Book Title: Danvir Meghjibhai Pethraj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૩૪ અર્વાચીન જૈન તિર્ધરો પેથરાજભાઈની સ્થિતિ સાવ સાધારણ, પણ શાખ મોટી, દિલ તો એથીયે મોટું; ધર્મમાં અપાર શ્રદ્ધા. ગામઠી નિશાળમાં મેઘજી ભણ્યા. નાનપણથી જ એની કુશાગ્ર બુદ્ધિનો સૌને પરિચય થઈ ગયો. રમતગમતમાં પાંચ ચોપડી પાસ કરી દીધી અને વિદ્યાર્થી તરીકેની યશસ્વી કામગીરીથી એ અગિયાર વર્ષની ઉંમરે એ જ સ્કૂલમાં માસિક આઠ રૂપિયાના પગારથી શિક્ષક તરીકે જોડાયા. સામેથી માગણી આવી હતી. એ જમાનામાં શિક્ષકનું સ્થાન ખૂબ જ આદરપાત્ર ગણાતું. પણ શિક્ષકની નોકરીમાં જ જીવનનું પૂર્ણવિરામ માની લે તેવો મેઘજીનો જીવ ન હતો. નિશાળમાં લંડન, બર્લિન, ન્યૂયોર્ક, મોમ્બાસા જેવાં નામ એ બાળકોને ભણાવે. એથી એમને સંતોષ ન હતો. એમને તો એ બધાં સ્થળો જાતે જોવાં હતાં. એમના મનમાં એ કોડ જાગ્યા હતા કે હું ક્યારે પરદેશ જાઉં, સારું ધન કમાઉં અને કયારે મારા કુટુંબ, સમાજ અને મા-ભોમને ન્યાલ કરી દઉં? આઠ રૂપિયાની નોકરીથી કરોડો રૂપિયાનું દાન કરવા સર્જાયેલ આ વ્યક્તિના અંતરમાં ચેન કેમ પડે? શિક્ષક તરીકેની નોકરીને લીધે ગામનાં પ્રતિષ્ઠિત કુટુંબો સાથે સંબંધ થયેલો. એવા જ એક સંબંધને લીધે એમણે આફ્રિકા જવાનું નક્કી કર્યું. માબાપે હયું કઠણ કરીને સંમતિ આપી, પણ કહ્યું કે જતાં પહેલાં લગ્ન કરીને જા. માબાપની આશા અનુસાર મેઘજીનાં લગ્ન ચૌદમા વર્ષે મોંઘીબાઈ સાથે થઈ ગયાં. માબાપે જયાંત્યાંથી કરીને મેઘજી માટે ટિકિટના પૈસા એકઠા કર્યા અને એની જવાની તૈયારી કરી. શિક્ષકની નોકરીમાંથી મેઘજીએ રાજીનામું આપ્યું. પરદેશગમન : પંદર વર્ષના એ મેઘજીએ આફ્રિકાની સફરે જવા માટે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. સાથે હતી સફર માટેનો સરસામાન અને પરદેશ ખેડવાના મનોરથની મૂડી. સૌરાષ્ટ્રની ધરતીની બહાર પ્રથમ વાર પગ મૂકનાર મેધજી, દુનિયાદારીની અટપટી બાબતોથી અને ખટપટોથી સાવ અજાણ હતા. આફ્રિકા જવા માટેની જરૂરી વિધિ પતાવી, મેઘજી બંદરે પહોંચ્યા. સ્ટીમર વિષે પૂછપરછ કરવા સામાન એક બાજુ ગોઠવી ને માહિતી મેળવીને પાછા આવ્યા ત્યાં તો સામાનની પેટી જ ગુમ! કાળજામાં ઊંડો ધ્રાસકો પડ્યો. એક બાજુ સ્ટીમર ઊપડવાની તૈયારી હતી. યુવાન બાવરો બની ગયો. બધાને પૂછયું, “મારી પેટી ક્યાં ?” પાસપોર્ટ, પૈસા, કપડાં બધું જ પેટીમાં. કોઈની સહાનુભૂતિ તો મળવાની બાજુએ રહી. એક જણે તો ઉપરથી ટોણો માર્યો, “ભાઈ, સામાન સાચવવાની ત્રેવડ નથી તો શું જોઈને પરદેશ ખેડવા નીકળ્યા છો ?' યુવાનને હાડોહાડ લાગી આવ્યું. જરા જેટલી બેદરકારી અને તેની આટલી મોટી કિંમત ચૂકવવાની! એ પોલીસને મળ્યો. દોડધામ કરી, દોડધામ ચાલુ રહી અને સ્ટીમર ઊપડી ગઈ; સ્ટીમરની સાથે એ યુવાનનાં પરદેશ જવાનાં સ્વપ્નો પણ રોળાઈ ગયો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9