Book Title: Danvir Meghjibhai Pethraj
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૨૪૦ અર્વાચીન જૈન જ્યોતિધરો પ્રયત્ન કર્યો. તત્ત્વાર્થસૂત્રની સાતમા અધ્યાયમાં દાનની આવી વ્યાખ્યા આપેલી છે: “અનુઠ્ઠીર્થ સ્વસ્થ અતિસ: વાનમ્ ' અર્થાત્ આપનાર અને લેનાર બંનેનું કલ્યાણ કરે એવી રીતે ન્યાયપૂર્વક કમાયેલું ધન સહજ રીતે આપી દે ને દાન–આ સૂત્ર જાણે-અજાણે એમણે કેટલું યથાર્થ રીતે અને અત્યંત ઉદારતાસહિત આચરી બતાવ્યું છે! અંગત જીવન અને અનંતની યાત્રા: મેઘજીભાઈના ઘડતરમાં, જીવનવિકાસમાં, દાનપ્રવૃત્તિ વગેરેમાં એમનાં કુટુંબીજનોનો ફાળો નાનો-સૂનો ન હતો. મેઘજીભાઈના પિતા પેથરાજભાઈ વાર-તહેવારે સગાં-સ્નેહીઓને પોતાના ઘેર નોતરતા. એમની સરભરા કરવામાં એમને આનંદ આવતો. તેમનાં પ્રથમ પત્ની મોંઘીબાઈ ઘણાં સેવાભાવી હતાં. ઈ. સ. ૧૯૨૪માં એમને ત્યાં પુત્રીનો જન્મ થયો. એનું નામ પાડયું સુશીલા. પછી તો મોંઘીબાઈની તબિયત નરમગરમ રહેવા લાગી. બહુ ઉપચાર કરવા છતાં એમણે ૧૯૩૦માં એમના નશ્વર દેહનો ત્યાગ કર્યો. ૨૬ વર્ષના મેઘજીભાઈ માટે આ ઘા ખૂબ કારમો હતો. પણ છેવટે છે વર્ષની સુશીલાને માતાની અને ઘરમાં ગૃહિણીની જરૂર અનિવાર્ય જણાનાં ૧૯૩૨ની આખરે એમનાં લગ્ન મણિબહેન સાથે થયાં. મણિબહેન પતિના દરેક કાર્યમાં ઊંડો રસ લેતાં અને પતિને પ્રોત્સાહન આપતાં. મણિબહેન દ્વારા તેમને ચાર પુત્રીઓ અને બે પુત્રોની પ્રાપ્તિ થઈ. જેનાં નામ અનુક્રમે મીનળ, જયા, સુમીતા, ઉષા, બિપીન અને અનંત પાડવામાં આવ્યાં હતાં. વેપારમાં આટલો બધો વિકાસ થવા છતાં કુટુંબ તરફ એ પૂરનું લક્ષ આપતા. બાળકોના અભ્યાસમાં અને સંસ્કારસિંચનમાં એ ઝીણવટથી રસ લેતા. દરેકને રુચિ પ્રમાણે યોગ્ય કેળવણી આપી અને દરેકનાં યોગ્ય ઠેકાણે લગ્નો કર્યા. દીકરીઓને પણ દીકરા જેટલી જ કેળવણી આપવી જોઈએ એમ એ માનતા હતા. ઘરે આવ્યા પછી કુટુંબ સિવાયની બાબતોમાં ન છૂટકે જ રસ લેતા. ગરીબો માટે ફક્ત રોજીરોટીનો જ વિચાર કરી તેઓ અટકી જતા ન હતા. તે જાણતા હતા કે અભણ લોકોના હાથમાં ગમે તેટલી આવક જશે તો પણ તે વેડફાઈ જવાની છે. એટલે આવકની સાથે એમની કેળવણી અને રહેણીકરણી પણ સુધરે તે માટે તેઓ બનતું બધું કરતા. નિવૃત્તિ પછીનાં ચાર વર્ષ એમણે મોટે ભાગે ભારતમાં ગાયાં હતાં. આ અરસામાં તેઓ રાજસભાના સભ્ય પણ થયા હતા. એમને મન નિવૃત્તિનો અર્થ નિષ્ક્રિયતા ન હતો. પરંતુ અંગત લાભને બદલે બહુજનહિતાય કામ કરવું એ હતો. એ સમયે સખાવતો માટેના ટ્રસ્ટનું સંચાલન એ ખૂબ કાળજીપૂર્વક કરતા. ફરજ અને નિયમિતતાની એમની ભાવના અદ્ભુત હતી. તેઓ પોતાના મોભા કરતાં સાદગીને વધુ મહત્ત્વ આપતા. લંડનમાં ઘરની મોટર હોવા છતાં ઑફિસે જવા તેઓ ભૂગર્ભ ટ્રેનનો જ ઉપયોગ કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9