Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના શ્રી. વામન મુકાદમે શિવાજી મહારાજનું સવિસ્તર જીવનચરિત્ર લખી ગુજરાતીઓને ઉપકારવશ ર્યાં છે. શિવાજી મહારાજ વિષે ઘણી નવી માહિતી ભેગી થયેલી છે અને તે બધી એક પુસ્તકમાં ભેગી વાંચવાને અનુપમ લહાવા આ પુસ્તકથી મળે છે; અને પ્રશંસનીય ખંતથી શિવાજી મહારાજના જીવનનું એક એક અંગ ચરિત્રકારે સ્પર્યું છે. મને આશા છેકે આ પુસ્તક ઘણું ઉપયેગી થઈ પડશે. દરેક જમાને પોતાની નવી દેવભૂમિ રચે છે અને તેમાં પેાતાના આદર્શીની પ્રતિમારુપ દેવેને સ્થાપે છે. અર્વાચીન હિંદુઓની દેવભૂમિમાં આજે શિવાજી મહારાજ અગ્રગણ્ય સ્થાને ખીરાજે છે. શિવાજી મહારાજ વિજયી હિંદુત્વની ભાવના મૂર્તિમાન કરે છે. રાજકીય વૃત્તિએ અત્યંત પ્રબળ છે એવા આ જમાનામાં, શિવાજી મહારાજનાં સ્મરણા આબાલવૃદ્ધોની રંગાને નચવે છે. એમનામાં આપણે સામ્રાજ્યસિદ્ધિ જોઈએ છીએ અને તે આપણી સ્વરાજ્યઆકાંક્ષા પાષે છે. એટલે બધા ઐતિહાસિક મહાપુરુષો કરતાં શિવાજી આ જમાનાના હિંદુઓને પ્રિય થઈ પડ્યા છે. હિંદુ જાતિના દુર્ભાગ્યની સીમા નથી. આ દેશની શક્તિ ને સમૃદ્ધિને ખાતર તે બધુંયે આપ્યું જાય છે તેાય એને ધા પર લા ખમ્મા કરવા પડે છે. છેલ્લા જ દાખલા લઈ એ તા, ઘણે ભાગે હિંદુએએ અનેક ભાગા આપી છેલ્લા પાંચ વર્ષમાં ઋપ્રતિમ પ્રયત્ન કર્યો, છતાં આજે જોઈ શકીએ છીએ કે નવા ધડાતા રાજ્યબંધારણમાં એમનું સ્થાન જોઈએ તેનાથી ધણું જ નાનું અને નમાલું હાય તેને માટે ભગીરથ પ્રયત્નો ચાલી રહ્યા છે. આવા આવા અનેક નિરાશાજનક પ્રસંગેામાં શિવાજી મહારાજનું સ્મરણુ એક આશ્વાસનનું બિંદુ બની રહે છે. એ ઉપરાંત શિવાજી મહારાજનું સ્થાન જગતના વિજેતા અને રાષ્ટ્રષ્ટાઓમાં છે. સીકંદર તે સીઝરની કારકીર્દિ આપણે પ્રશંસામુગ્ધ બની વાંચીએ છીએ. શિવાજી મહારાજની કારકીર્દિ કાપણ વિજેતાથી ઓછી જ્વલંત નથી. જીવનની શરુઆતમાં એક પણુ વસ્તુ એમના આદર્શોને સાનુકૂલ નહેાતી, પણ એમણે સાધ્યને સિદ્ધ કર્યું. એમણે નાનકડું સૈન્ય ઉભું કર્યું. એ લુંટારુ કહેવાયા, બહારવટીઆ કહેવાયા, કુતરા કહેવાયા, પર્વતમાં ભરાઈ રહેલા ઉંદરની ઉપમા પામ્યા. દ્વેષી વિરાધીઓ અને ટૂંક મૃદ્ધિના ઈતિહાસકારાનાં આ વચને, ખરું જોતાં સ્વાતંત્ર્યની પ્રેરણામાં ‘ જોન એક આર્ક' 'નું એ સ્મરણ કરાવે છે; સ્વાત્યાગ અને ધર્મબુદ્ધિમાં એ કાઈપણુ મહાવિજેતાથી ચઢે છે; સેનાની તરીકે એમની વ્યવસ્થાશક્તિ અને પ્રતિભા નેપાલીઅન અને હેનીમાલની કાર્તિને પણ ઝાંખી કરે છે. તેમને તે। તૈયાર સેના હતી અને સશક્ત રાજ્યની એચ હતી. શિવાજી મહારાજે તે પથ્થરમાંથી પહેલવાનેા કર્યા અને ક્રાતરામાંથી ગઢો ઘડી કાઢવા. મેગલ આદિ અનેક વિધી સૈન્યા કરતાં એમના સૈન્યની વ્યવસ્થા સર્વોપરી હતી. પ્રતાપગઢની ટેકરીમાંથી એમણે પ્રતાપી સામ્રાજ્ય બનાવ્યું. એમાં જેટલી વીરતા હતી તેટલું મુત્સદ્દીપણું હતું અને છતાં સૌજન્યથી તે કદિ ચલ્યા નથી. એમને ધર્માંરાજ્ય સ્થાપવું હતું. એમના વિજય પાછળ રામરાજ્યની પરમ ભાવના છૂપાઈ હતી, એની વિરૂદ્ધ લડતા મીરઝારાજા જયસિંહ પણ ધારતા કે હિંદુધર્મની પુનઃસ્થાપના કરવા શિવાજી અવતર્યો છે. ધર્મસંસ્થાપનાોય સમવામિ યુને યુને ' એનું એક દૃષ્ટાંત તે શિવાજી મહારાજ, 46 આવા એક અપ્રતિમ નાત્તમના જીવનચિરત્રના અભ્યાસ જેટલા પ્રાત્સાહક છે તેટલેાજ ઉપયેગી છે, ભાઈ, મુકાદમનું પુસ્તક ઉત્સાહ અને ઉપયેાગીતા અને સાધશે એવી મારી ખાતરી છે. ૨૬, રીજ રાડ, મુબઈ } કનૈયાલાલ સુનશી તા. ૨૬-૮-૧૯૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 720