Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું પ્રાથન પૂ. સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરી ધરજી મહારાજાના પટ્ટાલંકાર પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, કચ્છ-માંડવીમાં પેાતાના શિષ્ય-પ્રશિષ્યાદિ મુનિવરેાની સાથે વિ. સં. ૨૦૦૪ નું ચતુર્માસ કરીને, કચ્છ દેશનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા અને શ્રી ભદ્રેશ્વરજી તીર્થમાં, તેઓશ્રીની નિશ્રામાં, ચૈત્ર માસમાં, શ્રી અરિહંતાદિ નવ પદ્મનું વિધિ પૂર્વક સામુદાયિક આરાધન થયું હતું. ત્યાર આદ, ત્યાંથી ઉગ્ર વિહાર કરતે કરતે, તેઓશ્રી સુરતના શ્રીસંઘની વિનંતિથી સુરત પધાર્યા હતા અને વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ તેઓશ્રીએ સુરતમાં જ કર્યું હતું. વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ સુરતમાં કરીને, મુંબાઇમાં વસતા જૈન ભાઈ એની આગ્રહભરી વિનંતિને લક્ષ્યમાં લઈ ને, તેઓશ્રીએ, મુંબાઈ તરફ વિહાર લખાવવા ધાર્યાં હતા; પરન્તુ સુરત જીલ્લાનાં જુદાં જુદાં ગામાના શ્રીસંઘેાની આગ્રહભરી વિનંતિ હોવાથી, મુંબાઈ તરફ વિહાર લંબાવતાં પૂર્વે, તેઓશ્રીએ સુરત જીલ્લાનાં ગામામાં વિહાર કરવા માંડયો હતા અને નવસારી આવીને મુંબાઈ તરફ વિહાર લંબાવવાની તેઓશ્રીની ભાવના હતી. તેઓશ્રી ચૈત્ર સુદીમાં નવસારી પધાર્યાં અને નવસારીમાં પણ તેઓશ્રીની તારક નિશ્રામાં, શ્રી અરિહન્નાદિ નવ પદોનું વિધિપૂર્વક સામુદાયિક આરાધન શરૂ થયું. આ દરમ્યાનમાં બન્યું એવું કે એ સમયે, તેઓશ્રીના પૂ. ગુરૂદેવ-પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પાલીતાણા મુકામે વિરાજતા હતા; અને ત્યાંથી પૂ. ગુરૂદેવશ્રીના પુણ્ય દેહને લગતા એવા સમાચાર આવવા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 374