Book Title: Chandra Charitram
Author(s): Vijaychandrasuri
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ સંપાદકીય પ્રાકૃત-સંસ્કૃતવિશારદ ધર્મરાજા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ રચિત ચન્દ્રચરિત્રમ્ (ચન્દ્રરાનચરિત્રમ્) કાવ્યાત્મક ગ્રન્થનો સંશોધન-સંપાદન દરમ્યાન ત્રણ-ચારવાર અભ્યાસ કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક વાત બરોબર મનામાં ઠસેલી છે કે : ‘પ્રાકૃતભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું હોય તો સંસ્કૃતભાષા ઉપરની પક્કડ મજબૂત હોવી જરુરી છે.' આ વાત ચરિત્રસંપાદનના સમયમાં વધારે ચરિતાર્થ થઇ. ધર્મરાજા પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ પ્રાકૃતભાષાના ખેરખા તો છે જ, સાથોસાથ સંસ્કૃતભાષાના પણ પ્રકાંડ એવા વિદ્વાન્ મહાપુરુષ છે. તેનો ખ્યાલ વિદ્વજ્જગત્ સમક્ષ મૂકેલ અદ્ભુત-છટાંદાર એવા આ ચન્દ્રરાનચરિત્રમ્ થકી થાય છે. વિશેષમાં : પ્રાકૃત સિરિયંવરાયચરિયની રચના ૨૦૨૨માં કરેલ છે અને તેનાથી વર્ષો પહેલા એટલે કે ૨૦૦૮ની સાલમાં પ્રસ્તુત કૃતિનુ સર્જન થયેલું છે. આ ચરિત્રની પહેલાની પણ બે વખતની લખેલી નોંટો પ્રાપ્ત થયા છે. તેમાં સુધારા-વધારા અને જે કંઇ પણ પરિમાર્જન કરેલું છે. તે છેલ્લી નોંટોમાં સુધરી ગયેલ છે. તેમાં પણ પછીના સમયમાં કરેલું પરિમાર્જન-ચીવટતા કરેલ સુધારાવધારાથી ખ્યાલ આવે છે. અંતે પૂજ્ય ગુરુ મહારાજનું (પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નું) આખરી માર્ગદર્શન-પ્રૂફસંશોધન જો ન હોત તો આ અદ્ભુત ગ્રંથરત્ન આપણા કરકમલમાં ન હોત. પૂજ્યશ્રીનુ જીવનચરિત્ર ગણિ શ્રી સુયશચંદ્રવિજયજીએ કરેલ છે, તેમનો આભાર માનું છુ. વધારે વિગત પૂજ્યશ્રીએ લખેલ પ્રસ્તાવનામાંથી જાણી લેવા વિનંતિ. સંપાદનમાં જો કે તકેદારી ઘણી જ રાખી છે, છતાં દૃષ્ટિદોષ-મતિમંદતાના કા૨ણે અશુદ્ધિ રહી જવા પામેલ છે. વિદ્વન્દ્વર્ગ ક્ષમ્ય કરવાપૂર્વક સૂચિત કરે એવી નમ્ર પ્રાર્થના. –આ. શ્રીચંદ્રસૂરિ Co

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 356