Book Title: Dan Dvantrinshika Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 8
________________ દાનતાસિંચિકા/પ્રસ્તાવના | ‘દ્વાચિંશદ્વાáિશિકા” ગ્રંથની દાનદ્વાચિંશિકાના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક ઉપકારીઓના ઉપકારનું સ્મરણ :-: येन ज्ञानप्रदीपेन निरस्याभ्यंतरतमः । ममात्मा निर्मलीचक्रे तस्मै श्रीगुरवे नमः ।। : સ્વાન્તઃ સુપ્લાય' - આરંભ કરેલ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા સ્વપજ્ઞ ટીકાયુક્ત ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથની પ્રથમ દાનદ્વાત્રિશિકા જ્યારે “ગીતાર્થ ગંગા” સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ રહી છે, ત્યારે તેના પાયામાં મારા જીવનમાં જેમની દિવ્ય કૃપાવૃષ્ટિ થઈ છે તેઓની યાદ, તેઓનું સ્મરણ સતત ધબકતું હોવાથી આપોઆપ તેઓશ્રીની સ્મૃતિ હૃદય સમક્ષ તરવરે છે. અજ્ઞાનપંકમાં મગ્ન, અગૃહતસંકેતા કરતાં પણ મંદ બુદ્ધિવાળી છતાં સંયમ ગ્રહણ કરવાનાં સ્વપ્ન સેવી રહેલી એવી મને યોગમાર્ગનો બોધ કરાવવામાં મારા માટે ધર્મબોધકર, શ્રતનિધાન, પરહિતદષ્ટા, વિદ્વદ્ વિભૂષણ, નિઃસ્પૃહી, યોગમાર્ગ મર્મજ્ઞ, પંડિત બિરુદને ગૃહસ્થપણામાં જ ધરાવતા પ. મહેન્દ્રભાઈની પ્રથમ કૃપા મને મારા ગૃહસ્થપણામાં પ્રાપ્ત થઈ. ભાવનગરની સંસ્કૃત પાઠશાળના પંડિતવર્ય શ્રી ચંદ્રશેખર ઝા પાસે મહેન્દ્રભાઈ ગૃહસ્થપણામાં “ન્યાયખંડખાદ્ય' ગ્રંથનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમ્યાન પંડિતજી પાસેથી મહેન્દ્રભાઈની બુદ્ધિપ્રતિભા, તર્કશક્તિ અને પ્રકાંડ વિદ્વત્તાની પ્રશંસા સાંભળી હતી અને પ્રત્યક્ષ મુલાકાત થતાં પણ તેવો જ આનંદ અનુભવ્યો હતો. ધર્મની સન્મુખ લઈ જઈ સંયમનું ઘડતર કરનાર પરમોપકારીપૂ. ચારિત્રશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના પૂ. હેમલતાશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યરત્ના પ. પૂ. નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ તથા મને સંયમમાર્ગનું ખેંચાણ કરાવનાર સહાધ્યાયી પૂ. ભક્તિધરાશ્રીજી મહારાજના અનુગ્રહથી કોઈક પુણ્યઘડીએ જાણે “ઘેર બેઠાં ગંગા આવી” હોય તેમ પં. મહેન્દ્રભાઈ પાસે “મુક્તાવલી'નો અભ્યાસ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. એટલું જ નહીં સાથે સાથે યોગગ્રંથો, અધ્યાત્મગ્રંથો, ઉપમિતિભવપ્રપંચાકથા, લાત્રિશદ્ધાત્રિશિકા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, યોગદૃષ્ટિસમુચ્ચય, ઉપાધ્યાયજી મહારાજનાં ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવનો અને શિરમોર ગ્રંથરત્ન શ્રી વિશેષાવશ્યકભાષ્યના અધ્યયનની પણ સુવર્ણ તક મળી. કોણ જાણે તેમણે મારામાં કાંઈક ઉત્થાનરૂપ ભાવિયોગ્યતા નિરખી હશે કે જેથી તેઓ પરોપકારપરાયણતાના સ્વભાવે નિઃસ્વાર્થભાવે પ્રદાન કરતા ગયા, અને જૈનશાસનનાં અનુપમ તત્ત્વોનો રસાસ્વાદ માણતી જ ગઈ. એમણે મને પુણ્યથી પ્રાપ્ત થયેલા, દુર્ગતિને હરનાર, મહાનિધાન એવા જિનમતનું દર્શન કરાવ્યું અને મારે માટે આંતરિક અંધકારથી વ્યાપ્ત અને નહીં દેખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 142