Book Title: Danvir Meghjibhai Pethraj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૪. દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ બાળપણ : બાલસહજ સાહસવૃત્તિથી પ્રેરાઈને છ વર્ષની ઉમરે પતંગ ચગાવવા એ બાળક મડ ઉપર ચઢયો. પણ સમતોલપણું ગુમાવ્યું અને ધબાક લઈને નીચે પડયો. આવો અકસ્માત મોટે ભાગે જીવલેણ જ નીવડે. પણ વિધિના લેખ કંઈક જુદા હશે અને ઘાતમાંથી બાળક ઊગરી ગયો. એ વખતે એ બાળકે શું વિચાર્યું હશે ? કે હવે કોઈ દિવસ ઊંચે ચઢવું નહિ? ના, એવું વિચારે તો મેઘજી શાના? એણે તો વિચાર્યું કે ઊંચે નો ચઢવું જ. આથી પણ વધારે, પણ દષ્ટિ વાસ્તવિકતાની ભૂમિ પર રાખી સ્થિર રહેવું. આ હતો આ બાળકના જીવનનો પહેલો પાઠ ! ઈ. સ. ૧૯૦૪ની સાલ, સપ્ટેમ્બર માસની પંદરમી તારીખ. વિક્રમ સંવત ૧૯૬૧ ની ભાદરવા સુદ છઠ ને ગુરુવારનો એ શુકનવંતો દિવસ. જામનગરથી અઢારેક માઈલ દૂર આવેલા ડબાસંગ ગામમાં ત્યાંના એક જૈન ઓશવાલ પેથરાજભાઈને ત્યાં રાણીબાઈની કૂખે આ મેઘજીનો જન્મ થયો. પેથરાજ ભાઈને સૌથી મોટી દીકરી લક્ષ્મી, પછી ત્રણ પુત્રો અનુક્રમે રાયચંદ, મેઘજી અને વાઘજી, ૨૩૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અર્વાચીન જૈન તિર્ધરો પેથરાજભાઈની સ્થિતિ સાવ સાધારણ, પણ શાખ મોટી, દિલ તો એથીયે મોટું; ધર્મમાં અપાર શ્રદ્ધા. ગામઠી નિશાળમાં મેઘજી ભણ્યા. નાનપણથી જ એની કુશાગ્ર બુદ્ધિનો સૌને પરિચય થઈ ગયો. રમતગમતમાં પાંચ ચોપડી પાસ કરી દીધી અને વિદ્યાર્થી તરીકેની યશસ્વી કામગીરીથી એ અગિયાર વર્ષની ઉંમરે એ જ સ્કૂલમાં માસિક આઠ રૂપિયાના પગારથી શિક્ષક તરીકે જોડાયા. સામેથી માગણી આવી હતી. એ જમાનામાં શિક્ષકનું સ્થાન ખૂબ જ આદરપાત્ર ગણાતું. પણ શિક્ષકની નોકરીમાં જ જીવનનું પૂર્ણવિરામ માની લે તેવો મેઘજીનો જીવ ન હતો. નિશાળમાં લંડન, બર્લિન, ન્યૂયોર્ક, મોમ્બાસા જેવાં નામ એ બાળકોને ભણાવે. એથી એમને સંતોષ ન હતો. એમને તો એ બધાં સ્થળો જાતે જોવાં હતાં. એમના મનમાં એ કોડ જાગ્યા હતા કે હું ક્યારે પરદેશ જાઉં, સારું ધન કમાઉં અને કયારે મારા કુટુંબ, સમાજ અને મા-ભોમને ન્યાલ કરી દઉં? આઠ રૂપિયાની નોકરીથી કરોડો રૂપિયાનું દાન કરવા સર્જાયેલ આ વ્યક્તિના અંતરમાં ચેન કેમ પડે? શિક્ષક તરીકેની નોકરીને લીધે ગામનાં પ્રતિષ્ઠિત કુટુંબો સાથે સંબંધ થયેલો. એવા જ એક સંબંધને લીધે એમણે આફ્રિકા જવાનું નક્કી કર્યું. માબાપે હયું કઠણ કરીને સંમતિ આપી, પણ કહ્યું કે જતાં પહેલાં લગ્ન કરીને જા. માબાપની આશા અનુસાર મેઘજીનાં લગ્ન ચૌદમા વર્ષે મોંઘીબાઈ સાથે થઈ ગયાં. માબાપે જયાંત્યાંથી કરીને મેઘજી માટે ટિકિટના પૈસા એકઠા કર્યા અને એની જવાની તૈયારી કરી. શિક્ષકની નોકરીમાંથી મેઘજીએ રાજીનામું આપ્યું. પરદેશગમન : પંદર વર્ષના એ મેઘજીએ આફ્રિકાની સફરે જવા માટે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. સાથે હતી સફર માટેનો સરસામાન અને પરદેશ ખેડવાના મનોરથની મૂડી. સૌરાષ્ટ્રની ધરતીની બહાર પ્રથમ વાર પગ મૂકનાર મેધજી, દુનિયાદારીની અટપટી બાબતોથી અને ખટપટોથી સાવ અજાણ હતા. આફ્રિકા જવા માટેની જરૂરી વિધિ પતાવી, મેઘજી બંદરે પહોંચ્યા. સ્ટીમર વિષે પૂછપરછ કરવા સામાન એક બાજુ ગોઠવી ને માહિતી મેળવીને પાછા આવ્યા ત્યાં તો સામાનની પેટી જ ગુમ! કાળજામાં ઊંડો ધ્રાસકો પડ્યો. એક બાજુ સ્ટીમર ઊપડવાની તૈયારી હતી. યુવાન બાવરો બની ગયો. બધાને પૂછયું, “મારી પેટી ક્યાં ?” પાસપોર્ટ, પૈસા, કપડાં બધું જ પેટીમાં. કોઈની સહાનુભૂતિ તો મળવાની બાજુએ રહી. એક જણે તો ઉપરથી ટોણો માર્યો, “ભાઈ, સામાન સાચવવાની ત્રેવડ નથી તો શું જોઈને પરદેશ ખેડવા નીકળ્યા છો ?' યુવાનને હાડોહાડ લાગી આવ્યું. જરા જેટલી બેદરકારી અને તેની આટલી મોટી કિંમત ચૂકવવાની! એ પોલીસને મળ્યો. દોડધામ કરી, દોડધામ ચાલુ રહી અને સ્ટીમર ઊપડી ગઈ; સ્ટીમરની સાથે એ યુવાનનાં પરદેશ જવાનાં સ્વપ્નો પણ રોળાઈ ગયો! Page #3 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ ૨૩૫ હતાશ વદને મેઘજીએ વિચાર્યું : શું હવે કદી પણ પરદેશ જઈ નહિ શકાય? મહામહેનતે માબાપે ટિકિટના પૈસા એકઠા કરેલા અને દીરે પરદેશ જઈને પુષ્કળ ધન કમાઈ લાવશે, એ સ્વપ્નો સેવતાં માબાપને શું મોં બતાવીશ ? શિક્ષકની નોકરીમાંથી તો રાજીનામું આપી દીધું હતું. હવે શું કરવું? ગામમાં જવું કે મુંબઈમાં જ રહી જવું? શું કરું અને શું નહિ ? થોડી વારે મેઘજીએ પોતાની જાતને સંભાળી લીધી. આમ એક પ્રસંગથી જીવનમાં હાર માની લેવાય નહિ. કોઈ પણ ભોગે આ પરદેશની યાત્રા ખેડવી જ જોઈએ. આ પ્રસંગથી એને જબરદસ્ત પાઠ મળ્યો કે જીવનના પથ પર સતત સાવચેત રહેવું. સામાન્ય માનવી સંજોગોને આધીન થાય છે પણ અસામાન્ય માનવી નો સંજોગો પર સવાર થાય છે. એણે વિચાર્યું : ગામમાં પાછું જવું અને ફરી પ્રયત્ન કરવો. ગામમાં કોઈને મોં ન બતાડાય એવું કોઈ ખરાબ કામ તો એણે કર્યું નથી, પછી નાનમ શાની? પોતાની બેદરકારીની શિક્ષા પોતે જ ભોગવશે. અને યુવાન મેઘજી ઘરે આવ્યા. બધાને ઘડીભર આશ્ચર્ય થયું. મેઘજીએ માંડીને વાત કરી. પણ હવે શું? મેઘજીએ કહ્યું, “પ્રારબ્ધ મારી કસોટી કરી રહ્યું છે. હું જ હિંમત હારી જઈશ તો જિંદગી આખી અહીં ગામઠી સ્કૂલમાં શિક્ષક તરીકે જ કામ કરવું પડશે. પરદેશ જવાની આવી તક ફરીફરીને મળવાની નથી.” માતાપિતા પુત્રની મહત્ત્વાકાંક્ષા સમજી શક્યાં. એકાદ ઠોકરથી પુત્રની કારકિર્દીનો અંત આવી જાય એવું નો એય ઇચ્છનાં ન હતાં, પણ કરવું શું? માતાને એ રાડો ઊંઘ ન આવી. આખરે મા તે મા ! રાણીબાઈએ સવારે પેથરાજભાઈ આગળ દરખાસ્ત મૂકી. આ દાગીના ખરે વખતે કામ ન આવે તો શું કરવાના? પેથરાજભાઈએ આ દરખાસ્ત કડવે મને સ્વીકારી લીધી. દાગીના ગીરો મૂકીને મેઘજીની ટિકિટની વ્યવસ્થા કરી અને છેવટે ઈ. સ. ૧૯૧૯ ના જુલાઈની ૧૮મી તારીખે મેઘજીએ મોમ્બાસાની ધરતી પર પગ મૂક્યો. ધંધાકીય પ્રવૃત્તિઓ અને આર્થિક પ્રગતિ : મોમ્બાસાની એક જાણીતી પેઢીમાં મેઘજી નામું લખનાર મહેતાજી તરીકે જોડાયા. આવડી મોટી પેઢીનું નામું મુંઝવી નાખે તેવું હતું. મેઘજીએ તો ચોપડો સુધ્ધાં જોયો ન હતો. પણ ભારતનો કિનારો છોડ્યો ત્યારે જ મેઘજીએ મનોમન ગાંઠ વાળેલી કે નામ અને દામ કમાયા સિવાય પાછું વળવું નથી. નામું એ કોઈ પણ વેપાર ધંધાની ચાવી છે, એ વાત મેઘજીએ જાણી લીધી. એટલે પોતાની નોકરીને માટે યોગ્ય નીવડી શકાય તથા ભવિષ્યમાં પ્રગતિ કરી શકાય તે માટે એમણે એમના મિત્ર પાસે નામું શીખવા માંડયું. બે-ત્રણ માસમાં તો એ નામામાં પારંગત થઈ ગયા. વહેલી સવારથી સાંજ સુધી દુકાને જાય અને રાત્રે નામું શીખે. એમણે જાણી લીધું કે શિસ્ત અને સાધના વગર સુખ-સમૃદ્ધિ શક્ય નથી. એમણે એ પણ જોયું કે વગર મહેનતે આવેલી સંપત્તિ એવી જ રીતે હાથમાંથી સરકી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જાય છે. સંપત્તિ પ્રાપ્ત કરવી અઘરી છે. પરંતુ એને જાળવી રાખવી એ એથીય અઘરું છે. તેમને પહેલે વર્ષે વાર્ષિક રૂ. ૨૫૦ નો અને બીજે વર્ષે રૂ. ૩૫૦ પગાર મળવાનો હતો, મેઘજીએ તો બધી જ બૌદ્ધિક અને શારીરિક શક્તિ કામે લગાડીને કામ કરવા માંડ્યું. સતત ખંત, ચીવટ અને પ્રામાણિકતાથી, દિવસ-રાત જોયા સિવાય એ કામ કરે. ધંધાની આંટીઘૂંટી પણ શીખી લીધી. બે વર્ષ પૂરાં થયાં. એક દિવસ શેઠે એમને બોલાવ્યા. મેઘજીએ વિચાર્યું કે ક્યાંક ભૂલ તો નહિ થઈ ગઈ હોયને? શેઠે કહ્યું, “ઘણા માણસો તો નોકરીના બે-ચાર મહિનામાં જ પગાર વધારાની ટહેલ નાખતા હોય છે. તમે તો બસ મૂંગા મૂંગા કામ કર્યું જ જાઓ છો !” “પગાર તો લાયકાત પ્રમાણે મળે છે, શેઠ!” મેઘજીએ જવાબ આપ્યો. “હા, એટલે તો અમે તમારો પગાર વધારવાનું નક્કી કર્યું છે. આ વર્ષે તમારો પગાર વધારીને વાર્ષિક પંદરસો રૂપિયા કરવામાં આવે છે,” શેઠે કહ્યું. મેઘજીભાઈ, હા હવે એ મેઘજીમાંથી મેઘજીભાઈ બની ચૂક્યા હતા. આશ્ચર્યથી અવાફ થઈને જઈ રહ્યા! પેઢીમાં સૌને માટે એ ચર્ચાનો વિષય બની ગયા. ઘરે માબાપને આ વાત જણાવી. માબાપની આંખો હર્ષથી ઊભરાઈ ગઈ. મેઘજીભાઈનું વર્તન સૌની સાથે માયાળુ, નાનાથી મોટા સૌને એ ગમે. અઢાર વર્ષના આ યુવાનના મનમાં રહેલી મહાનતાએ સળવળાટ કર્યો. શું આખી જિદગી નોકરી જ કરવાની? શું આટલા માટે વતન છોડયું હતું? સ્વતંત્ર ધંધો કરવાનો તરવરાટ નોકરી છોડવાનું કહેતો. તો, બીજી તરફ શેઠિયાઓના ચાર હાથ અને સાથીઓ તથા નોકરોનો અદ્દભુત પ્રેમ એમને નોકરીમાં ખેંચી રાખતો હતો. એક તરફ સ્વતંત્ર ધંધાની અનિશ્ચિતતા