Book Title: Danvir Meghjibhai Pethraj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ સમાજસેવાનાં આવાં કાર્યો પાછળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આપેલા દાનની રકમ રૂપિયા એક કરોડથી પણ વધુ થાય છે, ભારત-આફ્રિકામાં આપેલા દાનની કુલ રકમ પણ દોઢેક કરોડથી ઉપર જાય છે. ઉપરાંત, આ માટે સ્થપાયેલાં ટ્રસ્ટોમાંથી થતી આવક નિયમિત રીતે દાનમાં વપરાતી રહે તે તો જુદી. ૨૩૯ લંડનમાં તે વખતના હાઈકમિશનર જીવરાજ મહેતા સાથેની ચર્ચા બાદ વલ્લભવિદ્યાનગરમાં મેડિકલ કૉલેજ ઊભી કરવા માટે એક લાખ દશ હજાર સ્ટર્લિંગ પાઉન્ડના દાનની ઓફ એમણે કરેલી, વિદ્યાનગરના સૂત્રધારો કેટલીક મુશ્કેલીઓને લીધે એમની આ ઓફરનો લાભ લઈ ન શકયા. મેધજીભાઈની એક ખાસિયત હતી કે એ પોતાની શક્તિ બહારની કોઈ યોજના ઘડતા નહિ. ચાહે વેપાર હોય કે સખાવન હોય. આફ્રિકામાં પણ પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી. પુસ્તકાલયો ખોલ્યાં, અનેક બાળકોને ફી અને પુસ્તકોની મદદ કરી. આમ એમની ઉદાર સખાવતોનો લાભ ત્યાંના સ્થાનિક લોકોને પણ આપ્યો. ૧૯૪૩માં બંગાળમાં કારમો દુકાળ પડયો, ત્યારે આફ્રિકામાં વસતા ભારતીયોએ પચાસ હજાર પાઉન્ડ જેવી જંગી રકમ એકઠી કરીને મોકલાવી. તેમાં પણ મેધજીભાઈનો ફાળો-તન, મન, ધનથી—ઘણો મોટો હતો. ફાળો એકઠો કરવા જતાં માન-અપમાનના પ્રસંગો આવે એ, તેઓ સહજ રીતે ગળી જતા. વળી ફાળો પોતાનાથી જ શરૂ કરે. અને પોતે મોટી રકમ લખે એટલે અન્ય લોકો પાસેથી પણ સ્વાભાવિક રીતે જ મોટી ૨કમ મળી જતી. આફ્રિકામાં ગાંધી મેમોરિયલ એકેડેમી સોસાયટી માટે એમનો તન-મન-ધનનો ફાળો ઘણો મોટો હતો. કેન્યામાં ભાગ્યે જ એવી કોઈ સાર્વજનિક શાળા કે હૉસ્પિટલ હશે જેમાં એમનો વત્તોઓછો ફાળો ન હોય. ત્યાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ મોક્લવામાં તથા શિષ્યવૃત્તિઓ આપવામાં પણ એ મદદ કરતી. લગભગ ચાર લાખ શિલિંગ જેટલી રકમ આ શિષ્યવૃત્તિઓ પાછળ ખર્ચાઈ હતી. દાન આપતી વખતે મેધજીભાઈના મનના ભાવ કેવા રહેતા હતા તે એમણે એક વખત ઉચ્ચારેલા એમના જ શબ્દોમાં જોઈએ : “હું એક ગામડામાંથી આવું છું. વર્ષો પહેલાં આજીવિકા માટે પરદેશ ગયેલો અને ઈશ્વરદયાથી વ્યાપારી પ્રવૃત્તિમાં ફળીભૂત થયો છું. હું માનું છું કે મારી કમાણી એ માત્ર મારી નથી, પણ મારા રાષ્ટ્રના ભાઈબહેનોનો તથા જે દેશમાં મેં મુખ્યત્વે આર્થિક વ્યવસાય કરેલો છે તે દેશના વતનીઓનો પણ એમાં હિસ્સો છે. હું સાર્વજનિક કાર્યોમાં શક્તિ મુજબ મદદ કરીને તેઓનો હિસ્સો જ ચૂકવી રહ્યો છું. એમાં કોઈના ઉપર ઉપકાર નથી કરતો પણ મારી ફરજ બજાવું છું.' જીવનમાં આવી નમ્રતા અને ઉદારતા દાખવીને તેઓએ મહાત્મા ગાંધીજીની ટ્રસ્ટીશિપ ભાવનાને મૂર્તિમંત બનાવવાનો For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 ... 5 6 7 8 9