SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેંથરાજ સુધીમાં ૩૧ વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે પૂર્વ આફ્રિકા અને ભારતમાં ૫૫ જેટલી લિમિટેડ કંપનીઓ સ્થાપી દીધી. ૨૩૭ લક્ષ્મીની અઢળક કૃપા હોવા છતાં લક્ષ્મીના દાસ બનવાનું એમને કયારેય પસંદ ન હતું. એમના પહેરવેશમાં સાદગી અને વર્તનમાં નમ્રતા હતી. પરિણામે એમના સાથીઓ અને હાથ નીચે કામ કરતા અધિકારીઓ તથા કર્મચારીઓ તેમને એક વડીલ તરીકે માન આપતા અને સદાય એમને વફાદાર રહેતા. એ બધાની સુખસગવડનું પણ એ પૂરું ધ્યાન આપતા. નિવૃત્તિમાર્ગ તરફ્ : ઈ. સ. ૧૯૪૪માં વિમાનની મુસાફી દરમ્યાન એક વખત ખૂબ આંચકાઓનો અનુભવ થતાં તેઓ વિચારદશામાં ચડી ગયા અને ઉપાર્જન કરેલી વિપુલ સંપત્તિનો કેવી રીતે સદુપયોગ કરીને તેને સુવ્યવસ્થિત કરી નાખવી તેનો તેમણે નિર્ણય કરી લીધો. આ રીતે જનકલ્યાણની પ્રવૃત્તિરૂપી નિવૃત્તિમાર્ગ તરફ તેઓ વળ્યા. નિવૃત્તિના સમયે પોતાના આફ્રિકાના સમગ્ર વેપારધંધાનો કારભાર એમણે શ્રી ગ્રે નામના એક અનુભવી અંગ્રેજ સદ્ગૃહસ્થને સુપરત કર્યો હતો. મુંબઈની ઑફિસની જવાબદારી શ્રી. સી. યુ. શાહને સોંપી હતી. તેઓ તેમના મુંબઈ ખાતેના ધંધાનું જ નહિ, પણ સાથે સાથે એમની ભારત ખાતેની લાખો રૂપિયાની સખાવતોનું સંચાલન પણ કરતા હતા. તેમને તેમના ઉપર એક પુત્ર જેટલો પ્રેમ હતો. અગાઉ પણ મેઘજીભાઈ ઘણી વાર કહેતા કે ધનનો કેવળ સંચય કરવાથી એ નિર્માલ્ય બને છે; એનો ક્ષય થાય છે, સાથે એનો સંચય કરનારનું પુણ્ય પણ ખલાસ થાય છે. એ એમ પણ માનતા કે માત્ર દાન કરવાથી માણસ પુણ્યનો અધિકારી નથી થઈ જતો, એણે સેવાકાર્યમાં સક્રિય રસ લેવો પણ જરૂરી છે. આવી માન્યતાવાળા મેધજીભાઈએ હવે કર્મરૂપી દુનિયાને તિલાંજલ આપી દાનરૂપી ધર્મ તરફ પ્રયાણ કર્યું. દાનગંગા : સાર્વજનિક કાર્યમાં મદદ કરવાની વ્યવસ્થિત રીતની શરૂઆત ૧૯૩૬ ની સાલથી થઈ. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો અને તેમાં મદદ કરવા આફ્રિકામાં સમિતિની સ્થાપના કરવામાં આવી. મેધજીભાઈ આ સમિતિના અધ્યક્ષપદે હતા. આ સમિતિએ ઘણું મોટું ભંડોળ એકઠું કર્યું. મેધજીભાઈ ધર્મે જૈન હતા પણ એમનું વલણ સાંપ્રદાયિક ન હતું. એ એમ ઇચ્છતા કે જૈનોના બધા સંપ્રદાયો એક થાય અને સંગઠન સાધે, પણ એમની એ આકાંક્ષા સિદ્ધ ન થઈ શકી. એમણે ઓશવાલ જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં સભાખંડ વગેરે બનાવવામાં સારો ફાળો આપ્યો હતો. આમાં પણ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત કરતાં ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ હતી. એમના ઉદ્ગાર હતા : ‘‘માનવજીવનને જૈનધર્મના અહિંસા અને અપરિગ્રહના ઉપદેશની આજે જેટલી જરૂર છે, તેટલી કચારેય ન હતી.' જૈનધર્મ વિશ્વધર્મ બનવાની યોગ્યતા ધરાવે છે, એમ તેઓ અંત:કરણપૂર્વક માનતા. ૧૯૫૭માં મુંબઈમાં મળેલા શ્રી જૈન શ્વેતાંબર પરિષદના વીસમા અધિવેશનમાં એમણે એમના આ વિચારો રજૂ કર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249034
Book TitleDanvir Meghjibhai Pethraj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size405 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy