Book Title: Danvir Meghjibhai Pethraj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 9
________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ 241 એમનામાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ પણ હતી. તેઓ વાતાવરણમાં હળવાશ પણ લાવી શકતી. શ્રી ગોહેલ, શ્રી સી. યુ. શાહ વગેરે જેવા બાહોશ સાથીઓ એમને મળ્યા હતા. અંતિમ દિવસો : મેઘજીભાઈનું આરોગ્ય એકંદરે સારું રહેતું, તો પણ ભાવિનાં એધાણ મળી ગયાં હોય તેમ એ છેલ્લે છેલ્લે કહેતા કે, “હમણાં તો આરોગ્ય સારું છે. પણ 60 વર્ષ થયા પછી શું થશે તે કેમ કહી શકાય ?' અને બન્યું પણ એવું જ. તારીખ ૩૦-૭-૧૯૬૪ને ગુરુવારે સવારે રોજના ક્રમ મુજબ એ વહેલા ઊઠી ગયા. પોતાની મેળે ચા કરી અને મણિબહેનની સાથે બેસીને પીધી. દસ વાગે ગભરામણ થવા લાગી. ડૉક્ટર આવ્યા, તપાસીને દવા આપી. અગિયાર વાગે કૉફી પીધી. પણ ત્યારપછી એકાએક તબિયત લથડતી ગઈ. હૃદયરોગનો હુમલો થઈ ચૂક્યો હતો. વધુ કંઈક ઇલાજ કરે ત્યાર પહેલાં પોણા બાર વાગે એ નશ્વર દેહને છોડી ચાલી નીકળ્યા. એ ગયા, પરંતુ પાછળ અદ્ભુત સુવાસ મૂકના ગયા. મણિબહેને ત્યારે મનોબળ દાખવી, એમણે આદરેલાં કાર્યો–ટ્રસ્ટો વ્યવસ્થિત ચાલે તે જોવામાં પોતાનું મન પરોવ્યું. એમની પાછળ કોઈ સ્મારક રચવાની પણ એમણે રજા ન આપી, કારણ કે એમણે આદરેલાં કાર્યો એ જ એમનાં સાચાં સ્મારક હતાં. મેઘજીભાઈ ફાઉન્ડેશન તરફથી કેન્યા સરકારને તબીબી અને શિક્ષણ કેન્દ્રો વધારવા માટે એક લાખ પાઉન્ડ આપવાની જાહેરાન કરવામાં આવી. મહાન પુરુષો એમનાં કાર્યોથી જ અમર બને છે. મેઘજીભાઈ આવા એક મહાન સેવાભાવી, ઉદ્યમી, દાનવીર અને સ્વાશ્રયી પુરુષ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9