Book Title: Char Sansthao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ ચાર સંસ્થાઓ ૨૪૧ એવાં સંધમાલિકીનાં મંદિરોના નાનામોટા ભંડાર હોય છે. એ ભંડારોમાં નાણુનું ખાસું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં તેની સારસંભાળ રાખ. વામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઇલાજો લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા કોઈ સંપ્રદાયને દેવદ્રવ્યમાં જેને સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખવટ તમે ભાગ્યે જ જશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદેશ સિવાય બીજે ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કોઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જાણવા જેવી બાબતે તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિર, ભંડારને અને સંધ નીકળવાને, એ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઈતિહાસ છે. લાકડા, ધાતુ અને પથ્થરે મૂર્તિ અને મંદિરમાં કેવી કેવી રીતે, ક્યા કયા જમાનામાં, કેવો કે ભાગ ભજવ્યો, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખ માણસના સંધે યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા–એ બધો દતિહાસ ભારે જાણવા જેવો છે. - ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થો ઊભાં કર્યા છે અને ત્યાં જવાને તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણે ઉદ્દેશ પણ એ જ છે. [અચિં. માત્ર ૧, પૃ. ૪૦૫-૪૦૮] [૪] જ્ઞાનસંસ્થા-જ્ઞાન ભંડાર જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હેય જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10