દેખાતી હતી અને બીજી તરફ નોકરીમાં સલામતી જણાતી હતી. આ નોકરીમાં અઢી વર્ષ પૂરાં થયાં હતાં. આમ ત્રિભેટે આવેલા આ સાહસિક યુવાને ભારતથી બોલાવી લીધેલા ભાઈઓ સાથેના સંપ, કુટુંબનિષ્ઠા અને અંગત પુરુષાર્થ પર ભરોસો રાખીને આખરે સ્વતંત્ર વેપારમાં ઝુકાવ્યું. શુભેચ્છકો પાસેથી રૂ. ૧૮૫ જેટલી રકમ ભેગી કરી ત્રણે ભાઈઓએ “રાયચંદ બ્રધર્સના નામે ધંધો શરૂ કર્યો. જથ્થાબંધ માલ લાવી છૂટક વેચે. સાથે સાથે ઘરઆંગણે બૅસેલિન અને હેરઑઈલ બનાવી ગામડે ગામડે ફરીને વેચે. પ્રામાણિક મહેનન શું નથી આપતી? ટૂંક સમયમાં જ તેમણે નૈરોબીમાં એક દુકાને અને પછી મળોલમાં બીજી દુકાન ખોલી. ઈ. સ. ૧૯૩૦ ની આખરમાં એલ્યુમિનિયમ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ વકર્સ લિમિટેડ’ નામનું કારખાનું નાખ્યું. થોડાં જ વર્ષોમાં નૈરોબીથી થોડે દૂર થીઠા નદીને કિનારે વૉટલ વૃક્ષો રોપાવી તેની છાલમાંથી ટેનીન કાઢવાનો વેપાર વિકસાવ્યો. આમ વિવિધ વેપારધંધાઓનો વિકાસ કરીને ૧૯૫૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેંથરાજ સુધીમાં ૩૧ વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે પૂર્વ આફ્રિકા અને ભારતમાં ૫૫ જેટલી લિમિટેડ કંપનીઓ સ્થાપી દીધી. ૨૩૭ લક્ષ્મીની અઢળક કૃપા હોવા છતાં લક્ષ્મીના દાસ બનવાનું એમને કયારેય પસંદ ન હતું. એમના પહેરવેશમાં સાદગી અને વર્તનમાં નમ્રતા હતી. પરિણામે એમના સાથીઓ અને હાથ નીચે કામ કરતા અધિકારીઓ તથા કર્મચારીઓ તેમને એક વડીલ તરીકે માન આપતા અને સદાય એમને વફાદાર રહેતા. એ બધાની સુખસગવડનું પણ એ પૂરું ધ્યાન આપતા. નિવૃત્તિમાર્ગ તરફ્ : ઈ. સ. ૧૯૪૪માં વિમાનની મુસાફી દરમ્યાન એક વખત ખૂબ આંચકાઓનો અનુભવ થતાં તેઓ વિચારદશામાં ચડી ગયા અને ઉપાર્જન કરેલી વિપુલ સંપત્તિનો કેવી રીતે સદુપયોગ કરીને તેને સુવ્યવસ્થિત કરી નાખવી તેનો તેમણે નિર્ણય કરી લીધો. આ રીતે જનકલ્યાણની પ્રવૃત્તિરૂપી નિવૃત્તિમાર્ગ તરફ તેઓ વળ્યા. નિવૃત્તિના સમયે પોતાના આફ્રિકાના સમગ્ર વેપારધંધાનો કારભાર એમણે શ્રી ગ્રે નામના એક અનુભવી અંગ્રેજ સદ્ગૃહસ્થને સુપરત કર્યો હતો. મુંબઈની ઑફિસની જવાબદારી શ્રી. સી. યુ. શાહને સોંપી હતી. તેઓ તેમના મુંબઈ ખાતેના ધંધાનું જ નહિ, પણ સાથે સાથે એમની ભારત ખાતેની લાખો રૂપિયાની સખાવતોનું સંચાલન પણ કરતા હતા. તેમને તેમના ઉપર એક પુત્ર જેટલો પ્રેમ હતો. અગાઉ પણ મેઘજીભાઈ ઘણી વાર કહેતા કે ધનનો કેવળ સંચય કરવાથી એ નિર્માલ્ય બને છે; એનો ક્ષય થાય છે, સાથે એનો સંચય કરનારનું પુણ્ય પણ ખલાસ થાય છે. એ એમ પણ માનતા કે માત્ર દાન કરવાથી માણસ પુણ્યનો અધિકારી નથી થઈ જતો, એણે સેવાકાર્યમાં સક્રિય રસ લેવો પણ જરૂરી છે. આવી માન્યતાવાળા મેધજીભાઈએ હવે કર્મરૂપી દુનિયાને તિલાંજલ આપી દાનરૂપી ધર્મ તરફ પ્રયાણ કર્યું. દાનગંગા : સાર્વજનિક કાર્યમાં મદદ કરવાની વ્યવસ્થિત રીતની શરૂઆત ૧૯૩૬ ની સાલથી થઈ. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો અને તેમાં મદદ કરવા આફ્રિકામાં સમિતિની સ્થાપના કરવામાં આવી. મેધજીભાઈ આ સમિતિના અધ્યક્ષપદે હતા. આ સમિતિએ ઘણું મોટું ભંડોળ એકઠું કર્યું. મેધજીભાઈ ધર્મે જૈન હતા પણ એમનું વલણ સાંપ્રદાયિક ન હતું. એ એમ ઇચ્છતા કે જૈનોના બધા સંપ્રદાયો એક થાય અને સંગઠન સાધે, પણ એમની એ આકાંક્ષા સિદ્ધ ન થઈ શકી. એમણે ઓશવાલ જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં સભાખંડ વગેરે બનાવવામાં સારો ફાળો આપ્યો હતો. આમાં પણ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત કરતાં ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ હતી. એમના ઉદ્ગાર હતા : ‘‘માનવજીવનને જૈનધર્મના અહિંસા અને અપરિગ્રહના ઉપદેશની આજે જેટલી જરૂર છે, તેટલી કચારેય ન હતી.' જૈનધર્મ વિશ્વધર્મ બનવાની યોગ્યતા ધરાવે છે, એમ તેઓ અંત:કરણપૂર્વક માનતા. ૧૯૫૭માં મુંબઈમાં મળેલા શ્રી જૈન શ્વેતાંબર પરિષદના વીસમા અધિવેશનમાં એમણે એમના આ વિચારો રજૂ કર્યા હતા. Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો એમના દાનનો મોટો પ્રવાહ ઈ. સ. ૧૯૪૪માં ધંધામાંથી નિવૃત્ત થયા પછી ચાલુ થયો. ત્યાર પહેલાંય એમણે ઘણી જગ્યાએ દાન આપેલાં હતાં. દાન બાબત તેઓ માનતા કે નાનાં નાનાં દાન આપીને શક્તિને વેડફી નાખવી ન જોઈએ. સુવ્યવસ્થિત યોજના માટે મોટું દાન આપી કોઈ નવી જ સંસ્થા કે વ્યવસ્થા ઊભી કરવામાં એમને વધુ રસ હતો. નામ કે કીર્તિ કમાવા કે માન વગેરે મળે તે માટે દાન કરવામાં એ માનતા ન હતા. દાન લેનાર વ્યક્તિ કે સંસ્થાને નીચું જોવું પડે એવી રીતે ક્યારેય દાન એ ન કરતા. જે સમાજ વાતાવરણમાં એ ૨હેતા, જે સમાજમાંથી એ આવ્યા હતા એ સમાજને અને મા-ભોમને ઉપયોગી થવાય એવી કેળવણી અને તબીબી વિષયક સહાય (In Educational and Medical-Relief Donations) આપવામાં એમને વિશેષ રસ હતો. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારથી, સૌરાષ્ટ્ર એના પછાતપણાથી આગળ આવે એ ખાસ જોવું હતું. સરકારી યોજનામાં સૌધી મદદ કરવાને બદલે એ યોજના શરૂ કરીને પછી સરકાર વ્યવસ્થિત ચલાવે તે માટે તેને સોંપી દેવાનું તે વધુ પસંદ કરતા. સરકારનો અને લોકોનો ફાળો જે યોજનામાં ભળતાં એ યોજનામાં મોટી સહાય કરવાનું એમને વધારે પસંદ પડતું. મોટી રકમના દાન માટેનો નિર્ણય એ બહુ જ ટૂંકા સમયમાં અને છતાં ખૂબ વિચારીને લેતા. ૨૩૮ તેઓ અવારનવાર વતનમાં આવતા. તે વખતના સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઢેબરભાઈ સાથે એમને ઠીક ઠીક પરિચય હતો. સૌરાષ્ટ્રમાં જામનગરમાં મેડિકલ કૉલેજ શરૂ કરવા માટે રૂપિયા સાઇઠ લાખના દાનની ખાતરી એમણે એક જ કલાકની ચર્ચાને અંતે આપી દીધી હતી. ઈ. સ. ૧૯૫૪ ના ગાળામાં એક પણ દિવસ એવો નથી ગયો કે મેઘજીભાઈના દાનથી સૌરાષ્ટ્રના કોઈ ને કોઈ ગામમાં નવી સંસ્થાના શિલારોપણના સમાચાર વર્તમાનપત્રોમાં આવ્યા ન હોય. