનું જેનું આયુષ્ય શેષ હતું, તેવા | "ી પોતાના દીક્ષિત પુત્ર “મનક’નાં કલ્યાણને માટે પૂર્વોમાંથી તેને ઉદ્ધત કર્યું ! કેવા સુંદર પદાર્થો હશે એમાં, જેને ભણવાથી ૬ મહિનામાં સાધુજીવનનો સાર - સમજાઈ જાય...આત્મકલ્યાણ નિશ્ચિત થઈ જાય ! આજે પણ એનો મહિમા અખંડ છે - એના ચાર અધ્યયન અર્થસહિત ભણાય નહીં | ત્યાંસુધી. મહાવ્રત આરોપણ (વડીદીક્ષા) ન કરવાની પરંપરા છે... એનું પાંચમું પિંડેરણાઅધ્યયન અર્થસહિત ભણ્યા વિના ગોચરી જવાનો અધિકાર નથી મળતો. એનું સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન અર્થસહિત ભણ્યા વિના દેશના આપવાનો - અરે ! | બોલવાનો પણ અધિકાર નથી મળતો... ટંકશાળી અને અર્થશાલિ છે એના વચનો... દરેક | [સાધુભગવંતે અવશ્ય ભણવા - ગોખવા - સમજવા - ઉતારવા જેવા. પણ, આ તો ચૌદપૂર્વધર મહર્ષિનાં વચનો ગંભીર, રહસ્યભરપૂર... અલ્પમતિ ન " એવા આપણે તેનો તાગ શી રીતે પામી શકીએ ? | ઉપકાર કર્યો આપણા પર પૂર્વષિઓએ...ભદ્રબાહસ્વામી મહારાજાએ...નિર્યુક્તિ " રચીને...અગત્સ્યસિંહસૂરિએ ચૂર્ણિ રચીને... હરિભદ્રસૂરિઆદિ મહાપુરુષોએ ટીકાઓ * રચીને... આ વિવરણો પ્રમાણમાં સરળ છે. તાર્કિકશિરોમણિ હરિભદ્રસૂરિ મ.સા.ની ટીકા સૌથી વિસ્તૃત છે. ખૂબ સુંદરપદાર્થો છે, તેમાં... છતાં, પડતાં કાળને કારણે પ્રાથમિક અભ્યાસીઓને તે પણ સમજવું કઠિન પડે, તે I સંભવિત છે. | \ અને એટલે અનુવાદકાર પૂ.મુ.શ્રી ગુણહંસવિજયજી મ.સા. સરળ ગુજરાતી ભાષામાં છે તેનો અનુવાદ પ્રસ્તુત કરી રહ્યા છે. H | ષ * * - ૪જી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 366