Book Title: Char Sansthao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 9
________________ ચાર સંસ્થાઓ ૨૪૩ દરેક ગામ અને શહેરના સંધને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારે પુસ્તકથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડાર અને વ્યકિતગત માલિકીના પણ ભંડાર–એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા ! એની સાથે જ મોટો લેખકવર્ગ ઊભે થે, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ ભારે વળે. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનમાં વહેચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. જ્ઞાન તરફની જીવતી જેને ભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેને અભ્યાસ કરવા માટે વિદ્વાને પણ ઓછા પડે છે. પરદેશના અને આ દેશના કેડીબંધ ધકે અને વિદ્વાનોએ આ ભંડારની પાછળ વર્ષો ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીન રક્ષાબંધ જોઈ તેઓ ચકિત થયા છે. બ્રાહ્મણ અને જૈન ભંડારે વચ્ચે ફેર બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જેન ભંડારો બહુધા સંઘની માલિકીના જ હોય છે, અને કવચિત વ્યક્તિની માલિકીના હેાય ત્યાં પણ તેને સદુપયોગ કરવા માટે તે વ્યકિત માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટેભાગે સંઘની જ સતા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણે આસો મહિનામાં જ પુસ્તકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10