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રાથમિક શાળાનાં મકાનો, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટેનિકલ સ્કૂલ અને છાત્રાલય, પ્રસૂતિગૃહ, હૉસ્પિટલ, ટાઉનહૉલ, શ્રીવિકાસ ગૃહ, બાલગૃહ, રક્તપિત્તિયા હૉસ્પિટલ, વાચનાલયો, નર્સિંગ ટ્રૅઇનિંગ કૉલેજ, અનાથાશ્રમ, સેનોટોરિયમ, અંધવિદ્યાલય, વાનપ્રસ્થાશ્રામ, દેરાસરો, ઉપાશ્રયો, ભોજનાલયો, કલા અને વિજ્ઞાનની કૉલેજો, કાયદો અને વાણિજ્યની કૉલેજો, ટેનિકલ કૉલેજ, ટી. બી. હૉસ્પિટલ વગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં મેધજીભાઈએ છૂટે હાથે દાન આપ્યું. એક વખત જવાહરલાલ નેહરુ એમને ઘેર પધાર્યા. જતી વખતે એમના હાથમાં મેધજીભાઈએ એક પરબીડિયું મૂકયું, નેહરુજીએ વિચાર્યું કે કંઈક દરખાસ્ત કે ફરિયાદ હશે. પરબીડિયું ત્યાં જ ખોલ્યું અને જોયું તો કમલા નેહરુ સ્મારક હૉસ્પિટલ માટે એક લાખ રૂપિયાના દાનનો ચેક હતો ! અમદાવાદમાં રાજ્યપાલશ્રી સાથેની પ્રથમ મુલાકાતમાં અર્ધા કલાકની ચર્ચાને અંતે મેધજીભાઈએ કૅન્સર હૉસ્પિટલ માટે સાડા સાત લાખ રૂપિયાના દાનની ઇચ્છા દર્શાવી. Page #7 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ સમાજસેવાનાં આવાં કાર્યો પાછળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આપેલા દાનની રકમ રૂપિયા એક કરોડથી પણ વધુ થાય છે, ભારત-આફ્રિકામાં આપેલા દાનની કુલ રકમ પણ દોઢેક કરોડથી ઉપર જાય છે. ઉપરાંત, આ માટે સ્થપાયેલાં ટ્રસ્ટોમાંથી થતી આવક નિયમિત રીતે દાનમાં વપરાતી રહે તે તો જુદી. ૨૩૯ લંડનમાં તે વખતના હાઈકમિશનર જીવરાજ મહેતા સાથેની ચર્ચા બાદ વલ્લભવિદ્યાનગરમાં મેડિકલ કૉલેજ ઊભી કરવા માટે એક લાખ દશ હજાર સ્ટર્લિંગ પાઉન્ડના દાનની ઓફ એમણે કરેલી, વિદ્યાનગરના સૂત્રધારો કેટલીક મુશ્કેલીઓને લીધે એમની આ ઓફરનો લાભ લઈ ન શકયા. મેધજીભાઈની એક ખાસિયત હતી કે એ પોતાની શક્તિ બહારની કોઈ યોજના ઘડતા નહિ. ચાહે વેપાર હોય કે સખાવન હોય. આફ્રિકામાં પણ પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી. પુસ્તકાલયો ખોલ્યાં, અનેક બાળકોને ફી અને પુસ્તકોની મદદ કરી. આમ એમની ઉદાર સખાવતોનો લાભ ત્યાંના સ્થાનિક લોકોને પણ આપ્યો. ૧૯૪૩માં બંગાળમાં કારમો દુકાળ પડયો, ત્યારે આફ્રિકામાં વસતા ભારતીયોએ પચાસ હજાર પાઉન્ડ જેવી જંગી રકમ એકઠી કરીને મોકલાવી. તેમાં પણ મેધજીભાઈનો ફાળો-તન, મન, ધનથી—ઘણો મોટો હતો. ફાળો એકઠો કરવા જતાં માન-અપમાનના પ્રસંગો આવે એ, તેઓ સહજ રીતે ગળી