Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન આ પુસ્તક સંબંધીનું મારું નિવેદન તે મેં તદ્દન સંક્ષિપ્ત કરી નાંખ્યું છે. ઈ. સ. ૧૯૩૦ની સાલમાં સુરત મુકામે અખિલ હિંદ હિદુ મહાસભાની બેઠક હતી તેમાં હું મંત્રી તરીકે સેવા કરતે હતો. એ બેઠક બહુ યશસ્વી નીવડી હતી. આ બેઠક માટે હિંદના જુદા જુદા ભાગમાંથી મોટા મોટા માણસો આવ્યા હતા. આ બેઠકનું કામ ચાલતું હતું તે વખતે મુંબાઇના દાનવીર શેઠ શ્રી સ્વ. મનસુખલાલ છગનલાલે મારી સાથે હિંદુત્વઉદ્ધારની અને હિંદુઓને સંગઠીત કરવાના કામમાં નડતી મુશ્કેલીઓની કેટલીક વાત કરી. હિંદુઓને વ્યવસ્થિત કરવાના કામમાં નડતી મુશ્કેલીઓ સંબંધી વાતે નીકળતાં એમણે મને હિંદુત્વના તારણહાર શિવાજી મહારાજ અને રાણા પ્રતાપનું ચરિત્ર ગામડાના ખેડુતો પણ સમજી શકે એવી સાદી સરળ અને સહેલી ગુજરાતી ભાષામાં લખવાનું કહ્યું. સાધારણું વાંચી લખી શકે એવા માણસે આ બે મહાને પુરના ચરિત્ર ગામડામાં વાંચે અને ગામડાના લેકેને પણ હિંદુત્વનું ભાન થાય તે હિંદુઓને વ્યવસ્થિત કરવાનું કામ સહેલું થઈ પડે એવી એ સ્વર્ગસ્થ દાનવીર શેઠની માન્યતા હતી. હિંદુઓમાં હિંદુત્વની તિ તદ્દન ધીમી પડી ગઈ છે તેને સતેજ કર્યા સિવાય હિંદુત્વને ઉદ્ધાર થવાને નથી' અને તે સતેજ કરવા માટે હિંદુઓને પિતાના મહાન પુરુષના અને હિંદુત્વ માટે જેમણે ભારે દુઃખ ખમ્યાં છે એમના જીવનચરિત્રે જાણવાની ખાસ જરૂર છે એવી શ્રી સ્વ. મનસુખલાલની દઢ માન્યતા હતી. હું રાજ્યઠારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય પક્ષ અને કમાન્ય ટીળક મહારાજના રાજકારી સિદ્ધાંતમાં માનનાર સેવક છું એ સ્વ. મનસુખલાલ શેઠ જાણતા હતા. હિંદુઓને વ્યવસ્થિત અને સંગઠીત કરવાની ભારે આવશ્યકતા છે એ મારી માન્યતા એ જાણતા હતા અને હિંદુઓમાં હિંદુત્વની જ્યોત જાગ્રત કરી તેમને આત્મબચાવ માટે વ્યવસ્થિત કરવામાં કામ કરનારાના રાષ્ટ્રીયત્વને જરાએ ઝાંખપ નથી આવતી એ મારા વિચારે પણ મેં એમની આગળ રજુ કર્યા. ઠ સાહિત્યનો અભ્યાસી નથી અને સમર્થ લેખક પણ નથી. હું વિદ્વાન પણ નથી અને ગુજરાતી ભાષાને પંડિત પણ નથી એ વાત મેં સ્વ. મનસુખલાલભાઈ આગળ જણાવી દીધી છતાં એમણે આ બે ચરિત્રો ગુજરાતીમાં લખવાની જવાબદારી માથે લેવા મને આગ્રહ કર્યો. મને આ કામ ગમતું તે હતું પણ મારી ત્રુટીઓ હું જાતે હતું એટલે જવાબદારી લેવા માટે ૮ સહેજ અચકાયો હતો. આ સંબંધી થોડો વિચાર કરી મેં આ જવાબદારી માથે લીધી. જવાબદારી તે માથે લીધી પણ આ કામ કરવા માટે મને જોઇને વખત પણ ન હતા અને મનની શાંતિ પણ ન હતી. આ કામ શરૂ કરવા માટે સ્વ. મનસુખલાલભાઇએ મને મુંબઈમાં ટકેર પણ કરી અને ચરિત્ર પુરું થયે એને છપાવી બહાર પાડવા માટે મને આર્થિક મુશ્કેલી નડશે એની ચિંતા પણ મારે ન કરવી એવી સચના કરી. છ. શિવાજી મહારાજનું ચરિત્ર લખવા માટે અભ્યાસ અને વાંચન શરૂ કરવાને હું વિચાર કરી રહ્યો હતે એટલામાં સ્વરાજ્યની લડતનું રણશિંગ ફુકાયું અને મુંબાઈ ધારાસભાનું રાજીનામું આપીને હું બીજા સ્નેહીઓની સાથે સ્વરાજ્ય સંગ્રામના સૈન્યમાં સિપાહી તરીકે જોડાય. ધારાસણાની મીઠાની ધાડમાં મને સજા થઈ. યરડામાં જ વર્ગમાંથી જ્યારે મને જ વર્ગમાં ચડાવ્યા ત્યારે સખતમજૂરીનું કામ પૂરું થયા પછી રાજ પુસ્તક વાંચવાની અને અભ્યાસ કરવાની મને તક મળી. આ વખતે શ્રી મનસુખલાલ શેઠ ગુજરી ગયા હતા પણ એમને આપેલું વચન મારા મગજમાં તાજું હતું. છ. શિવાજી ચરિત્ર લખવા માટે અભ્યાસ કરવાને મેં નિશ્ચય કર્યો અને તે માટે મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 720