Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ દાનદ્રાસિંશિકા/પ્રસ્તાવના કાર્યમાં જોડી પ્રવર્તાવે. કોડીંગનું અમારાથી શક્ય ગ્રંથોનું કાર્ય પૂર્ણ થતાં થોડું દૂફ અંગેનું કાર્ય કર્યા બાદ આ બધા ગ્રંથોમાં આવતા પદાર્થોના ભેદ-પ્રભેદોને છૂટા પાડી “ટ્રી' રૂપે બનાવવાનું કાર્ય તેઓશ્રીએ સોંપ્યું, સિસ્ટમ બતાવી, જ્યાં જ્યાં નહોતું સમજાતું ત્યાં ત્યાં અમૂલ્ય સમયનો ભોગ આપી એવો અનન્ય ઉપકાર કર્યો કે જેથી શાસ્ત્રોનો બોધ કાંઈક ઊંડાણથી થયો અને ઘણા ગ્રંથોનું પરિશીલન થયું. તે સમય દરમ્યાન જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું બન્યું અને જ્ઞાનધન, સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સુશ્રાવક પં. પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગવર્ધક ગ્રંથોના અભ્યાસનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. અધ્યયન કરતાં કરતાં તેમની સતત પ્રેરણા અને કૃપાથી તે તે ગ્રંથોનું લેખન કાર્ય પણ સાથે જ ચાલુ રહ્યું, જેના ફળસ્વરૂપે સૌ પ્રથમ “સૂત્રના પરિણામદર્શક યત્નલેશ' પુસ્તક પ્રકાશન થયું. ત્યારબાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત “સામાચારી પ્રકરણ” ભાગ-૧ અને ભાગ-રનું પ્રકાશન થયું અને પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત “યોગશતક' ગ્રંથનું શબ્દશઃ વિવરણ સંકલન થઈ ચૂક્યું છે, જે અવસરે પ્રકાશિત થશે. હમણાં “કાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથનું લેખનકાર્ય ચાલે છે, જેમાંથી આ પ્રથમ “દાનદ્વાત્રિશિકા'નું સંકલન ગુરુવર્યોની સતત વરસતી અસીમ કૃપાથી પૂર્ણ થયું છે. વસ્તુતઃ તો યોગમાર્ગજ્ઞ, સમ્યજ્ઞાનના નિરંતર વહેતા ઝરણા જેવા પં. પ્રવીણભાઈએ જે જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળવાનું કામ ચાલુ કર્યું અને યોગગ્રંથોમાં જે યોગમાર્ગ બતાવ્યો છે તેને જગત સમક્ષ વહેતો મૂક્યો, તેની સંકલન કરવારૂપે હું તો માત્ર નિમિત્ત જ બની છું. એટલું જ નહીં, આવા મહાઉપકારક યોગગ્રંથોની સંકલનાની પ્રવૃત્તિથી મારી નાદુરસ્ત તબિયતમાં સતત પ્રસન્નતા જળવાઈ રહી, સંવેગની વૃદ્ધિ થઈ અને અશાતાવેદનીય કર્મના ઉદયમાં ઊભા થતા શારીરિક પ્રશ્નોમાં આર્તધ્યાનથી બચી શકી અને સ્વાધ્યાયમાં મનને સતત સ્થિર રાખી સંવેગના માધુર્યનો રસાસ્વાદ માણી શકી છું. મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. લેખન કાર્ય કરતાં પણ સતત તે પદાર્થો ગુંજન થતાં આનંદ અનુભવ્યો છે અને શ્રુતભક્તિનો યત્કિંચિત્ લાભ મળતાં ધન્યતા અનુભવી છે. ખરેખર, યોગમાર્ગ પામવો તો બહુ દુષ્કર છે, પણ તેનો બોધ કરવા માટે સંયમ ગ્રહણ કર્યા પછી આજ સુધી જે જીવંત ચેતના રહી તેના પાયામાં આ સર્વ ગુરુવર્યોનું પીઠબળ છે. તેના જ કારણે આ પ્રયાસ સફળ થયો છે. આવા લોકોત્તર કલ્યાણકારી તત્ત્વની પ્રાપ્તિ કરાવનાર ગુરુવર્યોને કોટી કોટી વંદન. 'भवदीयं भवद्भ्यः समर्पयामि । प्रीयन्ताम् गुरवः' । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 142