જતા. વળી ફાળો પોતાનાથી જ શરૂ કરે. અને પોતે મોટી રકમ લખે એટલે અન્ય લોકો પાસેથી પણ સ્વાભાવિક રીતે જ મોટી ૨કમ મળી જતી. આફ્રિકામાં ગાંધી મેમોરિયલ એકેડેમી સોસાયટી માટે એમનો તન-મન-ધનનો ફાળો ઘણો મોટો હતો. કેન્યામાં ભાગ્યે જ એવી કોઈ સાર્વજનિક શાળા કે હૉસ્પિટલ હશે જેમાં એમનો વત્તોઓછો ફાળો ન હોય. ત્યાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ મોક્લવામાં તથા શિષ્યવૃત્તિઓ આપવામાં પણ એ મદદ કરતી. લગભગ ચાર લાખ શિલિંગ જેટલી રકમ આ શિષ્યવૃત્તિઓ પાછળ ખર્ચાઈ હતી. દાન આપતી વખતે મેધજીભાઈના મનના ભાવ કેવા રહેતા હતા તે એમણે એક વખત ઉચ્ચારેલા એમના જ શબ્દોમાં જોઈએ : “હું એક ગામડામાંથી આવું છું. વર્ષો પહેલાં આજીવિકા માટે પરદેશ ગયેલો અને ઈશ્વરદયાથી વ્યાપારી પ્રવૃત્તિમાં ફળીભૂત થયો છું. હું માનું છું કે મારી કમાણી એ માત્ર મારી નથી, પણ મારા રાષ્ટ્રના ભાઈબહેનોનો તથા જે દેશમાં મેં મુખ્યત્વે આર્થિક વ્યવસાય કરેલો છે તે દેશના વતનીઓનો પણ એમાં હિસ્સો છે. હું સાર્વજનિક કાર્યોમાં શક્તિ મુજબ મદદ કરીને તેઓનો હિસ્સો જ ચૂકવી રહ્યો છું. એમાં કોઈના ઉપર ઉપકાર નથી કરતો પણ મારી ફરજ બજાવું છું.' જીવનમાં આવી નમ્રતા અને ઉદારતા દાખવીને તેઓએ મહાત્મા ગાંધીજીની ટ્રસ્ટીશિપ ભાવનાને મૂર્તિમંત બનાવવાનો Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અર્વાચીન જૈન જ્યોતિધરો પ્રયત્ન કર્યો. તત્ત્વાર્થસૂત્રની સાતમા અધ્યાયમાં દાનની આવી વ્યાખ્યા આપેલી છે: “અનુઠ્ઠીર્થ સ્વસ્થ અતિસ: વાનમ્ ' અર્થાત્ આપનાર અને લેનાર બંનેનું કલ્યાણ કરે એવી રીતે ન્યાયપૂર્વક કમાયેલું ધન સહજ રીતે આપી દે ને દાન–આ સૂત્ર જાણે-અજાણે એમણે કેટલું યથાર્થ રીતે અને અત્યંત ઉદારતાસહિત આચરી બતાવ્યું છે! અંગત જીવન અને અનંતની યાત્રા: મેઘજીભાઈના ઘડતરમાં, જીવનવિકાસમાં, દાનપ્રવૃત્તિ વગેરેમાં એમનાં કુટુંબીજનોનો ફાળો નાનો-સૂનો ન હતો. મેઘજીભાઈના પિતા પેથરાજભાઈ વાર-તહેવારે સગાં-સ્નેહીઓને પોતાના ઘેર નોતરતા. એમની સરભરા કરવામાં એમને આનંદ આવતો. તેમનાં પ્રથમ પત્ની મોંઘીબાઈ ઘણાં સેવાભાવી હતાં. ઈ. સ. ૧૯૨૪માં એમને ત્યાં પુત્રીનો જન્મ થયો. એનું નામ પાડયું સુશીલા. પછી તો મોંઘીબાઈની તબિયત નરમગરમ રહેવા લાગી. બહુ ઉપચાર કરવા છતાં એમણે ૧૯૩૦માં એમના નશ્વર દેહનો ત્યાગ કર્યો. ૨૬ વર્ષના મેઘજીભાઈ માટે આ ઘા ખૂબ કારમો હતો. પણ છેવટે છે વર્ષની સુશીલાને માતાની અને ઘરમાં ગૃહિણીની જરૂર અનિવાર્ય જણાનાં ૧૯૩૨ની આખરે એમનાં લગ્ન મણિબહેન સાથે થયાં. મણિબહેન પતિના દરેક કાર્યમાં ઊંડો રસ લેતાં અને પતિને પ્રોત્સાહન આપતાં. મણિબહેન દ્વારા તેમને ચાર પુત્રીઓ અને બે પુત્રોની પ્રાપ્તિ થઈ. જેનાં નામ અનુક્રમે મીનળ, જયા, સુમીતા, ઉષા, બિપીન અને