SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જાય છે. સંપત્તિ પ્રાપ્ત કરવી અઘરી છે. પરંતુ એને જાળવી રાખવી એ એથીય અઘરું છે. તેમને પહેલે વર્ષે વાર્ષિક રૂ. ૨૫૦ નો અને બીજે વર્ષે રૂ. ૩૫૦ પગાર મળવાનો હતો, મેઘજીએ તો બધી જ બૌદ્ધિક અને શારીરિક શક્તિ કામે લગાડીને કામ કરવા માંડ્યું. સતત ખંત, ચીવટ અને પ્રામાણિકતાથી, દિવસ-રાત જોયા સિવાય એ કામ કરે. ધંધાની આંટીઘૂંટી પણ શીખી લીધી. બે વર્ષ પૂરાં થયાં. એક દિવસ શેઠે એમને બોલાવ્યા. મેઘજીએ વિચાર્યું કે ક્યાંક ભૂલ તો નહિ થઈ ગઈ હોયને? શેઠે કહ્યું, “ઘણા માણસો તો નોકરીના બે-ચાર મહિનામાં જ પગાર વધારાની ટહેલ નાખતા હોય છે. તમે તો બસ મૂંગા મૂંગા કામ કર્યું જ જાઓ છો !” “પગાર તો લાયકાત પ્રમાણે મળે છે, શેઠ!” મેઘજીએ જવાબ આપ્યો. “હા, એટલે તો અમે તમારો પગાર વધારવાનું નક્કી કર્યું છે. આ વર્ષે તમારો પગાર વધારીને વાર્ષિક પંદરસો રૂપિયા કરવામાં આવે છે,” શેઠે કહ્યું. મેઘજીભાઈ, હા હવે એ મેઘજીમાંથી મેઘજીભાઈ બની ચૂક્યા હતા. આશ્ચર્યથી અવાફ થઈને જઈ રહ્યા! પેઢીમાં સૌને માટે એ ચર્ચાનો વિષય બની ગયા. ઘરે માબાપને આ વાત જણાવી. માબાપની આંખો હર્ષથી ઊભરાઈ ગઈ. મેઘજીભાઈનું વર્તન સૌની સાથે માયાળુ, નાનાથી મોટા સૌને એ ગમે. અઢાર વર્ષના આ યુવાનના મનમાં રહેલી મહાનતાએ સળવળાટ કર્યો. શું આખી જિદગી નોકરી જ કરવાની? શું આટલા માટે વતન છોડયું હતું? સ્વતંત્ર ધંધો કરવાનો તરવરાટ નોકરી છોડવાનું કહેતો. તો, બીજી તરફ શેઠિયાઓના ચાર હાથ અને સાથીઓ તથા નોકરોનો અદ્દભુત પ્રેમ એમને નોકરીમાં ખેંચી રાખતો હતો. એક તરફ સ્વતંત્ર ધંધાની અનિશ્ચિતતા દેખાતી હતી અને બીજી તરફ નોકરીમાં સલામતી જણાતી હતી. આ નોકરીમાં અઢી વર્ષ પૂરાં થયાં હતાં. આમ ત્રિભેટે આવેલા આ સાહસિક યુવાને ભારતથી બોલાવી લીધેલા ભાઈઓ સાથેના સંપ, કુટુંબનિષ્ઠા અને અંગત પુરુષાર્થ પર ભરોસો રાખીને આખરે સ્વતંત્ર વેપારમાં ઝુકાવ્યું. શુભેચ્છકો પાસેથી રૂ. ૧૮૫ જેટલી રકમ ભેગી કરી ત્રણે ભાઈઓએ “રાયચંદ બ્રધર્સના નામે ધંધો શરૂ કર્યો. જથ્થાબંધ માલ લાવી છૂટક વેચે. સાથે સાથે ઘરઆંગણે બૅસેલિન અને હેરઑઈલ બનાવી ગામડે ગામડે ફરીને વેચે. પ્રામાણિક મહેનન શું નથી આપતી? ટૂંક સમયમાં જ તેમણે નૈરોબીમાં એક દુકાને અને પછી મળોલમાં બીજી દુકાન ખોલી. ઈ. સ. ૧૯૩૦ ની આખરમાં એલ્યુમિનિયમ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ વકર્સ લિમિટેડ’ નામનું કારખાનું નાખ્યું. થોડાં જ વર્ષોમાં નૈરોબીથી થોડે દૂર થીઠા નદીને કિનારે વૉટલ વૃક્ષો રોપાવી તેની છાલમાંથી ટેનીન કાઢવાનો વેપાર વિકસાવ્યો. આમ વિવિધ વેપારધંધાઓનો વિકાસ કરીને ૧૯૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249034
Book TitleDanvir Meghjibhai Pethraj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size405 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy