Book Title: Char Sansthao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 6
________________ ૨૪૦ જૈનધર્મને પ્રાણ જલન હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન-જ્યાં જાઓ ત્યાં જેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પર ખાસ પસંદગી પહાડોની જ છે. જ્યાં તાંબરોને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાક ખાસ દિગંબરોનાં તીર્થો દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનોમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાનો પસંદ કરતા. વળી ભક્તવર્ગ છે કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાનોના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભેગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોના વિકાસમાં મૂર્તિ પ્રચારને વિકાસ છે અને મૂર્તિ પ્રચારની સાથે જ મૂર્તિ નિર્માણકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણું દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મોહકતાઓ છે તે તીર્થ સ્થાને અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાન અને તીર્થસ્થાનમાં જ છે. દેવદ્રવ્યના રક્ષણની સુંદર વ્યવસ્થા જેનેના તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પુરાવો છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે. ઘરમંદિર અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરોને બાજુએ મૂકીએ તે પણ જેના ઉપર નાનામેટા સંધની માલિકી હેય, દેખરેખ હેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10