અનંત પાડવામાં આવ્યાં હતાં. વેપારમાં આટલો બધો વિકાસ થવા છતાં કુટુંબ તરફ એ પૂરનું લક્ષ આપતા. બાળકોના અભ્યાસમાં અને સંસ્કારસિંચનમાં એ ઝીણવટથી રસ લેતા. દરેકને રુચિ પ્રમાણે યોગ્ય કેળવણી આપી અને દરેકનાં યોગ્ય ઠેકાણે લગ્નો કર્યા. દીકરીઓને પણ દીકરા જેટલી જ કેળવણી આપવી જોઈએ એમ એ માનતા હતા. ઘરે આવ્યા પછી કુટુંબ સિવાયની બાબતોમાં ન છૂટકે જ રસ લેતા. ગરીબો માટે ફક્ત રોજીરોટીનો જ વિચાર કરી તેઓ અટકી જતા ન હતા. તે જાણતા હતા કે અભણ લોકોના હાથમાં ગમે તેટલી આવક જશે તો પણ તે વેડફાઈ જવાની છે. એટલે આવકની સાથે એમની કેળવણી અને રહેણીકરણી પણ સુધરે તે માટે તેઓ બનતું બધું કરતા. નિવૃત્તિ પછીનાં ચાર વર્ષ એમણે મોટે ભાગે ભારતમાં ગાયાં હતાં. આ અરસામાં તેઓ રાજસભાના સભ્ય પણ થયા હતા. એમને મન નિવૃત્તિનો અર્થ નિષ્ક્રિયતા ન હતો. પરંતુ અંગત લાભને બદલે બહુજનહિતાય કામ કરવું એ હતો. એ સમયે સખાવતો માટેના ટ્રસ્ટનું સંચાલન એ ખૂબ કાળજીપૂર્વક કરતા. ફરજ અને નિયમિતતાની એમની ભાવના અદ્ભુત હતી. તેઓ પોતાના મોભા કરતાં સાદગીને વધુ મહત્ત્વ આપતા. લંડનમાં ઘરની મોટર હોવા છતાં ઑફિસે જવા તેઓ ભૂગર્ભ ટ્રેનનો જ ઉપયોગ કરતા. Page #9 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ 241 એમનામાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ પણ હતી. તેઓ વાતાવરણમાં હળવાશ પણ લાવી શકતી. શ્રી ગોહેલ, શ્રી સી. યુ. શાહ વગેરે જેવા બાહોશ સાથીઓ એમને મળ્યા હતા. અંતિમ દિવસો : મેઘજીભાઈનું આરોગ્ય એકંદરે સારું રહેતું, તો પણ ભાવિનાં એધાણ મળી ગયાં હોય તેમ એ છેલ્લે છેલ્લે કહેતા કે, “હમણાં તો આરોગ્ય સારું છે. પણ 60 વર્ષ થયા પછી શું થશે તે કેમ કહી શકાય ?' અને બન્યું પણ એવું જ. તારીખ ૩૦-૭-૧૯૬૪ને ગુરુવારે સવારે રોજના ક્રમ મુજબ એ વહેલા ઊઠી ગયા. પોતાની મેળે ચા કરી અને મણિબહેનની સાથે બેસીને પીધી. દસ વાગે ગભરામણ થવા લાગી. ડૉક્ટર આવ્યા, તપાસીને દવા આપી. અગિયાર વાગે કૉફી પીધી. પણ ત્યારપછી એકાએક તબિયત લથડતી ગઈ. હૃદયરોગનો હુમલો થઈ ચૂક્યો હતો. વધુ કંઈક ઇલાજ કરે ત્યાર પહેલાં પોણા બાર વાગે એ નશ્વર દેહને છોડી ચાલી નીકળ્યા. એ ગયા, પરંતુ પાછળ અદ્ભુત સુવાસ મૂકના ગયા. મણિબહેને ત્યારે મનોબળ દાખવી, એમણે આદરેલાં કાર્યો–ટ્રસ્ટો વ્યવસ્થિત ચાલે તે જોવામાં પોતાનું મન પરોવ્યું. એમની પાછળ કોઈ સ્મારક રચવાની પણ એમણે રજા ન આપી, કારણ કે એમણે આદરેલાં કાર્યો એ જ એમનાં સાચાં સ્મારક હતાં. મેઘજીભાઈ ફાઉન્ડેશન તરફથી કેન્યા સરકારને તબીબી અને શિક્ષણ કેન્દ્રો વધારવા માટે એક લાખ પાઉન્ડ આપવાની જાહેરાન કરવામાં આવી. મહાન પુરુષો એમનાં કાર્યોથી જ અમર બને છે. મેઘજીભાઈ આવા એક મહાન સેવાભાવી, ઉદ્યમી, દાનવીર અને સ્વાશ્રયી પુરુષ હતા.