Book Title: Chandra Charitram Author(s): Vijaychandrasuri Publisher: Rander Road Jain Sangh View full book textPage 8
________________ s હતી. આનંદની અભિવ્યક્તિ છેઆ પૂજ્યપાદ શાસનસમ્રા શ્રી વિજય નેમિ-વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા.ના તે પટ્ટધર પ્રાકૃતવિશારદ, ધર્મરાજા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. નું નામ સ્વરચિત પ્રાકૃતભાષાના ગ્રન્થોમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે પરંતુ આજે જ્યારે તેઓશ્રી દ્વારા રચિત સંસ્કૃત કાવ્ય ચન્દ્રચરિત્રમ્ (વરાત્રિન) જ્યારે પ્રકાશિત થઇ રહ્યું છે, ત્યારે ઘણો ઘણો જ આનંદ થઇ રહ્યો છે. તેને અભિવ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. બીજી વાત એ પણ છે કે આ મહાપુરુષે પ્રાકૃત ગ્રંથોના સુંદર રીતે સર્જનો તો કર્યા જ, પણ સંસ્કૃતમાં અને તે પણ એક કાવ્યસ્વરૂપે અલગ-અલગ છંદવાળા 1 શ્લોકોમાં સર્જન કરવું તે એક આશ્ચર્યકારક બાબત ગણાય. જો કે સતતને સતત - સ્વાધ્યાય-સર્જન-ચિંતન-મનનમાં મગ્ન રહેનાર એ મહાપુરુષને માટે આવા - ગ્રંથોનું સર્જન કરવું એક સ્વાભાવિક વાત છે. આવા-આવા અનેક ગ્રંથરત્નો પ્રગટ થતાં રહે તેવી શુભ ભાવના. ગ્રંથપ્રકાશન વેળાએ પૂજ્ય ઉપકારી ગુરુદેવો તેઓશ્રીના પટ્ટધર ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા સૂરિમંત્રસિદ્ધસમારાધક પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તથા પૂ.આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિ મ.ના માર્ગદર્શનને કેમ ભૂલી શકાય. ગ્રંથના સંપાદક પૂ. આચાર્ય શ્રી વિ. શ્રીચંદ્રસૂરિજી મ. સા. પણ ઘણો ને પરિશ્રમ ઉઠાવી સંપાદનકાર્ય સારી રીતે પૂર્ણ કરેલ છે. વિવિધ શ્રીસંઘોનો આર્થિક સહયોગ, ભરત ગ્રાફિક્સનો સહકાર ન હોય તો : આવું પરિણામ ક્યાંથી આવી શકે !! અંતે આવા ગ્રંથરત્નો શાસનને પ્રાપ્ત થાય અને સ્વાધ્યાય-વાંચન દ્વારા જલ્દીમાં જલ્દી શાશ્વતસુખના ભાગી બને એજ અભ્યર્થના. લિ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જૈન જ્ઞાનમંદિર, સુરત 0 | | થીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 356