________________
છેલ્લો દિવસ : સોજિત્રામાં નિત્ય ક્રમ મુજબ ઉત્તરાધ્યયનનાં એક અધ્યયનનો સ્વાધ્યાય કરી ગોચરી વાપરી પછી મને (મુનિ શ્રી સોમચંદ્રવિજયજી) તથા મુનિ શ્રી હ્રીંકારચંદ્રવિજયજી મહારાજને પાઠ પણ આપ્યો. પાઠ પૂરો થવા આવ્યો ત્યારે કહ્યું કે : હવે આગળનો પાઠ કઠીન આવે છે.' ત્યારે “પૂજ્યશ્રી અમને અંતિમ હિતશિક્ષા આપી રહ્યા છે” એવો સહેજ પણ ખ્યાલ અમને ન આવ્યો. પાઠ પછી પૂજ્યશ્રીએ સૂરિમંત્રનો જાપ પણ કર્યો.
સમાધિ-દેહત્યાગ : સાંજે પૂજ્યશ્રી નું નવMો ગ્રંથનું વાંચન કરી રહ્યા હતા, ત્યારે એકાએક તેમને છાતીમાં દુઃખાવો થયો. સંયોગથી મૂળ સોજીત્રાના પછીથી અમદાવાદ જઇને વસેલા હૃદયરોગના એક ડોક્ટર સોજિત્રા આવ્યા હતા. એમણે તપાસીને પૂજ્યશ્રીને જલ્દીથી અમદાવાદ લઈ જવા કહ્યું, પણ પૂજ્યશ્રીએ હાથના ઇશારાથી આવી કોઇ પણ પ્રવૃત્તિ ન કરવાનું જણાવી પોતે જ મોટેથી ‘૩% હીં મર્દ નમ:' બોલવા લાગ્યા. આ બાજુ જેમ-જેમ લોકોને પૂજ્યશ્રીની અસ્વસ્થાના સમાચાર મળ્યા, તેમ તેમ બોરસદ-ખંભાતઅમદાવાદથી લોકો-શ્રાવકો આવી ગયા. પ્રતિક્રમણ-સંથારાપોરસિ વગેરે આવશ્યક ક્રિયા પણ પૂજ્યશ્રીએ ખૂબ ધ્યાનપૂર્વક કરી. પીડા અત્યારે પહેલા કરતા ઓછી હતી, તેથી પૂજ્યશ્રીએ જાપ વગેરે કરી લીધું. પછી આરામ કરવા સહેજ આડા પડખે થયા. પૂજ્યશ્રી પંડિતવર્ય છબીલદાસભાઈને યાદ કરતા હતા, તે પણ આવી ગયા. રાતના છેલ્લા પ્રહરે ફરી પૂજ્યશ્રીને દુઃખાવો થયો. તે પીડામાં પણ સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણશ્રવણ કરતા-કરતા સં. ૨૦૩૨, વૈશાખ વદ ૧૪ના રાત્રે ૪ કલાક ૨ મીનીટે તેઓશ્રી કાલધર્મ પામ્યા. - પેટલાદ-બોરસદ-ખંભાત વગેરે દરેક ગામના શ્રાવકોએ પૂજ્યશ્રીના પાર્થિવ દેહને પોત-પોતાને ગામમાં લઇ જવાનો ખૂબ આગ્રહ કર્યો. પણ ખૂબ વિચાર-વિમર્શના અંતે પૂજ્યશ્રી આ જ પાવન ભૂમિ પર સ્વર્ગવાસ પામ્ય હોય અહીં જ અગ્નિસંસ્કાર કરવાનું નક્કી થયું. વિજયમુહૂર્ત ખંભાતથી આવેલ મયૂરશિબિકામાં પૂજ્યશ્રીના સંયમપૂત દેહને પધરાવવામાં આવ્યો. ત્યાર બાદ આખા સોજિત્રામાં પૂજ્યશ્રીની અંતિમયાત્રા નીકળી. તે વખતે ગામની દરેક દુકાનો બંધ હતી. પ્રાય: અઢારે આલમના લોકો સાથે જોડાયા હતા. બહારગામના પણ ઘણા-ઘણા લોકોની હાજરી થઈ હતી. સાજે ૪.૦૦ કલાકે સોજિત્રાની બહાર જ્યાં અનેક અન્ય પૂજ્ય પુરુષોની સમાધિભૂમિ હતી ત્યાં જ ચંદનકાષ્ઠથી બનાવેલ ચિતા ઉપર પૂજ્યશ્રીની પાલખી પધાવવામાં આવી. પછી સજળ આંખોએ પૂજ્યશ્રીના સંસારી ભત્રીજા વગેરે સ્વજનોએ પાર્થિવદેહના જમણા અંગૂઠે અગ્નિસ્થાપિત કર્યો. જોત જોતામાં પૂજ્યશ્રીનો એ સંયમપૂત દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો.
પછીથી પૂજ્યશ્રી અગ્નિસંસ્કારના તે સ્થળે એક દેરી નિર્માણ પણ કરવામાં આવી. સં. ૨૦૩૩ના ફાગણ સુદ ૩ના દિવસે આ દેરીમાં ગુરુપાદુકાની પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતની નિશ્રામાં સંપન્ન થઇ.
ધર્મરાજા પૂજ્ય દાદા ગુરુદેવશ્રીની જીવનગરિમા, વિનયગરિમા, જ્ઞાનગરિમા, ગુણગરિમાની વાત જાણી ગુરુકૃપાથી પુણ્યા શિખરે બિરાજમાન એ મહાપુરુષના પાવન ચરણકમળમાં કોટિ કોટિ વંદના.