SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ બાળપણ : બાલસહજ સાહસવૃત્તિથી પ્રેરાઈને છ વર્ષની ઉમરે પતંગ ચગાવવા એ બાળક મડ ઉપર ચઢયો. પણ સમતોલપણું ગુમાવ્યું અને ધબાક લઈને નીચે પડયો. આવો અકસ્માત મોટે ભાગે જીવલેણ જ નીવડે. પણ વિધિના લેખ કંઈક જુદા હશે અને ઘાતમાંથી બાળક ઊગરી ગયો. એ વખતે એ બાળકે શું વિચાર્યું હશે ? કે હવે કોઈ દિવસ ઊંચે ચઢવું નહિ? ના, એવું વિચારે તો મેઘજી શાના? એણે તો વિચાર્યું કે ઊંચે નો ચઢવું જ. આથી પણ વધારે, પણ દષ્ટિ વાસ્તવિકતાની ભૂમિ પર રાખી સ્થિર રહેવું. આ હતો આ બાળકના જીવનનો પહેલો પાઠ ! ઈ. સ. ૧૯૦૪ની સાલ, સપ્ટેમ્બર માસની પંદરમી તારીખ. વિક્રમ સંવત ૧૯૬૧ ની ભાદરવા સુદ છઠ ને ગુરુવારનો એ શુકનવંતો દિવસ. જામનગરથી અઢારેક માઈલ દૂર આવેલા ડબાસંગ ગામમાં ત્યાંના એક જૈન ઓશવાલ પેથરાજભાઈને ત્યાં રાણીબાઈની કૂખે આ મેઘજીનો જન્મ થયો. પેથરાજ ભાઈને સૌથી મોટી દીકરી લક્ષ્મી, પછી ત્રણ પુત્રો અનુક્રમે રાયચંદ, મેઘજી અને વાઘજી, ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249034
Book TitleDanvir Meghjibhai Pethraj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size405 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy