________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
એમના દાનનો મોટો પ્રવાહ ઈ. સ. ૧૯૪૪માં ધંધામાંથી નિવૃત્ત થયા પછી ચાલુ થયો. ત્યાર પહેલાંય એમણે ઘણી જગ્યાએ દાન આપેલાં હતાં. દાન બાબત તેઓ માનતા કે નાનાં નાનાં દાન આપીને શક્તિને વેડફી નાખવી ન જોઈએ. સુવ્યવસ્થિત યોજના માટે મોટું દાન આપી કોઈ નવી જ સંસ્થા કે વ્યવસ્થા ઊભી કરવામાં એમને વધુ રસ હતો. નામ કે કીર્તિ કમાવા કે માન વગેરે મળે તે માટે દાન કરવામાં એ માનતા ન હતા. દાન લેનાર વ્યક્તિ કે સંસ્થાને નીચું જોવું પડે એવી રીતે ક્યારેય દાન એ ન કરતા. જે સમાજ વાતાવરણમાં એ ૨હેતા, જે સમાજમાંથી એ આવ્યા હતા એ સમાજને અને મા-ભોમને ઉપયોગી થવાય એવી કેળવણી અને તબીબી વિષયક સહાય (In Educational and Medical-Relief Donations) આપવામાં એમને વિશેષ રસ હતો. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારથી, સૌરાષ્ટ્ર એના પછાતપણાથી આગળ આવે એ ખાસ જોવું હતું. સરકારી યોજનામાં સૌધી મદદ કરવાને બદલે એ યોજના શરૂ કરીને પછી સરકાર વ્યવસ્થિત ચલાવે તે માટે તેને સોંપી દેવાનું તે વધુ પસંદ કરતા. સરકારનો અને લોકોનો ફાળો જે યોજનામાં ભળતાં એ યોજનામાં મોટી સહાય કરવાનું એમને વધારે પસંદ પડતું. મોટી રકમના દાન માટેનો નિર્ણય એ બહુ જ ટૂંકા સમયમાં અને છતાં ખૂબ વિચારીને લેતા.
૨૩૮
તેઓ અવારનવાર વતનમાં આવતા.
તે વખતના સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઢેબરભાઈ સાથે એમને ઠીક ઠીક પરિચય હતો. સૌરાષ્ટ્રમાં જામનગરમાં મેડિકલ કૉલેજ શરૂ કરવા માટે રૂપિયા સાઇઠ લાખના દાનની ખાતરી એમણે એક જ કલાકની ચર્ચાને અંતે આપી દીધી હતી.
ઈ. સ. ૧૯૫૪ ના ગાળામાં એક પણ દિવસ એવો નથી ગયો કે મેઘજીભાઈના દાનથી સૌરાષ્ટ્રના કોઈ ને કોઈ ગામમાં નવી સંસ્થાના શિલારોપણના સમાચાર વર્તમાનપત્રોમાં આવ્યા ન હોય.
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રાથમિક શાળાનાં મકાનો, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટેનિકલ સ્કૂલ અને છાત્રાલય, પ્રસૂતિગૃહ, હૉસ્પિટલ, ટાઉનહૉલ, શ્રીવિકાસ ગૃહ, બાલગૃહ, રક્તપિત્તિયા હૉસ્પિટલ, વાચનાલયો, નર્સિંગ ટ્રૅઇનિંગ કૉલેજ, અનાથાશ્રમ, સેનોટોરિયમ, અંધવિદ્યાલય, વાનપ્રસ્થાશ્રામ, દેરાસરો, ઉપાશ્રયો, ભોજનાલયો, કલા અને વિજ્ઞાનની કૉલેજો, કાયદો અને વાણિજ્યની કૉલેજો, ટેનિકલ કૉલેજ, ટી. બી. હૉસ્પિટલ વગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં મેધજીભાઈએ છૂટે હાથે દાન આપ્યું. એક વખત જવાહરલાલ નેહરુ એમને ઘેર પધાર્યા. જતી વખતે એમના હાથમાં મેધજીભાઈએ એક પરબીડિયું મૂકયું, નેહરુજીએ વિચાર્યું કે કંઈક દરખાસ્ત કે ફરિયાદ હશે. પરબીડિયું ત્યાં જ ખોલ્યું અને જોયું તો કમલા નેહરુ સ્મારક હૉસ્પિટલ માટે એક લાખ રૂપિયાના દાનનો ચેક હતો !
અમદાવાદમાં રાજ્યપાલશ્રી સાથેની પ્રથમ મુલાકાતમાં અર્ધા કલાકની ચર્ચાને અંતે મેધજીભાઈએ કૅન્સર હૉસ્પિટલ માટે સાડા સાત લાખ રૂપિયાના દાનની ઇચ્છા દર્શાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org