Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 359
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ - ૧૪૯ અધ્ય. ૧ નિયુક્તિ य उपदेशः किम् ? - क्रियाप्राधान्यख्यापनपरः स नयो नाम - क्रियानय इत्यर्थः अयं च ज्ञानवचनक्रियारूपेऽस्मिन्नध्ययने क्रियारूपमेवेदमिच्छति, तदात्मकत्वादस्य, ज्ञानवचने तु तदर्थमुपादीयमानत्वादप्रधानत्वान्नेच्छति गुणभूते चेच्छतीति गाथार्थः ॥१४९॥ उक्तः क्रियानयः, न ટીકાર્થ : આ ગાથાની ક્રિયાનયની માન્યતાને અનુસારે વ્યાખ્યા આ પ્રમાણે છે કે ગ્રાહ્ય અને અગ્રાહ્ય અર્થ જણાઈ ગયા બાદ ઐહિક-આમુષ્મિક ફલ પ્રાપ્તિની ઈચ્છાથી યત્ન કરવો જ જોઈએ. કેમકે પ્રવૃત્તિ વગેરે રૂપ પ્રયત્ન વિના જ્ઞાનવાળાને પણ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ દેખાતી નથી. त न બીજાઓએ પણ કહ્યું છે કે “પુરુષોને ક્રિયા જ ફલદાયી છે. જ્ઞાન ફલદાયી મનાયું નથી. કેમકે સ્ત્રી અને ભક્ષ્યનાં ભોગને જાણનારો જ્ઞાનમાત્રથી સુખી થતો નથી.” (આમ આ તો ઐહિકફલની અપેક્ષાએ વાત કરી.) એમ પારલૌકિકફલની પ્રાપ્તિની ઈચ્છાવાળાએ પણ ક્રિયા જ કરવી જોઈએ. જુઓ, તીર્થંકરનું પ્રવચન પણ આ પ્રમાણે જ વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે “ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રુત.... આ તમામ વસ્તુમાં તેણે પોતાનું કર્તવ્ય બજાવી દીધું છે, જેણે તપ અને સંયમમાં ઉદ્યમ કરે છે.” (અહીં તપાદિઉદ્યમ એ ક્રિયા છે, એ ક્રિયાથી જ જીવ કૃતકૃત્ય માન્યો છે.) जि વળી આ બીજા કારણસર પણ આ વાત આ પ્રમાણે સ્વીકારવી જોઈએ. કેમકે તીર્થંકર નિ - અને ગણધરોએ ક્રિયાહીન જીવોનું જ્ઞાન પણ નિષ્ફલ જ કહ્યું છે. મ શા આગમપાઠ છે કે “ગમે એટલું શ્રુત ભણેલું હોય તો પણ ચારિત્રથી હીન જીવને એ ગા - શું લાભ કરશે ? જેમ અંધને લાખો કરોડો પ્રગટેલા દીપકો કશો જ લાભ ન કરે.” આ F પાઠનો અભિપ્રાય એ છે કે અંધ જોવાની ક્રિયા વિનાનો છે, એટલે એને દીપકો નિષ્ફળ છે. એમ ચારિત્રક્રિયા વિનાનાંને શ્રુત નિષ્ફલ છે. ना य આમ આ તો ક્ષાયોપશમિકચારિત્રને આશ્રયીને કહ્યું. (પ્રશ્ન : અહીં તો ક્રિયાની વાત ચાલે છે, એમાં વળી ચારિત્રની વાત કેમ કરો છો ?) ઉત્તર ઃ ચારિત્ર, ક્રિયા આ બધા સમાનાર્થીશબ્દો છે. હવે ક્ષાયિકચારિત્રની અપેક્ષાએ વિચારીએ તો પણ ઉત્કૃષ્ટફલની સાધકતા ચારિત્રની જ જાણવી. કેમકે અરિહંત ભગવંતોને કેવલજ્ઞાન થઈ ગયા બાદ પણ ત્યાંસુધી મુક્તિની ૩૪૨ F F ય *

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366