Book Title: Chatrapati Shivaji Charitra Author(s): Vaman Sitaram Mukadam Publisher: Vaman Sitaram Mukadam View full book textPage 7
________________ પરમ મિત્ર છે. માણેકલાલે મને તરતજ પુસ્તક અને અભ્યાસની નેંધ લેવા માટે કરી નોટબુક તથા પેન્સીલ મોકલ્યાં. મેં કરડા જેલમાં અભ્યાસ શરૂ કર્યો. ફક્ત ઇતિહાસના બેજ પુસ્તકો છે. શિવાજી મહારાજના જીવનચરિત્રને લગતાં જેલ અધિકારીઓએ ખાતરી કરી લઈ મને આપ્યાં અને મેં વાંચી નોંધ લેવાનું શરૂ કર્યું. ત્યાર પછી મને નાસીક જેલમાં ખસેડવામાં આવ્યો જેમાં મે આ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જેમ જેમ હું પુસ્તક વાંચીને પુરાં કરતો ગયો તેમ તેમ બીજાં પુસ્તકો મને આપવામાં આવતાં. જેલના નિયમ મુજબ મને વધારે પુસ્તક પાસે રાખવાની મનાઈ હોવાથી નોંધ લીધા પછી પુસ્તક પાછું મોકલીને જ બીજું પુસ્તક મારે લેવું પડતું. જેલની શિસ્ત અને કડક નિયમને લીધે અભ્યાસનું કામ બહુ મુશ્કેલીભરેલું થઈ પડયું હતું પણું એ અડચણોમાંથી જ રસ્તો કાપવાને હતે એટલે સંજોગોને તાબે થઈને મળેલા વખતને લાભ લઈ પુસ્તકને અભ્યાસ કરવાનું મેં ચાલુ રાખ્યું હતું. જેલમાં મને જોઈતાં પુસ્તકે અને સાધને પુરાં પાડવામાં માનવંતા શ્રીયુત જયકર સાહેબ તથા સ્વ. શેઠશ્રી લાલજી નારાયણજી તથા સ્વ. દિ. બ. હરીલાલ દેસાઈભાઈ વગેરે મરમ્મી અને નેહીઓએ ખાસ તસ્દી લીધી હતી. એ મુરબ્બીઓના ઉપકાર ભુલાય એમ નથી; સંધિમાં હું છુટયો અને જેલમાં અભ્યાસ કરી જે નોંધે મેં લીધી હતી તે ઉપરથી છ. શિવાજી મહારાજનું ચરિત્ર લખવાનું મેં શરૂ કર્યું. બહારની અનેક પ્રવૃત્તિઓને લીધે જેલમાં વખત અને યાતિ મળતી હતી તે બહાર ન મળવાથી બહુ કામ હું ન કરી શકે પણ ચરિત્રને થોડો ભાગ લખ્યો. કામ ઠીક ઠીક ચાલવા માડયું એટલામાં સરકારનું આમંત્રણ આવ્યું અને હું સાબરમતીને મહેમાન થયો. પછી મને ૨ વરસની સજા થઈ. આ વખતે મને વીસાપુર જેલમાં મોકલવામાં આવ્યો હતે. કાયદા મુજબ સખત મજૂરીનું કામ પૂરું થયા પછી ઇતિહાસનો અભ્યાસ કરવા માટે તથા સાધને આપવા માટે મેં જેલના સુપ્રીન્ટેન્ડન્ટ સાહેબ પાસે માગણી કરી. ઈતિહાસના ૨ પુસ્તકે મારી પાસે રહેવા દેવાની મને પરવાનગી મળી અને નેંધ લેવા માટેના સાધને પણ મળ્યાં. ઇતિહાસના પુસ્તકો અમલદારો વાંચીને તેની ખાતરી કરીને મને આપતા અને બે પુરાં થયા પછી પાછી લઈ ને બીજાં આપતાં. આવી રીતે અભ્યાસમાં પણ ભારે અડચણ પડતી. મને જરુરના પુસ્તકો સ્નેહીઓએ મોકલી આપ્યાં હતાં એ બધાં મેં વાંચીને પુરા કર્યા અને એની નોંધ પણ લીધી. એવી રીતે ત્રણ વખતની જેલ દરમિયાન મેં છ, શિવાજી મહારાજના ચરિત્ર માટે જરૂરના સાહિત્યનો અભ્યાસ કર્યો અને વાચેલાં પુસ્તકમાંથી અભ્યાસ કરીને નોંધ લીધી. મારી સજા પુરી કરીને હું વીસાપુર જેલમાંથી છટા અને ચરિત્ર લખવાનું કામ મેં તાકીદે હાથમાં લીધું. કેટલાક આધારના ગ્રંથ મને જેલમાં મળી ન શકયા તે બહાર આવીને મેળવ્યા અને એ વાંચી તેમનો ઉપયોગ કર્યો. કેટલાક વિદ્વાનને મળીને મારી ગુંચ ઉકેલવાની હતી તે કામ પણ મેં આટોપી લીધું અને છે. શિવાજી મહારાજનું ચરિત્ર લખીને પૂરું કર્યું. આખું પુસ્તક લખાઈ ગયું. છાપખાનામાં મોકલવા માટે ખાસ નકલ તૈયાર કરવાનું કામ બહુજ કઠણ અને મહેનતવાળું હતું તે મેં શરૂ કર્યું પણ કેટલાક સ્નેહીઓને તેની ખબર પડતાંજ એમણે મા એ કામ સ્વખુશીથી ઉપાડી લીધું અને પોતાના અનેક કામ એશઆરામ વગેરે દૂર કરી છાપખાનામાં મોકલવાની નકલ તાકીદે તૈયાર કરી. આ સ્નેહીઓએ મારા ઉપર બહુ ભારે ઉપકાર કર્યા તેની નોંધ લીધા સીવાય નથી રહેવાતું. છાપખાનાની નકલ તૈયાર થયા પછી તેને વાંચી જવાની જરૂર હતી તે માટે મેં એક સાહિત્યરસિક સ્નેહી કેળવણીકારને વિનંતિ કરી. તેમણે આ કામ તરતજ સ્વીકાર્યું અને મારા ઉપર ભારે ઉપકાર કર્યો. આવી રીતે અનેક મુરબ્બીઓ અને સ્નેહીઓની મદદ અને સહકારથી પુસ્તક તો તૈયાર થઈ ગયું પણ તેને વાંચકોના હાથમાં મુક્તાન વીકટ પ્રશ્ન હવે મારી આગળ ઉભા થયો. આ પુસ્તક છપાવવાના વિચારોએ મને ભારે ચિંતામાં કબાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 720